ઘણા સમયથી સમાચારો અને સોશિયલ મીડિયામાં વાતો થઇ રહી હતી કે આ વર્ષે નવરાત્રી આયોજન થશે કે નહિ? અને સરકાર દ્વારા પણ વારંવાર નવરાત્રી પર સરકાર વિચારી રહી છે તેવા નિવેદનો કરવામાં આવ્યા હતા, તેમાં ખાસ કરીને નીતિન પટેલ દ્વારા નવરત્રિ વારંવાર નિવેદનો કરવામાં આવી રહ્યા હતા.
પરંતુ હાલમાં નવરાત્રી તહેવારને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે, તેમાં સરકાર દ્વારા નવરાત્રી ગરબા આયોજન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હવે શેરી ગરબાનું પણ આયોજન નહિ કરી શકાય. ગરબી મૂર્તિ સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે પરંતુ માતાજીના ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહી કરી શકાય, તેમજ પ્રસાદ વિતરણ પણ નહિ કરી શકાય. આરતી કરવા સરકાર દ્વારા એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ આ આરતીમાં પણ કોઈ કલાકાર હાજર નહિ રહી શકે માત્ર રેકોર્ડીંગ કે ઓડિયો વગાડીને આરતી કરવાની છૂટ આપવામાં આવી છે.

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંકટ છે અને તેના હિસાબે સોશિયલ ડિસ્ટન્સ અને બની શકે તેવા પ્રયત્નો કરવામાં આવે છે કે જેમ બને તેમ કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય. આ માટે હાલ ગુજરાત સરકાર દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેથી હવે આ વર્ષે કોઇપણ પ્રકારે ગરબાનું આયોજન નહિ કરી શકાય. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આવનર તહેવારો નવરાત્રી, દશેરા, દિવાળી અને બેસતા વર્ષને ધ્યાનમાં રાખીને આ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે તેથી આ માર્ગદર્શિકાનો અમલ આવનારા નવરાત્રીની શરૂઆતમાં 16 ઓક્ટોબરથીજ લાગુ પડી જશે.

હવેના સમયમાં અનેક તહેવારો આવી રહ્યા છે જેમાં નવરાત્રી, દશેરા, દિવાળી, બેસતું વર્ષ, શરદ પૂર્ણિમા, ભાઈબીજ, દેવ દિવાળી એવા અનેક તહેવારો આવી રહ્યા છે. તેથી સરકારે આ તમામ તહેવારો ઘરમાં રહીને જ ઉજવવાના રહેશે અને જાહેર આયોજન કરતી વખતે વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. જાહેર કાર્યક્રમ રેલી, રાવણ દહન, મેળા, રામલીલા, શોભા યાત્રા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ માર્ગદર્શીકાનો ભંગ કરવા બદલ સ્થળ સંચાલક, આયોજક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સિવાય નવી ગાઈડલાઈન્સ પ્રમાણે 200થી વધુ વ્યક્તિ જાહેર કાર્યક્રમમાં હાજર થઇ શકશે નહિ અને આવા કાર્યક્રમનો સમય એક કલાકનો રહેશે. તમામ એસઓપીનું પાલન કરવાનું રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક સમારોહ ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. દરેક કાર્યક્રમમાં 6 ફૂટનું અંતર રાખવું પડશે તેમજ થર્મલ સ્કેનીંગ કરવું પડશે.
કાર્યક્રમ દરમિયાન ચહેરાને ઢાંકી રાખવો પડશે. અંતિમ વિધિ અને ધાર્મિક વિધિમાં 100 વધુ વ્યક્તિ હાજર રહી નહિ શકે. લગ્નમાં 100 જેટલા લોકો હાજર રહી શકશે. કોઈ આયોજનના સ્થળે કુલ જગ્યાના 50 ટકા વ્યક્તિને જ હાજર રાખી શકાશે તેમજ વધુમાં વધુ 200 વ્યક્તિનેજ મર્યાદામાં રાખીને ઉજવણી કરવામાં આવી શકશે. 10 વર્ષથી નાના અને 65 વર્ષથી મોટા વ્યક્તિ તેમજ સગર્ભા મહિલાઓ અને અન્ય રોગથી પીડાતા વ્યક્તિઓને આવા જાહેર કાર્યક્રમથી દૂર રાખવાના રહેશે.