મોટા ભાગે ઉત્તરાયણના તહેવાર પર પતંગો ઉડાડવામાં આવતી હોય છે પણ ક્યારેક ભારતીય સ્વતંત્રા દિવસે પણ પતંગ ઉડાડવામાં આવતી હોય છે. પતંગ ઉડાડવાના કોઈ પણ પુરાવાઓ મળતા નથી, પરતું આ કેટલાય સમયથી ચાલી આવતી પરંપરા છે. આ લેખના માધ્યમથી આપણે ભારતમાં પતંગ ઉડાડવાની શરૂઆત વિશે માહિતી મેળવવાની છે.
ભારતમાં પતંગબાજીનો તહેવાર ઘણા વર્ષોથી ઉજવવામાં આવે છે જે બહુત પ્રસિદ્ધ છે. ભારતના વિભિન્ન રાજ્યોમાં પતંગને અલગ-અલગ સમયમાં લોકો ઉડાડીને તહેવાર ઉજવે છે. જેના કારણે ભારતને વિભિન્ન સંસ્કૃતિના દેશ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો પુરા ઉત્સાહથી રંગબે- રંગી પતંગ ઉડાડે છે. આ દિવસે આસમાન પણ પોતાનો રંગ બદલી નાખે છે. તથા ભારતમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. શું તમે જાણો છો કે પતંગ પહેલી વખત આવી ક્યાંથી, કોણે તેને ઉડાવી, આ તહેવારને શા માટે ઉજવવામાં આવે છે વગેરે પ્રશ્નો થાય છે. જે આ પ્રમાણે છે.

પતંગનો ઈતિહાસ :
પતંગનો ઈતિહાસ લગભગ બે હજાર વર્ષ કરતા પણ વધુ જુનો હોય તેવું માનવા આવે છે. આના વિશે કોઈ હજી સુધીમાં લૈખિક પુરાવાઓ મળેલ નથી. એવું માનવામાં આવે છે કે સૌથી પહેલા ચીનમાં લખવામાં આવેલ જનરલ હાન હસીન, હાન રાજવંશ કારનામાં હતું. પરંતુ પતંગનો આવિષ્કાર કરવાથી અલગ-અલગ માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે સૌથી પહેલો આવિષ્કાર ચીનમાં કરવામાં આવ્યો હતો અને શાનડોંગ જે પૂર્વી ચીનનો વિસ્તાર છે, તે પતંગના ઘર તરીકે ઓળખવામાં આવતો હતો. એક પૌરાણિક કથાથી જાણવા મળે છે કે એક ચીની કિસાન તેની ટોપીને હવામાં ઉડી જવાથી તેને બચાવવા માટે દોરી બાંધી રાખતો હતો. આવી ધારણાની પહેલાથી પતંગની શરૂઆત થઇ હશે. એક બીજી પણ માન્યતા અનુસાર 5મી શતાબ્દીમાં દાર્શનિક મોઝી અને લુ બાન ને પતંગનો આવિષ્કાર કર્યો હતો, ત્યારે વાંસ અથવા રેશમના કપડાનો ઉપયોગ પતંગ બનાવવા માટે કરવામાં આવતો હતો.
એવું કહેવામાં આવે છે 549 AD કાગળની પતંગને ઉડાડવવામાં આવતી હતી કારણ કે તે સમયે કાગળની બનેલી પતંગ ‘ બચાવ અભિયાન ’ ના સંદેશ મોકલવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં એવું વર્ણન કરવામાં આવેલ છે કે માપણી કરવા, હવાનું પરીક્ષણ અને સિગ્નલ વગેરે કાર્ય કરવા માટે તેનો ઉપયોગ સેનામાં કરવામાં આવતો હતો. ફ્લેટ યાની ચપટી અને આયાતકાર જે સૌથી પહેલી ચીની પતંગ હતી.

