જીંદગીમાં જો કોઈ વ્યક્તિને સફળ થવું હોય તો બને ત્યાં સુધી પોતાના પર આધાર રાખવો જોઈએ. જે વ્યક્તિએ પોતાના જીવનમાં અથાક અને કઠીન મહેનત કરી હોય તેને સફળતા મળે છે.
એક પ્રાચીન સમયની ઘટના છે. એક સમૃદ્ધ પ્રદેશમાં ઘણા બધા લોકો વસવાટ કરતા હતા. તેમાં એક ખેડૂતના પરિવારના ઘરે છોકરાનો જન્મ થયો હતો. આ ખેડૂતના ઘરે છોકરાનો જન્મ થવાથી ખુશીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખેડૂતે તેના છોકરાનું પાલન-પોષણ ખુબજ સારી રીતે કરેલ. જેમ-જેમ સમય જાય છે તેમ આ છોકરો યુવાન થતો જાય છે.

ખેડૂતને એવો વિચાર હતો કે તેનો છોકરો તેની ખેતી સંભાળે અને એક સમૃદ્ધ ખેડૂત બને. પણ તેના છોકરાને કંઇક અલગ જ વિચાર હતો. તેના મનમાં એક એવો ખ્યાલ હતો કે તે રાજાની ફોજમાં એક સૈનિક બને. જયારે આ વાત તેણે તેના પિતાને બતાવી તો તેના તરફથી હા નો જવાબ મળ્યો હોવાથી ખુબજ ખુશી તેના છોકરાને થઇ હતી.
બીજા દિવસે સવારે તે તલવાર બાજી શીખવા માટે જાય છે. પરતું ઘણી કોશિષ કરવા છતાં તે તલવાર બાજી શીખવામાં અસફળતા પ્રાપ્ત થઇ હતી. જો તલવાર બાજી આવડે તો જ તે સેનામાં ભરતી થઇ શકે. પણ તેનો સ્વભાવ દ્રઢ હતો. તેણે એવું નક્કી કરી લીધું હતું કે જાવું તો ફક્ત સેનામાં જ. જયારે તેને એવું જાણવા મળ્યું કે આ રાજ્યનો જે સેનાપતિ હતો. જે તેના રીસ્તેદારનો મિત્ર હતો.
આ યુવાન છોકરાએ તેને માતા-પિતાને કહ્યું કે તમે આ રીસ્તેદાર પાસે જઈને વાત કરો કે મારે સેનામાં ભરતી થવું છે. તેના માતા-પિતા ગયા અને તેણે આ બધી વાત રીસ્તેદારને કરી હતી અને સેનાપતિએ તેને સેનામાં સામેલ કર્યો. પરતું તેનો પરવેશ સેનામાં લાગવગથી થયો હતો. પણ મહત્વની વાત તો એ છે કે તેને ના તો તલવારબાજી આવડતી હતી અને સેનાના બીજા કામો. સેનામાં તેને નીચા પદ પર પસંદગી કરવામાં આવી હતી. જેથી નીચા પદના લોકોને ક્યારેક જ યુદ્ધ માટે જવાનું હોય છે. પરતું એક વખત એવી સ્થિતિ સર્જાણી કે પાડોશી રાજ્યના લોકોએ તેના પર હમલો કર્યો. જેથી સેનામાં જેટલા સૈનિકો હતા તે બધાને યુદ્ધ કરવા માટે જવાનું હતું. આ સેનામાં ખેડૂતો છોકરો પણ સામેલ હતો.

જયારે ભયંકર યુદ્ધ થયું ત્યારે ખબર પડી કે સેના જે સૈનિકો હતા તેમાંથી કેટલાયને તલવાર બાજી આવડતી ના હતી. જેથી સેનાના લોકો આ સેનાપતિ પર ગુસ્સે થયા હતા. જેથી સેનાપતિને બહુત દુઃખ લાગ્યું અને તેની ભૂલો સમજાય ગઈ હતી. એટલે સેનાપતિએ આદેશ કર્યો કે જે સૈનિકોને તલવાર બાજી ના આવડે તે દ્વારપાળની ભૂમિકા અદા કરે. તેમાં આ ખેડૂત નો છોકરો પણ સામેલ હતો. તે પણ દ્વારપાળની નોકરી કરતો હતો.
એક દિવસ તેને મન થયું કે તેની મુલાકાત રાજા સાથે થાય. અને તેની પાસેથી સારા કામની માગણી કરી શકે. તે રાત-દિવસ પહેરો કરતો અને રાજાની પ્રતીક્ષા પણ કરતો હતો. ઘણો સમય ગયા પછી પણ તેની મુલાકાત રાજા સાથે થઇ ના હતી. અને રાજાને મળવાની પ્રતીક્ષામાં શરદીની મોસમ આવી ગઈ અને તે આ મોસમાં સપડાઈ ગયો હતો. તેની પાસે આની સારવાર કરાવવા માટે પૈસા પણ ના હતા અને તે નીચા પદની નોકરી કરવાથી પગાર પણ સાવ ઓછા પ્રમાણમાં મળતો હતો. તે આ પીડા સહન કરીને તેનું કામ કરતો હતો.

એમાં એક વખત રાજા રાતના સમયે મહેલમાં પ્રવેશ કરતા હતા, ત્યારે તેની નજર ઠંડીથી પીડાતા દ્વારપાળ પડી અને રાજા તેની પાસે ગયા અને તેને કહ્યું કે આટલી બધી ઠંડી પડે છે શું તને ઠંડી નથી લગતી તે આવા બેકાર અને ગંદા કપડા પહેરલા છે. ત્યારે તેને એવું લાગવા માંડ્યું કે હવે જિંદગીના થીડા જ દિવસો તેની પાસે રહ્યા છે એટલે તેની સમગ્ર મજબુરી રાજાને જણાવી. તેની આવી મજબૂરી રાજાએ સમજીને તેને કહ્યું કે તું મારી રાહ જો. હું હમણા જ આવું છું અને તારી માટે ગરમ વસ્ત્રો મોકલવું છું આવું કહીને રાજા ચાલ્યા જાય છે. રાજા મોટા માણસ હોવાથી આ વાત ભૂલી જાય છે અને સવારે રાજાને આ જ દ્વારપાળની મૃત્યુના સમાચાર મળે છે.
આ સૈનિક આખી રાતની ઠંડીથી ધ્રુજી-ધ્રુજીને અવસાન પામે છે. રાજાને આ વાતનું દુઃખ થયું અને તેને જોવા માટે પણ જાય છે. પણ રાજાને આ વાતથી કોઈ ફર્ક પડતો નથી. આ નાનકડી કહાનીથી એવું જાણવા મળે છે કે નાના-નાના સહારાથી લોકોને ખોખલા પણ કરી નાખે છે. અને લોકોને કોઈ પણ કામના રહેવા દેતા નથી. તેથી તમને જે યોગ્ય લાગે તે કામ કરવું અને બીજા લોકોના સહારાથી બને ત્યાં સુધી બચતા રહેવું જોઈએ. જે કામમાં તમે નિપુણ હોવ તેજ કામ કરવું જોઈએ.
આપણને આ કહાની માંથી એવી સીખ મળે છે કે જીંદગીમાં અહંકારનું કોઈ જ મહત્વ નથી હોતું, જે લોકો અહંકારી છે તેના મરવા પછી કોઈ પણ પૂછતું નથી.