ભારતની ક્રિકેટ ટીમના સૌથી પહેલા કેપ્ટન સી.કે. નાયડુ હતા. ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1932ની સાલમાં પદાર્પણ કરેલું હતું. જયારે પોરબંદરના મહારાજાની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઇગ્લેન્ડમાં ગઈ હતી. આ બંને ટીમો વચ્ચે 25 થી 28 જૂન 1932માં લોર્ડસના મેદાનમાં એક માત્ર ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્તમાન સમયમાં દુનિયામાં ફૂટબોલ રમત પછી બીજા નંબર પર ક્રિકેટનો સમાંવેશ થાય છે. જે રોચક ખેલ દિવસે-દિવસે બનતો જાય છે. સાથે આ ખેલમાં લોકપ્રિયતા વધવાનું કારણ ભારતમાં સૌથી વધુ વખત રમાય છે અને અહીયાના લોકો વધુ આ મેચો નિહાળે છે. તો હવે આપણે ભારતની પહેલી ટીમમાં ક્યાં ક્યાં ખેલાડીનો સમાવેશ થયો હતો તેના વિશે માહિતી મેળવવાની છે, જે નીચે પ્રમાણે આપવામાં આવેલ છે.

ભારતની પહેલી ટેસ્ટ મેચમાં આ ખેલાડીઓ હતા :
1. અમર સિંહ : અમર સિંહનો જન્મ 4 ડીસેમ્બર 1910માં રાજકોટમાં થયો હતો. તે મધ્યમ ગતિના જમણેરી બોલર અને નીચલા ક્રમના બેટ્સમેન હતા. 1932 થી લઈને 1936 સુધી તેણે 7 ટેસ્ટ મેચોમાં ભાગ લીધો હતો. જે ભારતના પહેલા ફાસ્ટ બોલર અને ઓલરાઉન્ડર હતા. તે ટેસ્ટ કપ હાસિલ કરનાર પહેલા ભારતીય હતા. ટેસ્ટ ક્રિકેટમાં અર્ધશતક અને સિક્સર લગાવનાર પહેલા ભારતીય હતા. 21 માર્ચ 1940 માં માત્ર 29 વર્ષની ઉમરમાં જામનગરમાં અવસાન થયું હતું.
2. સોરાબજી કોલ્હા : સોરાબજીનો જન્મ 22 સપ્ટેમ્બર 1902માં મુંબઈમાં થયો હતો. તે જમણેરી બેટ્સમેન હતા. 1932 થી લઈને 1933 ભારત તરફથી માત્ર બે મેચ રમ્યા હતા. તે ઓસ્ટ્રેલીયાઈ સર્વિસ એકાદશ સામે અને 1937માં લોર્ડ ટેન્સન ટીમની સામે પણ રમ્યા હતા. રણજીત ટ્રોફીમાં અને નવનગરનું પ્રતિનિધિત્વ કરેલું અને બોમ્બે પેટાંગુલરમાં પારસીઓના કપ્તાન હતા. 11 સપ્ટેમ્બર 1950માં 47 વર્ષની ઉંમરમાં અમદાવાદમાં અવસાન થયું હતું.
3. જહાંગીર ખાન : જહાંગીર ખાનનો જન્મ 1 ફેબ્રુઆરી, 1910માં પંજાબમાં આવેલ જલંધરમાં થયો હતો. આ જમણા હાથના મધ્યમ ગતિના ફાસ્ટ બોલર અને જમણા હાથના બેટ્સમેન હતા. 1932 થી લઈને 1936 સાલ સુધી ભારત માટે 4 ટેસ્ટ મેચ રમ્યા હતા. તેમને 1939-40માં અને 1941-42માં ભારતીય ક્રિકેટના પસંદગીકારની સેવા આપી હતી. 1947માં આઝાદી પછી તે પાકિસ્તાનમાં જતા રહ્યા હતા અને ત્યાં ક્રિકેટ સંચાલનનું કામ કરેલ. જહાંગીર ખાનના પુત્ર માજીદ ખાન અને તેના પૌત્ર બાજીજ ખાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કરેલ હતું. 23 જુલાઈ 1988માં 78 વર્ષની ઉંમરમાં લાહોરમાં તેનું અવસાન થયું હતું.
