તમે ઘણીવાર તમારા મિત્રો, કુટુબના સભ્યો કે સગા-સંબંધી સાથે વાતો કરતી વખતે અમુક ના બોલવાના શબ્દો બોલાય જતા રહે છે. આ પરસ્થિતિ તમારી સાથે પણ ક્યારેક થઇ હશે. આપણા આજના જીવનમાં ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે ક્યારેક કોઈ કારણોસર ગુસ્સે થઇ જવાથી અથવા ખુશ હોવાથી ક્યારેક ના બોલવાનું બોલાઈ જવાય છે. આજે આપણે આના વિશે આ આર્ટીકલમાં માહિતી મેળવવાની છે. જયારે તમારાથી ના બોલવાનું બોલાઈ જાય છે તે ક્યારેય પણ પાછુ આવતું નથી, પણ તેનો ઉકેલ બુદ્ધિની આવડત દ્વારા ચોક્કસ કરી શકાય છે. આપણે એક નાની વાર્તા દ્વારા સપૂર્ણ સમજુતી આના વિશે વિગતવાર મેળવવી જે આ પ્રમાણે છે.

એક પ્રગતિશીલ અને સમૃદ્ધ નાનકડું એવું ગામ હતું. ગામના બધા લોકો દયાળુ અને પરોપકારી હતા. આ ગામમાં એક વિકસિત ખેડૂતનું ઘર હતું. એક વખત કિસાન દ્વારા તેના પાડોશી સાથે બોલાચાલી થવાથી કાંઇક ખોટું કહેવાઈ ગયું અને અમુક દિવસો ગયા પછી આ ખેડૂતને તેની ભૂલ સમજાય ગઈ હતી. તેને ખુબ દુઃખ થયું અને તેની ભૂલ સુધારવા માટે એક યોગીરાજ પાસે જાય છે.
યોગીરાજને, ખેડૂતે કહ્યું કે મારી બહુજ મોટી ભૂલ થઇ ગઈ છે. જેના કારણે પડોશમાં રહેતા મારા મિત્રને મારાથી અપશબ્દો બોલાય ગયા છે. તે તમે ગમે તેમ કરીને પાછા લઇ લ્યો. આવી વિનંતી ખેડૂતે યોગીરાજના પગમાં પડીને કરી.
ત્યારે યોગીરાજ ખુબજ નમ્રતા પૂર્વક ખેડૂતેને કહે છે, જંગલમાં જઈને પક્ષીઓના પીંછાઓ ઘણા બધા લાવ અને આ પીછાઓને શહેરની વચ્ચે મૂકી દેવા. સંતના કહેવાથી આવું ખેડૂતે કરીને તે પાછો આવે છે અને કહે છે કે તમે જેમ કહ્યું તેમ મેં કરી નાખ્યું છે. ત્યારે સંતે તેને પાછું કહ્યું કે જ્યાં તે પક્ષીના પીછાઓ મુક્યા હતા તે પાછા લઈને આવ. ત્યાં ખેડૂત પાછો જાય છે અને ત્યાં પક્ષીઓના પીછાઓ હોતા નથી અને ખેડૂત ખાલી હાથે પાછો આવે છે.

પછી આ સંત ખેડૂતને સમજાવે છે. તમે જે શબ્દો તમારા મિત્ર પર બોલ્યા છો, તેની સ્થિતિ આ પક્ષીઓના પીછા જેવી છે. ત્યારે કિસાનને બધુય સમજાય છે. તું સરળતાથી તારા મુખ વડે બોલી નાખ છે, પણ તે ગમે તેમ કરીને વાપસ લાવી શકાતા નથી.
આ કહાનીમાંથી આપણને આવી સીખ મળે છે :
તમે જે કાઈ બોલો છો, તે કડવું હોય કે સારું એક વાર બોલાઈ ગયા પછી વાપસ આવતું નથી. તે ધ્યાનમાં આપણે સૌ રાખવું જોઈએ. હા, એક વાત બિલકુલ સાચી છે. તમારાથી જે વ્યક્તિને કડવું કહેવાય ગયું હોય તો તમે તેની પાસે જઈને તમારી ભૂલ કબુલ કરી શકો છો. જો ભૂલ તમારી હોય તો સ્વભાવિક પણે માફી માગવી જ પડે છે. માનવીનો સ્વભાવ એવો હોય છે કે કોઈ પણ ભૂલ વગર જો તમારાથી તેને ક્યારેક કડવું કહેવાય ગયું હોય તો તેને બહુજ હર્ટ લાગે છે.
જયારે તમે કોઈને કડવું કહો છો, ત્યારે તે વ્યક્તિને બહુજ કષ્ટ થાય છે. પરતું તમને આ બધું સમજાવાથી તેના કરતા વધારે કષ્ટ તમને થાય છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિએ સૌ વખત સમજી, વિચારીને બોલવું જોઈએ અથવા બોલવાનું જ બંધ રાખવું જોઈએ.