દુનિયામાં ઘણા લોકો એવા હોય છે કે તેને વાત-વાતમાં ગુસ્સો આવી જતો હોય છે. વ્યક્તિને ગુસ્સો આવવો એ સારી બાબત નથી, કારણ કે કયારેક ગુસ્સો કરવાથી વ્યક્તિને ગંભીર પરિસ્થિતિમાં મૂકી શકે છે. તેથી બને ત્યાં સુધી ગુસ્સાને કાબુમાં લેવાની કોશિષ કરવી જોઈએ.

એક રળિયામણું ગામ જે નદીના કિનારા પર વસેલું હતું. આ ગામની અંદર ખુબજ સારા અને ગુણવાન લોકો વસવાટ કરતા હતા. આ ગામમાં એક રામુ નામનો યુવક રહેતો હતો. જેને વાત-વાતમાં ગુસ્સો આવતો હતો. આવો ગુસ્સો કરવાથી તેના પરિવારના લોકો ખુબજ પરેશાન હતા. રામુ જેમ-જેમ મોટો થતો ગયો, તેમ તેને ગુસ્સો કરવાની આદત પડી ગઈ હતી. રામુ બીજા વ્યક્તિઓને પ્રેમ કરવાનું પણ જાણતો હતો. તેને ધીરે-ધીરે સમજવા લાગ્યું કે ગુસ્સો કરવાથી સબંધો નષ્ટ થતા જાય છે.
રામુને એક ખુબજ સારો મિત્ર પણ હતો. જે તેને ખુબજ સારી રીતે જાણતો હતો અને તે બદલાઈ રહ્યો છે અને ગુસ્સાનું પ્રમાણ દિવસે-દિવસે ઘટતું જાય છે. આવું રામુના મિત્રને થવા લાગ્યું છે. એક દિવસ ગામથી થોડે દુર એક સંત આવ્યા હતા. જે લોકોના દુ:ખોને દુર કરતા હતા. રામુનો મિત્ર તેને આ સંત પાસે લઇ ગયો અને તેણે બધી વાતો રામુની આ સંતને જણાવી દીધી અને રામુ તરત જ આ સંતના પગે પડી ગયો.

સંતે તેના બંને હાથો દ્વારા રામુને ઉભો કરીને તેને કહ્યું કે જે હું બતાવું તેનું સારી રીતે તારે પાલન કરવાનું રહેશે. રામુએ હા પાડી અને સંતે કહ્યું કે બંને હાથની મુઠીઓ વાળીને તેને બાંધી દેવામાં આવી અને રામુને કહેવામાં આવ્યું કે હવે આ ઝડપથી તું ખોલી નાખ. રામુ ખોલવા માટે ઘણા પ્રયત્ન કરે છે પણ આ મુઠીઓ ખુલતી નથી. રામુ પછી સંતને કહે છે કે તમે મને શું કહેવા માગો છો તે મને સમજાતું નથી. મારી સમસ્યાનું સમાધાન કરો.

રામુને સંત ખુબજ સારી રીતે જવાબ આપે છે કે આપણા અંગોને આપણે જેમ કરીએ તેમ કરે છે. તેના પર આપણો કાબુ છે. તેવી જ રીતે આપણા શરીર સિવાય વિચારો ઉપર પણ વ્યક્તિ નિયંત્રણ કરી શકે છે. જયારે પણ તને ગુસ્સો આવે તો નિયંત્રણ કરતા શીખવું જોઈએ. જે આપણા હાથમાં હોય છે. આ બધી વાતો બરાબર રીતે રામુ સમજી જાય છે અને પોતાના પર નિયત્રણ કરવાની હેબીટ પાડવી જોઈએ.
જીવનમાં ક્રોધ કરવોએ સૌથી ખરાબ બાબત છે. જે વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબુ મેળવી લે છે. તે વ્યક્તિને મહાન કહેવાય છે. લોકોએ હંમેશા માટે ગુસ્સા પર નિયંત્રણ કરવાની હેબીટ પડવી જોઈએ. વ્યક્તિને ક્રોધ થવાથી તેના જીવનમાં ખરાબ પગલા ભરી બેસે છે. તેથી લોકોએ સમજી, વિચારીને અને શાંતિથી કોઈ પણ નિર્યણ લેવા જોઈએ. જે વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થાય છે.