4. લાલ સિંહ : લાલસિંહનો જન્મ 16 ડીસેમ્બેર 1909માં કોઆલાલમ્પુર(મલેશિયા)માં થયો હતો. આ જમણા હાથના મધ્યમ ગતિના ફાસ્ટ બોલર અને જમણા હાથના બેટ્સમેન હતા. લાલસિંહ ભારત તરફથી માત્ર એક જ મેચ રમ્યા હતા. જે ભારત તરફથી ટેસ્ટ રમવા માટે પહેલા શીખ હતા. તેણે 1932માં ખેલવામાં આવેલ મેચમાં જબરદસ્ત ફિલ્ડિંગ કરીને ફ્રેક વુલીને રન આઉટ કરેલ. 19 નવેમ્બેર 1985માં 75 વર્ષની આયુષ્યમાં મલેશિયામાં અવસાન થયું હતું.

5. નાઓમલ જુમાલ : 17 એપ્રિલ 1904માં કરાચીમાં જન્મ થયો હતો. નાઓમલ જુમાલ જમણા હાથના બલ્લેબાજ અને જમણા હાથથી લેગ બ્રેક બોલર હતા. 1932 થી લઈને 1934 સુધી જુમાલ ભારત તરફથી ત્રણ મેચમાં ભાગ લીધો હતો. જે ભારતના પહેલા સલામી ઓપનીગ બેટ્સમેન હતા અને રમવાની શૈલી રચનાત્મક હતી. ભારત તરફથી પહેલી ફોર લગાવવાનો રેકોર્ડ છે. 1933-34 મદ્રાસ ટેસ્ટ મેચમાં નોબી ક્લાર્કની ગેંદ તેના ચહેરા પર લાગવાથી તે અન્ય બીજી મેચો રમી શક્યા ના હતા. 1950માં તે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બન્યા હતા અને 1957માં ટીમના પસંદગીકાર બન્યા હતા. 1971માં પાકિસ્તાનમાંથી ભારત આવ્યા હતા. 28 જુલાઈ 1980માં 76 વર્ષની ઉંમરે મુંબઈમાં તેનું અવસાન થયું હતું.
6. જનાર્દન નાવેલ : જનાર્દન નાવેલનો જન્મ 7 ડીસેમ્બેર 1902માં ફૂલ્ગાવ (મહારાષ્ટ્ર)માં થયો હતો. જે જમણા હાથના બેટ્સમેન અને ભારત તરફથી સૌ પ્રથમ રમવાવાળા વિકેટકીપર હતા. 1932 થી 1933 સુધીમાં બે ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. તેણે ભારત તરફથી સલામી ઓપનીગ બેટ્સમેનના રૂપમાં પહેલા બોલનો સામનો કર્યો અને પહેલો રન પણ કર્યો હતો. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ચીની મિલમાં સુરક્ષા ગાર્ડની નોકરી પણ કરી હતી. 7 સપ્ટેમ્બર 1979માં 76 વર્ષની ઉંમરમાં પુણેમાં તેમનું અવસાન થયું હતું.
7. સી.કે. નાયડુ : સી.કે. નાયડુનો જન્મ ૩1 ઓકટોબર 1895ના રોજ નાગપુરમાં થયો હતો. જે જમણા હાથના બેટ્સમેન અને જમણા હાથથી મધ્યમ ગતિના બોલર હતા. તે ભારત સૌ પ્રથમ વખતના ક્રિકેટ ટીમના કપ્તાન હતા. 1932 થી લઇને 1936 સુધીમાં 7 ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. તે ભારતના પ્રથમ ક્રિકેટર હતા, જેણે 1941માં બાથગેટ લીવર ટોનિક માટે જાહેરાત કરી હતી. 1956માં ભારત સરકાર તરફથી ત્રીજો સૌથી મોટો નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ(તે સમયમાં બીજા નંબરનો સૌથી મોટો નાગરિક સન્માન) એનાયત કરવામાં અઆવેલ હતો તથા તેમને 1923માં અધિકારીથી શાસક દ્વારા કર્નલના ખિતાબથી નવાજમાં આવ્યા હતા. જેનાથી તે કર્નલના નામથી ઓળખાતા હતા. 14 નવેમ્બર 1967માં 72 વર્ષની ઉંમરે ઇન્દોરમાં તેમનું અવસાન થયું હતું.
