જીવાત્મા એટલે આત્મા, જેને લોકો મોટા ભાગે ‘જીવ’ તરીકે ઓળખાતા હોય છે. આવો પ્રશ્ન ઘણા લોકો થતો હોય છે અને મોટા ભાગે તે મનમાં ને મનમાં રાખતા હોય છે. જેના કારણે તેના સવાલોનું સમાધાન થતું નથી. આપણે જેના વિશે વાત કરવાના છીએ એવો પ્રશ્ન તમને ચોક્કસ ક્યારેક મનમાં થયો હશે. જે પ્રશ્ન છે- મૃત્યુ પછી જીવાત્મા શરીરને પણ કેમ સાથે લઇ જતું નથી. આ સવાલની સમજુતી ખુબજ ટુકી અને તમને સમજાય તેવી રીતે ચાલો મેળવીએ.

દુનિયામાં કુદરતી નિયમ છે કે સપૂર્ણ જીવન જગત બે અવસ્થામાંથી પસાર થાય છે. તેનો જન્મ થાય છે તે પહેલી અવસ્થા અને સમય જતા ક્યારેક તેનું મૃત્યુ થાય છે, જે બીજી અવસ્થા ગણાવમાં આવે છે. આપણો જન્મ થાય છે તેને પણ પ્રત્યક્ષ અને મૃત્યુ થાય છે તેને પણ પ્રત્યક્ષ જોઈ શકાય છે. જન્મ થાય તે પણ એક ઘટના છે અને મૃત્યુ થાય તે પણ એક ઘટના છે. આ બંને ઘટાનાઓ પ્રત્યક્ષ છે. જ્યારથી માનવ સભ્યતા છે ત્યારથી વ્યક્તિ વધુને વધુ જાણવાની ઈચ્છા થાય છે જે જન્મથી પહેલા અને મૃત્યુ પછી શું થાય છે ? તે જાણવાની ખુબજ જિજ્ઞાસા છે. પૂર્વ અને પશ્વાતની જિજ્ઞાસા વચ્ચે એક સવાલ ઉભો થાય છે કે કોઈ પણ વ્યક્તિના ભૌતિક જીવનની સાથે કઈ વસ્તુ છે જે જીવનના પહેલા પણ હતી અને જીવન પછી પણ છે, અથાર્ત મૃત્યુ પછી પણ રહે છે ?

આ ખુબજ કઠીન સવાલ છે અને આનો જવાબ પણ બહુજ તથ્યાત્મક છે. ગીતાના જ્ઞાનના પરિપેક્ષ્યમાં આપણે આ વાતને સમજવી જોઈએ. તો શું છે આ ચીજ ? માનવીનું શરીર પંચ મહાભૂતોનું બનેલું હોય છે. જેમાં અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ અને આકાશનો સમાવેશ થતો હોય છે અને આ શરીર જયારે વિલીન થાય છે ત્યારે આ પંચ મહાભૂતોમાં વિલીન થાય છે. કેવળ જીવાત્મા જ સ્વછંદ રૂપમાં રહેતા હોય છે.
સૌ પ્રથમ શરીર શુ છે ? તે લોકોએ જાણવું જોઈએ, ત્યાર બાદ જીવાત્મા શું છે ? તે પણ જાણવું જોઈએ. વ્યક્તિની શરીર બે પ્રકારનું હોય છે. એક સ્થૂલ શરીર અને બીજું સુક્ષ્મ શરીર. સ્થૂલ શરીરમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી જ સમાવેશ થાય છે. આમા વ્યક્તિની ત્રણેય અવસ્થાનો સમાવેશ થાય છે. બાળપણ, યુવાની અને ગઢપણ(વુધ્ધાવસ્થા). જયારે વ્યક્તિનું શરીર કામ કરતુ બંધ થઇ જાય, અકસ્માત થયું હોય અને શરીનને કોઈ ક્ષતિ થઇ હોય છે. ત્યારે શરીરીનો સાથ જીવાત્મા છોડે છે.

જેને સુક્ષ્મ શરીર કહેવાય છે તથા બીજા ઉર્જા શરીરના નામ પથી પણ ઓળખવામાં આવે છે. જો તમારે સમગ્ર દુનિયાની યાત્રા કરવી હોત તો, તમે જો સ્થૂલ શરીરથી કરો તો વર્ષોના- વર્ષ વયા જાય છે અને સુક્ષ્મ શરીરથી કરો તો થોડાજ સમયમાં થઇ જાય છે. કારણે સુક્ષ્મ શરીરમાં આત્માનો સમાવેશ થાય છે. જે મનથી સાથે જોડાઈને મનોમન વિચાર કરી લે છે. જયારે સ્થૂલ શરીરનું પંચમહાભુતોમાં વિલીન થાય છે ત્યારે જીવાત્મા સાથે સુક્ષ્મ શરીર હોય છે. જે આપણે જોઈ શકતા નથી અને તે વાયુના સ્વરૂપે હોય છે. જે તમને નરી આંખે જોઈ શકતા નથી. આવી રીતે માનવીના શરીર પર થી જીવાત્મા છુટો પડે. જેની સાથે સુક્ષ્મ શરીર હોવાથી માનવીના શરીરને સાથે લઇ જતો નથી.