આજે કોરોના મહામારીના સંકટ વચ્ચે હાલમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં અનેક હોસ્પિટલોમાં વેન્ટીલેટર અને બેડની તંગી પડી રહી છે. હાલમાં રીપોર્ટ બાબતે પણ ગોટાળાઓ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જરૂર પડે ત્યારે કોરોનાના નકલી રીપોર્ટ બનાવામાં આવી રહ્યા છે.

પરંતુ હાલમાં એક એવી નવી ટેસ્ટ કીટ બનાવામાં આવી રહી છે કે એ તમને 30 મીનીટની અંદર બતાવી દેશે કે તમે કોરોના પોઝીટીવ છો કે નેગેટીવ. આ ટેસ્ટ ઝડપી કોરોના અંગે રીપોર્ટ મેળવવા માટે અગત્યની સાબિત થશે. હવે દરેક દર્દીનો કોરોનાને લગતી માહિતી ગણતરીની મીનીટો માજ મેળવી શકશો. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં વધારે આધુનિક મશીનરીઓનો વિકાસ થયો છે, આવા સમયે કોરોનાની જલ્દી તપાસ માટે નવી કીટ બનાવવામાં આવી રહી છે. ઓછી અને મધ્યમ આવક દેશોમાં હવે કોરોના કેસમાં જાણકારી મેળવવાની ક્ષમતાને વધારવામાં આવશે.
WHO દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે 5 ડોલર ના પરીક્ષણ દ્વારા કોરોનાની તપાસ કરવાની રીત બદલી શકે છે. આવા વિસ્તારો કે જ્યાં સ્વાસ્થ્ય કર્મચારીઓ અને લેબોરેટરીઓની સંખ્યા ઓછી છે. હાલમાં આવી 12 કરોડ કીટ ખરીદવા માટેની ડીલ કરવામાં આવી છે. પ્રોડક્શન માટે થયેલી ડીલમાં 6 મહિનામાં આવી 12 કરોડ કીટનું વિતરણ કરવામાં આવશે. હાલમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટેના પ્રયાસમાં કરેલા પરીક્ષણ અને તેના રીપોર્ટ આવતા વાર લાગી જાય છે તેના પરિણામે કોરોનાનો દર્દીને તાત્કાલિક કોરન્ટાઈન કરી શકાતો નથી ત્યાં સુધીમાં તો તે કેટલાય લોકોને કોરોના ફેલાવી દે છે.

ભારત અને મેક્સિકો જેવા દેશોના કોરોના ખુબ ફેલાયો છે. ત્યારે નિષ્ણાતોએ જણાવ્યું છે ઓછા સમયમાં પરીક્ષણ કરવાથી આ કોરોનાને ફેલાતો અટકાવવામાં થોડી મદદ મળશે. WHO ના પ્રમુખ આ કીટને મિલનો પથ્થર ગણે છે. WHO ના ડાયરેક્ટર ડાયરેક્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે નવી અત્યાધુનિક કીટ પોર્ટેબલ અને સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી છે. આ કીટ થી હવે રીપોર્ટ આવતા સમય લાગતો હતીઓ તે હવે સમય લાગશે નહિ. હાલમાં દવા નિર્માતા એબોટ અને એસડી બાયોસેન્સરે ચેરીટેબલ બીલ એન્ડ મેલીડા ગેટ્સ ફાઉન્ડેશનની સાથે મળીને 12 કરોડ જેટલી કીટ બનાવવાની ડીલ કરવામાં આવી છે.

આ થયેલી ડીલમાં 133 દેશોને આ કિટનો લાભ મળશે, જેમાં અમેરિકાના કેટલાય ગરીબ દેશો સામેલ છે. અને આ દેશોમાં કોરોના માટે લડવા માટે સગવડતાઓનો ખુબ અભાવ છે. આમાના કેટલાય એવા દેશો છે કે જ્યાં પ્રયોગશાળાઓં પણ નથી. આવા અનેક દેશોમાં દિવસે દિવસે કોરોનાના કેસો વધતા જાય છે. આવા દેશોમાં સેવા માટે પુરતી હોસ્પિટલો પણ નથી અને ત્યાં પુરતો તબીબી સ્ટાફ પણ નથી. આવા વિસ્તારમાં આ કીટનું વિતરણ કરાશે.
સિંગાપુરના વૈજ્ઞાનિકો દ્વારા બનાવેલી આ કીટ કોવીડ 19 નનો રીપોર્ટ માત્ર 36 મીનીટમાં આવી જશે. જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તેમાં હાલમાં ઉચ્ચ શિક્ષિત ટેકનીકલ કર્મચારીઓની જરૂર રહે છે. આ માટે હવે નાનયાંગ ટેકનીકલ વિશ્વ વિદ્યાલય NTC ની લી કાંગ ચિયાન સ્કુલ ઓફ મેડીસીનના વિજ્ઞાનીઓએ આં નવી ટેકનીક બનાવી છે. દરેક ક્ષેત્રમાં સ્ક્રીનીંગ ટુલના રૂપમાં આ કીટ આપી શકાય રાખવામાં આવી શકે છે. આ પોલીમરીજ ચેન રીએક્શન PCR નામની એક લેબ આધારિત ટેકનીક છે. અંકિત માટેની વધારે માહિતી રિચર્ચ જર્નલ જીન્સ માં પ્રકાશિત થઇ છે.