8. નજીર અલી : અજીર અલીનો જન્મ પંજાબમાં આવેલ જાલંધરમાં 8 જૂન 1906માં થયો હતો. જે જમણા હાથનાં આક્રમક બેટ્સમેન અને જમણેરી મધ્યમ ગતિના બોલર હતા. જેની ગણના સારા ફિલ્ડર તરીકે કરવામાં આવતી હતી. જેણે 1932 થી લઈને 1934 સુધી ભારત તરફથી બે ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. 1947માં ભારત આઝાદ થવાથી તે પાકિસ્તાન જતા રહ્યા હતા અને તે વિસ્તારના અધિકારી તરીકે નોકરી કરતા હતા. 18 ફેબ્રુઆરી 1975માં 68 વર્ષની ઉંમરમાં તેમનું અવસાન લાહોરમાં થયું હતું.

9. મોહમ્મદ નિસ્સાર : મોહમ્મદ નિસ્સારનો જન્મ 1 ઓગસ્ટ 1910માં પંજાબમાં આવેલ હોશિયારપુરમાં થયો હતો. જે જમણા હાથના બેટ્સમેન અને જમણા હાથનાં ફાસ્ટ બોલર હતા. તેને આઝાદી પહેલા ભારતના ફાસ્ટ બોલર તરીકે ગણના થતી હતી. ભારતના પહેલા ટેસ્ટ કેપ્ટન સી.કે.નાયડુના કહેવાથી 1932માં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ખેલવામાં આવેલ પ્રથમ મેચમાં આ ખેલાડી દ્વારા પ્રથમ બોલ ફેકવામાં આવ્યો હતો. જે બોલની ગતિ સૌથી વધુ હોવાથી ઓસ્ટ્રેલીયાની ટીમને પરેશાન કરનાર અંગ્રેજ બોલર હેરાલ્ડ લારવુડ બોલની ગતિ કરતા પણ ફાસ્ટ બોલ નાખ્યો હતો. જે ભારત તરફથી પહેલો બોલ નાખવાનો રેકોર્ડ છે. મોહમ્મદ નિસ્સાર અને અમરસિંહની જોડીને 1930ના દશકમાં સૌથી ખતરનાક માનવામાં આવતી હતી. તે ભારત તરફથી 6 ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. 1947માં ભારત આઝાદ થવાથી તે પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. 11 માર્ચ 1963ના રોજ 52 વર્ષની ઉંમરમાં તેમનું અવસાન લાહોરમાં થયું હતું.
10. ફિરોજ પાલિયા : મુંબઈમાં તેમનો જન્મ 5 સપ્ટેમબર 1910 માં થયો હતો. તે ડાબોડી બેટ્સમેન અને ડાબોડી મધ્યમ ગતિના બોલર હતા. 1932 થી લઈને 1936 સુધીમાં તેમણે ભારત તરફથી બે ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. 1932માં આયોજિત ભારતની પહેલી મેચમાં ફિલ્ડિંગ દરમિયાન ઘાયલ થવાથી બીજી વારિમાં 11માં સ્થાન પર બેટિંગ કરવા માટે આવ્યા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધ્યા પછી બેંગ્લોરમાં ફર્નિચરનો વ્યવસાય શરુ કર્યો હતો. 9 સપ્ટેમ્બર 1981ના રોજ 71 વર્ષની ઉંમરમાં તેમનું અવસાન બેંગ્લોરમાં થયું હતું.
11. વજીર અલી : વજીર અલીનો જન્મ 15 સપ્ટેમ્બર 1903માં પંજાબમાં આવેલ જલંધરમાં થયો હતો. જે જમણા હાથના બેટ્સમેન અને જમણા હાથના મધ્યમ ગતિના ફાસ્ટ બોલર હતા. 1932થી લઈને 1936 સુધીમાં તેણે ભારત તરફથી 7 ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. બીજા વિશ્વ યુદ્ધ પહેલા ભારત દ્વારા ખેલવામાં આવેલ તમામ ટેસ્ટમાં વજીર અલીએ ભાગ લીધેલ હતો. 1935- 36માં ઓસ્ટ્રેલીયાની સામે ખેલવામાં આવેલ બે મુકાબલા માટે ટેસ્ટ ટીમના કપ્તાન રહ્યા હતા. ભારતીય ટીમમાં સામેલ થયેલ ખેલાડી નજીર અલીનાં મોટા ભાઈ હતા. 1947માં ભારત આઝાદ થવાથી અતે પાકિસ્તાન જતા રહ્યા હતા. 17 જૂન 1950ના રોજ 46 વર્ષની ઉંમરમાં કરાચીમાં તેમનું અવસાન થયું હતું.