CBI અને CID સામાન્ય રીતે અલગ-અલગ તપાસ કરતી એજન્સીઓ છે. જેની તપાસ કરવાના કાર્ય ક્ષેત્ર પણ અલગ-અલગ હોય છે. CID એ એક પ્રદેશમાં જે ઘટનાઓ બને છે તે જાંચ કરતી હોય છે અમે રાજ્ય સરકારના આદેશ પર કાર્ય કરતી હોય છે. જયારે CBI પુરા દેશમાં જે વિભિન્ન ઘટનાઓ બને છે, તેને જાંચ કરવાનું કામ કરે છે અને આદેશ દેવાનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકાર, ઉચ્ચ ન્યાયાલય અને સુપ્રીમ કોર્ટની પાસે હોય છે. હવે આપણે આ બંને વિશે વિગતવાર સમજુતી મેળવીએ.
CID ( Crime Investigation Department) શું છે ?

CID નું પુરુનામ ક્રાઈમ ઇન્વેસ્ટિંગેશન ડીપાર્ટમેન્ટ છે. જે એક પ્રદેશમાં થતા ગુનાની તપાસ વિભાગના રૂપમાં જાણવામાં આવે છે. CID એક પ્રદેશમાં પોલીસ તપાસ અને ખુફિયા વિભાગ હોય છે. આ વિભાગોને હત્યા, દગો, અપહરણ, ચોરી વગેરેનું તપાસ કરવા માટે કાર્ય સોપવામાં આવે છે. CID ની સ્થાપના પોલીસ આયોગની સીફારીસ પરથી બ્રિટીશ સરકારે 1902 કરી હતી. પોલીસ કર્મીયોને સામેલ કરવા માટે તેને વિશેષ તાલીમ આપવામાં આવે છે. આ એજન્સીને તપાસની જવાબદારી રાજ્ય સરકાર અને ક્યારેક ક્યારેક રાજ્યના ઉચ્ચ ન્યાયાલય દ્વારા પણ કાર્ય સોપવામાં આવતું હોય છે.
CBI (Central Bureau of Investigation) શું છે ?

કેન્દ્રીય જાંચ બ્યુરો એટલે CBI, ભારતમાં આ કેન્દ્ર સરકારની એજન્સી છે. જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે ગુનાઓ થાય, જેવા કે હત્યા, કોભાંડ અને ભષ્ટ્રાચારના મામલામાં અને રાષ્ટ્રીય હિતોથી સંબંધિત અપરાધોની તપાસ ભારત સરકાર તરફી કરવામાં આવે છે. CBI ની સ્થાપના ભષ્ટ્રાચારને રોકવા માટે ‘ સંથાનામ સીમિતિ’ ના આધાર પર 1963માં ગૃહ મંત્રાલયના અંતર્ગત કરવામાં આવી છે. પરંતુ ત્યાર બાદ તેને કર્મચારી મંત્રાલય હેઠળ ટ્રાન્સફર કરવામાં આવી. CBI નું વડુંમથક દિલ્હીમાં આવેલું છે.
દિલ્હી વિશેષ પોલીસ પ્રતિષ્ઠાન અધિનિયમ, 1946 માં CBIને તપાસ કરવાની શક્તિ આપવામાં હતી. ભારત સરકાર રાજ્ય સરકારની સહમતિથી રાજ્યમાં થતા મામલાની તપાસ કરવા માટે આદેશ આપે છે. જોકે, સુપ્રીમકોર્ટ અને હાઇકોર્ટ કોઈ પણ રાજ્યની સહમતિ વિના દેશના કોઈ પણ ખૂણે તપાસ કરવા માટે આદેશ આપી શકે છે.
CID અને CBI વચ્ચે આવું છે તફાવત :

- CIDનું કાર્ય ક્ષેત્ર નાનું હોય છે, જયારે CBI નું ઓપરેશન પુરા દેશમાં અને દેશની બહાર હોય છે.
- CID ની પાસે જે પણ મામલા આવે છે, તે રાજ્ય સરકાર અને હાઇકોર્ટ દ્વારા સોપવામાં આવે છે. જયારે CBI ને કેન્દ્ર સરકાર, હાઇકોર્ટ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા સોપવામાં આવે છે.
- CID રાજ્યમાં જે અપરાધો થાય છે, જેવા કે રમખાણો, હત્યા, ચોરી, અપહરણ અને હુમલાઓ જેવા મામલો સહિત રાજ્યમાં અન્ય અપરાધના મામલાની તપાસ કરવામાં આવતી હોય છે. જયારે CBI રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર જે કોભાંડો, છેતરપીંડી, હત્યા, સંસ્થાગત ગોટાળા વગેરે જેવા મામલા દેશમાં અને દેશની બહારમાં તપાસ કરે છે.
- જો કોઈ વ્યક્તિને CID માં સામેલ થવું હોય તો તેણે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પોલીસની પરીક્ષા પાસ કર્યા બાદ બીજી અપરાધ વિજ્ઞાનની પરીક્ષા પાસ કરવી પડે છે. જયારે CBI માં સામેલ થવું હોય તો SSC-સ્ટાફ સિલેકશન બોર્ડ દ્વારા જે પરીક્ષા બહાર પાડવામાં આવે છે. તે પાસ કરવી પડે છે.
- CID ની સ્થાનપા બ્રિટીશ સરકાર દ્વારા 1902 કરવામાં આવી હતી, જયારે CBI ની સ્થાપના 1941 માં વિશેષ પોલીસ પ્રતિષ્ઠાનના રૂપમાં કરવામાં આવી હતી.
આમ, આવી રીતે CID અને CBI માં ફેરફાર જોવા મળે છે, જે આપણે ઉપર મુજબ સમજુતી મેળવી છે. ટુકમાં કહેવું હોય તો બંનેની જાંચ અમુક અંશે સરખી હોય અને મામલો પણ સમાન હોય છે. પરતું કાર્ય વિસ્તારના ક્ષેત્રમાં આ બંને એજન્સી અલગ પડે છે.