ભારતમાં આવી રીતે પતંગનો ઉદભવ થયો :
મોટા ભાગના લોકો માને છે કે ચીની યાત્રાળુઓ ફાહિયાન અને હ્યુએન ત્સાંગ પતંગને ભારતમાં લાવવામાં મહત્વનો ભાગ ભજવેલ છે. જે ટીશું પેપર અને વાંસના ઢાસેથી બનાવવી હતી, લગભગ બધી પતંગનો આકાર એક સરખો હોય છે. આપણા દેશમાં વિભિન્ન ભાગોમાં અલગ-અલગ પદ્ધતિથી ઉજવવામાં આવે છે.
ભારતમાં ક્યારે-ક્યારે પંતગ ઉડાવવામાં આવે છે :
1. વસંત પંચમીમાં પતંગ ઉડાવવામાં આવે છે : પંજાબના વિસ્તારોમાં વસંત પંચમીના દિવસે ધૂમધામથી પતંગ મહોત્સ ઉજવવામાં આવે છે. પતંગને દોરી અને માંજાથી ઉડાડવામાં આવે છે. આ તહેવારમાં અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ તહેવાર હરિયાળી અને રંગીન પતંગોના રંગોની સાથે બહુજ ખુશીઓ લાવે છે.
2. ઉત્તરાયણ મહોત્સ : આ તહેવારની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવે છે. ભારતીય કેલેન્ડરના અનુસારથી, અર્થાત વસંત ઋતુનું આગમન થાય છે. આ કિસાનો માટે એક સંકેત છે કે સુરજ વાપસ આવે છે અને ખેતીનું મોસમનું આગમન થાય છે. ગુજરાત સિવાય દિલ્હી, બિહાર, પશ્વિમ બંગાળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં પણ આ તહેવાર ઉજવાય છે. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ વિદેશના લોકો ભાગ લેતા હોય છે. આ તહેવાર જાન્યુઆરી માસની ફિક્સ તારીખે ઉજવવામાં આવે છે.

3. દક્ષિણ ભારતમાં પોંગલ પર્વ પર પતંગ ઉડાવવામાં આવે છે : આ તહેવારમાં લોકો વધારે પતંગ ઉડાડવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકો દરિયા કિનારે પતંગ ઉડાવવાનું પસંદ કરે છે અને આનંદ લેતા હોય છે. અલગ-અલગ ફિલ્મ સ્ટાર અને કાર્ટુનની પતંગો બનાવીને, તેને ઉડાવીને જીવનમાં આનંદ માણતા હોય છે.
4. દિલ્હીમાં સ્વતંત્ર દિવસ પર પતંગ ઉડાવવામાં આવે છે : દિલ્હીમાં 15 ઓગસ્ટના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે. આ સૌથી લોકપ્રિય પરંપરા છે. આ લોકો એવું મને છે કે પતંગ ઉડાવવીએ સ્વતંત્રતાની ભાવનાનું પ્રતિક છે. 1927માં સાઈમન કમિશનરના વિરોધમાં ‘ગો બેક સાઈમન’ નો નારો આપવામાં આવ્યો હતો. તે વખતે દેશ ભક્તોએ પતંગ પર ગો બેક સાઈમન લખીને ઉડાવીને વિરોધ કર્યો હતો. ત્યાંરથી આ દિવસે પતંગ ઉડાવવામાં આવે છે.
દિલ્હીમાં જાન્યુઆરી માસમાં પણ પતંગ એટલે કે ફ્લાઈંગ ફેસ્ટીવલ ઉજવવામાં આવે છે. આ તહેવારમાં જુદા-જુદા દેશ વિદેશના લોકો ભાગ લેતા હોય છે. આ તહેવાર વિશેષ પ્રકારથી ઉજવવામાં આવે છે. આની શરૂઆત દિલ્હીના કનોટ પ્લેસની પાલિકા બજારની પાસે મનાવવામાં આવે છે. આ ફેસ્ટીવલમાં બે અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં, ફાઈટર કાઈટ ફેસ્ટીવલ અને સોમ્બર ડિસ્પ્લે ફ્લાઈંગ. જે ચેમ્પિયન થાય છે તેને રોમાંચક પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવે છે. તથા સ્પર્ધકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
આમ, ભારતમાં પતંગ ઉડાડવાની શરૂઆત થઇ હશે તેનું અનુમાન કરવામાં આવે છે. આ ઈતિહાસને લઈને કેટલીક અલગ-અલગ માન્યતાઓથી ઘેરાયેલ છે. પરતું ભારતમાં જુદા-જુદા તહેવારોમાં અને કેટલાક પ્રસંગો પર પતંગ ઉડાવવામાં આવે છે.