મૃત્યુની સજા માત્ર ઓછા પ્રમાણમાં જનધન્ય અપરાધ કરેલા હોય તેવા વ્યક્તિને જ ફાંસીની સજા કરવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિને આ અધિકાર આપવામાં આવે છે કે સજાને ઓછી કરી શકે છે અથવા અમુક સમય માટે રોકી રાખવામાં આવે છે. ફાંસીની સજા માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે. જેનો અભ્યાસ આપણે આ લેખમાં કરવાના છીએ.
ફાંસીની સજા એવા વ્યક્તિને આપવામાં આવે છે કે જેણે કાનુનની નજરમાં બહુજ મોટો ગુનો કરેલો હોય. આવા કાર્યને બંધારણીય રીતે માન્યતા આપવામાં આવે છે, જે અંતગર્ત વ્યક્તિને સજા તરીકે મૃત્યુ આપવામાં આવે છે અથવા તો ગુનો એટલો ગંભીર હોવાવાથી જજ પાસે ફાંસી આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. પરંતુ કોઈ પણ જજને ફાંસીની સજા આપવી તે બહુજ મુશ્કેલ હોય છે. જયારે જજ આવી સજા ગુનો કરેલ વ્યક્તિને સંભળાવે છે ત્યારે પોતાની પેન ભાંગી નાખે છે.

જયારે કોઈ ગુનો કાનુનની નજરમાં ક્ષમા કરવા માટે યોગ્ય ના હોય ત્યારે જ ફાંસી આપવામાં આવે છે. આ સજાનો અમલ કરવા માટે કેટલાક વિશેષ નિયમો અને કાયદાઓ ઘડવામાં આવેલ છે. જેમાં ફાંસી ક્યારે આપવી તેનો પણ ચોક્કસ સમય નક્કી કરવામાં આવેલ છે. દોષિતોને સૂર્યોદય પહેલા ફાંસી આપવામાં આવે છે.
ફાંસી આપતા પહેલા કેટલાક નિયમોમાંથી પસાર થવું પડે છે. ગુનેગારને ફાંસી થાય તે પહેલા નવા કપડાં પહેરવામાં આવે છે. જે ધાર્મિક પુસ્તક વાંચવા માંગે છે તે આપવામાં આવે છે. તેની પસંગીનું ભોજન પણ ખવડાવવામાં આવે છે અને તેની છેલ્લી ઈચ્છા પણ પુછવામાં આવે છે.

આ કારણોથી ફાંસીની સજા સૂર્યોદય પહેલા આપવામાં આવે છે :
ફાંસીની સજા સૂર્યોદય પહેલા કરવા માટે આ ચાર કારણોને મુખ્ય ગણવામાં આવે છે જે નીચે પ્રમાણે વિગતવાર માહિતી આપવામાં આવેલ છે.
1. કાનૂની કારણ : ફાંસીની સજા ના થાય તે પહેલા વ્યક્તિને જેલમાં રાખવામાં આવે છે અને જેલ પરિસરમાં કાયદાકીય કામગીરી પૂર્ણ થયા પછી તેની માટે કેટલાક નિયમો ઘડવામાં આવે છે જે નિયમોનું પાલન તેણે જેલમાં કરવાનું હોય છે.
બ્યુરો ઓફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ(BPRD) ભારતની જેલોની દેખરેખ અને વ્યવસ્થાનું આદર્શ મોડલ ‘ જેલ મેન્યુઅલ ’ ના અનુસારથી ફાંસીના પહેલા બે દિવસથી લાગુ કરવામાં આવે છે. જે અલગ- અલગ મોસમના હિસાબથી ફાંસીનો સમય નક્કી કરવામાં માટે સરકાર દ્વારા આદેશ આપવામાં આવે છે.
2. સામાજિક કારણ : સમાજની અંદર ફાંસીની ખોટી અસર ના થાય તે ધ્યાનમાં રાખીને સૂર્યોદય પહેલા આપવામાં આવે છે. બીજી તરફ, સવારે વ્યક્તિની માનસિક સ્થિતિ અનુકુળ હોય છે. મીડિયા અને સામાન્ય જનતા એટલા બધા સક્રિય હોતા નથી કે જે કોઈ કારણસર ખોટી અસર લોકો પર પડે.

3. પ્રશાસનિક કારણો : મૃત્યુદંડની સજાના દિવસે જેલના અધિકારીઓ માટે ખાસ મહત્વનો સમય હોય છે. જે વહેલી સવારથી શરુ થાય છે, જેના કારણે તેના દૈનિક કાર્ય પર અસર ના થાય. ફાંસી આપતા પહેલા જેલના અધિકારીઓને કેટલીય પ્રક્રિયા પૂરી કરવાની હોય છે. જેવી કે અપરાધીનો મેડીકલ ટેસ્ટ, વિવિધ રજીસ્ટરમાં પ્રવેશ અને ઘણી જગ્યાએ નોંધો જેવી પ્રક્રિયાઓ પૂરી કરવાની હોય છે. અપરાધીને ફાંસી આપ્યા બાદ તેના મૃતદેહને ડોકટર દ્વારા પુષ્ટિ કરવામાં આવે છે. ત્યાર બાદ તેના પરિવારના સભ્યોને તેનું શબ સોપવામાં આવે છે, જેમાં સમય વધારે લાગે છે.
4. નૈતિક કારણ : એવું માનવામાં આવે છે જે લોકોને ફાંસીની સજા આપવામાં આવે છે, તેણે આખો દિવસ મૃત્યુની રાહ જોવી પડતી નથી, તેના મનમાં પર કોઈ ઊંડી અસર ના પડે તે માટે સૂર્યોદય પહેલા ફાંસીની સજા આપવામાં આવે છે. અંતિમ મોતની રાહ જોવી ખુબજ કઠીન હોય છે, ગુનેગારને માનસિક કે શારીરિક સજા કરવાના બદલે તેને ફાંસીની સજા આપવામાં આવી છે.
ગુનેગારને ફાંસીની સજાની પ્રક્રિયાના થોડાક કલાકો પહેલા પકડીને લેવામાં આવે છે, જેથી નિયમિત શારીરિક કામ કરી શકાય છે. જો કોઈ પ્રાર્થના હોય તો તે કરવા દેવામાં આવે છે, ત્યાર બાદ ફાંસી આપવામાં આવે છે. પરિવાર જનોને પણ અંતિમ સંસ્કાર કરવા માટે પુરતો સમય મળે છે.
આમ, સૂર્યોદય પહેલા, આ ચાર કારણોને ધ્યાનમાં રાખીને કોર્ટના જજ દ્વારા અપરાધીને ફાંસીની સજા કરવમાં આવે છે.