વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ અને આપણા દેશના રતન તાતાએ એક ટ્વીટર દ્વારા અત્યંત પ્રેરણાદાયક ઘટના શેર કરી છે. જેના વિશે આપણે બધાયે જાણવું ખુબજ જરૂરી છે. જે નીચે પ્રમાણે રજુ કરવામાં આવેલ છે. જેમાંથી તમે જીવન ઉપયોગી માહિતી ચોક્કસ જાણવા મળશે.

જર્મનીએ એક વિકસીત દેશમાં ગણના કરવામાં આવે છે અને તે અત્યંત ઓદ્યોગિક દેશ છે. આ દેશના લોકો એવું વિચારે છે કે અહીના લોકોએ મોટું જીવન જીવી લીધું છે. એક વખત રતન તાતા જર્મનીના પ્રવાસે જાય જાય છે ત્યારે તેઓ હેમ્બર્ગ જઈને એક રેસ્ટોરન્ટમાં ભોજન કરવા માટે જાય છે. આ રેસ્ટોરન્ટમાં ટેબલો સાવ ખાલી હતા. જ્યાં ફક્ત એક જ ટેબલ પર દંપતી ભોજન કરી રહ્યા હતા. ટેબલ પર બે ભોજનની ડીસ અને બે બિયરની બોટલો હતી. રતન તાતા વિચારમાં પડી ગયા કે આટલું સરળ ભોજન રોમેન્ટિક હોઈ શકે છે ? શું આ છોકરી આ કંજૂસ યુવાનને છોડી દેશે ?

બીજા ટેબલ પર કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ હતી. જેને જયારે ડીશ પીરસવામાં આવતી હતી ત્યારે વેઈટર બધા લોકોની થાળીમાં ખાવાનું પીરસતો હતો અને સ્ત્રીઓ એ ખોરાક તરત જ ખાઈ જાતી હતી. જયારે રતન તાતાની સાથે જે લોકો આવ્યા હતા તેને પણ બહુજ ભૂખ લાગી હતી. તાતાની ટીમના લોકોએ જલ્દી ઓર્ડર કર્યા હતા. જયારે જમવાનું આવ્યું અને ભોજન કર્યા બાદ તાતાના ટેબલ પર 1/3 ભાગનું ભોજન વધી રહ્યું હતું.
જયારે આ લોકો હોટલમાંથી બહાર આવ્યા ત્યારે એક વૃદ્ધ સ્ત્રી આ ટેબલ પર વધેલું ભોજન જોઈને, રતન તાતાથી નારાજ હતી. અને તાતાને તરત સમજાય ગયું કે ભોજન વધવાના કારણે આ સ્રી નારાજ હતી.રતન તાતાએ ભોજનનું બીલ આપ્યું, આપણે કેટલું ખાવાનું છોડીએ છીએ તેની સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારે તાતાની સાથે આવેલ માણસ સ્ત્રીની સાથે બોલવાના કારણે આ સ્ત્રી ખુબજ ગુસ્સામાં આવી ગઈ હતી.
સ્ત્રીને સાથે આવેલ કોઈક વ્યક્તિના કોલ કરવાથી સોશિયલ સિક્યુરીટી ઓર્ગેનાઈઝેશનનો એન માણસ યુનિફોર્મમાં અહિયાં તરત આવી ગયો હતો. આ તમામ ઘટના તેણે સમજ્યા પછી તેણે તાતા પર 50 યુરોનો દંડ કર્યો. તાતાના લોકો સાવ મૌન હતા. અધિકારીએ કઠોર અવાજમાં કહ્યું કે ‘ તમે જેટલું ખાઈ શકો, તેટલો જ ઓર્ડર આપો, પૈસા તમારા છે, પરંતુ સંસાધનો સમાજના છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ સંસાધનોની તંગીનો સામનો કરી રહ્યા છે. તમારી પાસે સંસાધનને બરબાદ કરવાનું કોઈ કારણ નથી.

આ સમૃદ્ધ દેશના લોકોની માનસિકતાથી આપણને બધાને શરમાવે છે. આપણે ખરેખર તેના વિશે વિચારવું જોઈએ. આપણે એવા દેશમાં છીએ કે જ્યાં સંસાધનોનું મહત્વ કાઈ જ નથી. લોકો સારા લાગવા મારે જરૂરિયાત કરતા વધુ ઓર્ડર કરતા હોય છે અને ભોજનનો બગાડ કરતા હોય છે. આપણે એવું શીખવું જોઈએ કે ખરાબ આદતોને બદલવા વિશે ગંભીરતાથી વિચાર કરો. સ્વીકૃતિની અપેક્ષા રાખ્યા વગર આ સંદેશો વાંચો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરો. “ MONEY IS YOURS BUT RESOURCES BELONG TO THE SOCIETY ” પૈસા તમારા છે, પરતું સંસાધનો સમાજના છે
મિત્રો, જયારે તેના નાગરિકો મહાન બને છે ત્યારે દેશ મહાન બની જાય છે, અને મહાન હોવું એ મહાન સિદ્ધિઓ હાંસલ કરવાની વાત નથી. મહાન બનવાથી દેશ મહાન થાય છે. આ કામ એકલા હાથે થાય તેમ નથી, આમાં તમારા જેવા બધા મિત્રોના સહારાથી આ દેશ મહાન બનતા કોઈ રોકી શકે નહી, જો તમે બધાય મહાન બનો તો. ખોરાકનો બગાડ બંધ કરો, પાણીનો ખોટો બગાડ ના કરવો, વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો વગેરે કુદરતી સાધન-સંપત્તિનું રક્ષણ કરવું એ આપણી સૌવની પ્રથમ ફરજ છે. તમે ગમે તેટલા પૈસા કમાય જાછો, પણ કુદરતી સંસાધનનો નાશ થવાથી આ ક્યારેય પાક પાછુ લાવી શકાતું નથી. એટલા માટે આ સમાજનું છે. તેવું સમજી, વિચારીને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ.