આજે દુનિયાની અંદર કોરોનાની મહામારીને લીધે લાખોની સંખ્યામાં લોકોના મૃત્યુ થઇ રહ્યા છે, અને દિવસેને- દિવસે કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. નોવેલ કોરોના વાયરસનું નામ WHO– વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ‘ COVID-19 ’ રાખવામાં આવેલ છે. આમાં, CO નો અર્થ કોરોના, VI નો અર્થ વાયરસ, D નો અર્થ ડીજીજ અને 19 નો અર્થ વર્ષને દર્શાવે છે. કારણે કે સૌથી પહેલા કોરોનાની જાણકારી 2019 માં પ્રાપ્ત થઇ હતી. પરતું આપણા મનમાં એવો સવાલ થાય છે આ બીમારીનું નામ કોણ રાખતું હશે ? શા માટે અને કેવી રીતે રાખવામાં આવતું હશે ? આવા સવાલો દરેક લોકોના મનમાં જરૂર થઈ છે. હવે આપણે આના વિશે માહિતી મેળવવાની છે જે નીચે પ્રમાણે આપવામાં આવેલી છે.

કોરના વાયરસની કોવીડ-19 એ અસંખ્ય વાયરસને એક સમૂહ છે. જે સ્તનધારી અને પક્ષીઓમાં ફેલાય છે. અત્યાર સુધીમાં એક કરોડની આસપાસ જેટલા લોકોનું મૃત્યુ થયું છે. અને 33 કરોડ જેટલા લોકો સંક્રમિત થયા હતા.
આખરે આ વાયરસનું નામ કોણે રાખ્યું અને શા માટે રાખ્યું :
એક વાયરસથી ફેતાલા રોગો અલગ-અલગ હોય છે. જેમ કે એચ.આઈ.વી જે વાયરસ છે પણ એઇડસ રોગનું કારણ બને છે. આવી જ રીતે ખસરા એક રોગ છે અને ફેલાવતા વાયરસનું નામ રૂબેલા છે. બીમારીઓને એક વિશે નામ એટલા માટે આપવામાં આવે છે કે તેની સંક્ર્મકતા, ગંભીરતા, અટકાવ અને ઉપચાર માટે સફળ દિશામાં પ્રયાસ કરવામાં આવે છે.
જો રોગનું નામ ના રાખવામાં આવે તો ડોકટરોને જાણવા માટે વધુ પરેશાન થવું ના પડે અને સારવાર કરવામાં તરત ખ્યાલ આવે છે. તેના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ ICD ( International Classification of Diseases ) માં નામાંકન કરવામાં આવે છે.

વાયરસોનું નામ કોણ રાખે છે :
વાયરસનું નામ તબીબી પરીક્ષણો, રસીઓ અને દવાઓનો વિકાસ સરળ કરવા માટે તેમના આનુવંશિક માળખાના આધાર પર રાખવામાં આવે છે. વાયરોલોજીસ્ટ અને અન્ય વૈજ્ઞાનિકો આમા કામ કરતા હોય છે. આ વાયરસનું નામ ઇન્ટરનેશનલ કમિટી ઓન ટૈક્સોનોમી ઓફ વાયરસ (ICTV) દ્વારા રાખવામાં આવ્યું છે.
કોરોના વાયરસનું નામ કોરોના કેમ રાખવા આવ્યું ;
કોરો શબ્દએ લીટીન ભાષાનો છે. જેનો અર્થ ક્રાઉન અને મુકુટ થાય છે. ‘ કોરોના ’ પ્લાજ્માની એક આભા પણ કહેવામાં આવે છે, જે સૂર્ય અને અન્ય સીતારાઓની ચારેય બાજુ ફરે છે. સૂર્યનું કોરોના બહારનું અંતરિક્ષમાં લાખો મીટર સુધી ફેલાય છે અને તેનાથી સરળ રીતે સૂર્ય ગ્રહણની વખતે જોવામાં આવે છે, પરતું આને કોરોનોગ્રાફની મદદથી એકદમ ચોખ્ખું દેખાય છે.

જયારે વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને માઈક્રોસ્કોપ દ્વારા જોવામાં આવ્યું તો વાયરસ, ક્રાઉન અને સૂર્ય જેવો દેખાતો હતો. હકીકતમાં આ વાયરસ ગોળ હોય છે અને તેની સપાટી પર સૂર્ય જેવા પ્રોટીનના સ્ટેન્ડ હોય છે. જે સૂર્યના કિરણોની જેમ દરેક દિશામાં ફેલાય છે. એટલા માટે આનું નામ કોરોના રાખવામાં આવ્યું છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ને 30 જાન્યુઆરી, 2020માં કોરોના વાયરસનું આધિકારિક નામ 11 ફેબ્રુઆરી, 2020 માં “ કોવીડ-19 ” રાખવામાં આવ્યું હતું. આશા રાખું છે કે તમને બધું બરાબર સમજાય ગયું હશે કે કોરોનાનું નામ કોરોના કેમ રાખવામાં આવ્યું હશે. જે તમે ઉપરની માહિતી વાંચીને તમે સમજી ગયા હશો.