ભગવાન વિષ્ણુને બીજા ‘નારાયણ’ નામથી પણ ઓળખવામાં આવે છે. એક વખત નારાયણ ભગવાનને એવો વિચાર આવ્યો કે તેણે તેના ઇષ્ટ દેવને પ્રસન્ન કરવા છે. દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે એક હજાર કમળના ફૂલો અર્પિત કરવાના છે. પૂજાની બધીય સામગ્રી ભેગી કરીને નારાયણ ભગવાને પોતાનું આસાન ગ્રહણ કરીને તપ કરવા માટે બેસી ગયા છે.

નારાયણ ભગવાને પોતાની આંખો બંધ કરીને સંકલ્પને વધુ દ્રઢ કર્યો અને અનુષ્ઠાન શરુ કરી દીધું. અર્થાર્ત ભગવાન શિવજીના ઇષ્ટ દેવ નારાયણ અને નારાયણ ભગવાનના ઇષ્ટ દેવ શિવજી છે. પરતું આજે અલગ જ સ્થિતિ હતી. આજે આ ક્ષણમાં ભગવાનની ભૂમિકામાં મહાદેવ અને ભક્તની ભૂમિકામાં ખુદ નારાયણ વિષ્ણુ પોતે હતા. ભગવાન શિવજીને એક ઉક્તિનો વિચાર આવ્યો. તેના માટે ભગવાન વિષ્ણુએ જે એક હજાર કમળના ફૂલો સમર્પિત કર્યા હતા, તેમાંથી એક કમળનું ફૂલ ભગવાન શિવજીએ લઇ લીધું, નારાયણ વિષ્ણુ ભગવાન તેની ભક્તિમાં વ્યસ્ત હતા. તેને આના વિશે કાઈ પણ જાણ ના થઈ.

જયારે ભગવાન વિષ્ણુએ કમળના ફૂલો શિવજીને ચડાવવાનું ચાલુ કર્યું ત્યારે 999 ફૂલો ભગવાન શિવજીને ચડાવી દીધા હતા. જયારે એક હજારમુ ફૂલ લેવા માટે તેણે થાળમાં હાથ નાખ્યો પણ ફૂલ તેને મળ્યું નહી અને તેની આંખો ખુલી ગઈ.
ભગવાન વિષ્ણુ કમળનું ફૂલ લેવા માટે ના તો પોતે જઇ શકે અને બીજા પાસેથી ના તો મંગાવી શકે. કારણ કે શાસ્ત્રોમાં નિયમ છે કે જયારે પણ ભગવાનની પુંજા કરતા હોઈ છીએ અથવા કોઈ અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે વચ્ચેથી તમે ઉભા થઇ શકો નહી અને કોઈની સાથે વાત પણ ના કરી શકો નહી. જો ભગવાન નારાયણ ધારે તો તેની વિદ્યા દ્વારા કમળનું ફૂલનું નિર્માણ કરી શકે છે. પરતું આ સમયમાં નારાયણ ભગવાન આવું કરવા માંગતા ના હતા. કેવળ તે ભક્તના રૂપમાં હતા.

નારાયણ ભગવાન તેની ભક્તિમાં શક્તિનો ઉપયોગ કરવા માંગતા ના હતા. નારાયણ ભગવાનને વિચાર આવ્યો કે લોકો તેને કમળ નયનથી બોલાવે છે. ત્યારે નારાયણ ભગવાને તેની એક આંખ કાઢીને કમળના ફૂલ જેમ સમર્પિત કર્યું અને તેની પુંજા સંપન્ન કરી.
ભગવાન વિષ્ણુનું આટલું સમર્પણ જોઈને ભગવાન શિવજી બહુત પ્રસન્ન થયા અને તેની આંખોમાંથી મોતી જેવા આંસુ આવવા લાગ્યા. આટલું જ નહી, ભગવાન નારાયણ આ ત્યાગથી શિવજી મનથી નહી પણ શરીરથી પણ પીંગળી ગયા. જેનાથી તે ચક્રના રૂપમાં ફેરવાઈ ગયા. આ એજ સુદર્શન ચક્ર છે જે નારાયણ ભગવાને ધારણ કરેલું છે. ત્યારથી નારાયણ ભગવાન તેના જમણા હાથની આગળી પર ધારણ કરેલ છે. આવી ભગવાન નારાયણ વિષ્ણુ અને ભગવાન શિવજી એક બીજાની સાથે રહે છે.