ભારતીય પોલીસ આપણી કાનુન વ્યવસ્થાનો મહત્વનો ભાગ છે. પોલીસ આપણી સૌની સુરક્ષા માટે 24 કલાક તત્પર રહે છે. મોટા ભાગે આપણે પોલીસને તેની વર્દીથી ઓળખાતા હોઈએ છીએ. શું તમે ક્યારે એવો પણ વિચાર મનમાં કર્યો છે કે પોલીસની વર્દીનો રંગ હંમેશા ખાખી શા માટે હોય છે ? કેવી રીતે પોલીસના યુનિફોર્મની શરૂઆત થઇ હશે ? તો હવે આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. જે આ પ્રમાણે આપવામાં આવેલ છે.

વિશ્વના દરેક દેશોમાં કાનુની વ્યવસ્થા કરવા માટે પોલીસના સમૂહની રચના કરવામાં આવતી હોય છે. આ પોલીસના કારણે આપણે શાંતિથી રાતે સુઈ શકીએ છીએ. કોઈ પણ તહેવાર હોય, દિવસ હોય કે રાત દરેક ક્ષણે પોલીસ આપડી સુરક્ષામાં રહે છે. પોલીસની ખાખી વર્દીએ તેની ઓળખાણ માનવામાં આવે છે. બસ ફર્ક એટલો છે કે આનો રંગ થોડો હલકો અને ક્યાંક વધારે ઘાટો હોય છે. જેના કારણે દુરથી તેની ઓળખાણ થઇ જાય છે. પરતું તમે ક્યારે આના વિશે વિચાર્યું નહી હોય. આ વર્દીને શા માટે બીજો કોઈ રંગ આપવામાં આવ્યો નહી હોય ? આવો સવાલ તમારા મનમાં ચોક્કસ થવો જોઈએ.
પોલીસની વર્દીનો રંગ શા માટે ખાખી હોય છે :
જયારે ભારતમાં બ્રિટીશનું સામ્રાજ્ય હતું. ત્યારે તેની પોલીસ સફેદ રંગની વર્દી પહેરતી હતી. પણ ત્યારે નોકરીનો સમય વધુ હોવાથી આ વર્દી બહુજ મેલી થઇ જાય છે. જેના કારણે આ પોલીસવાળા પરેશાન થઇ જતા હતા. કેટલીય વખત આ ગંદકીને છુપાવવા માટે બીજા વિભિન્ન રંગો આની પર નાખતા હતા. આનાથી પરેશાન થઇને અધિકારીઓએ ખાક રંગની ડાઈ તૈયાર કરાવી હતી. ખાખીનો રંગ હળવો અને પીળો તથા ભૂરા રંગનું મિશ્રણ છે. જેનાથી તેણે ચાના પાંદડાનું પાણી અથવા કોર્ટન ફેબ્રિક કલરને ડાઈની જેમ ઉપયોગ કરવાથી આ વર્દીનો રંગ ખાખી થઈ ગયો હતો.

ખાખી શબ્દનો અર્થ ‘ ગંદી માટીનો રંગ ’ પછી આ ખાક રંગની ડાઈ લગાવવાથી પોલીસની વર્દી પર ધૂળ, માટી અને ડાઘ વગેરે ઓછા જોવા મળતા હતા. ઈ.સ. 1847માં સર હૈરી લમ્સડેનમે અધિકારીના રૂપમાં ખાખી રંગની વર્દીને અપનાવી હતી અને ત્યારથી ભારતીય પોલીસમાં પણ ખાખી રંગની વર્દીનો ઉપયોગ થવા લાગ્યો હતો. સર હૈરી લમ્સડેને ખાખી વરદીને અપનાવવાનું કારણ પાછળ પણ એક રહસ્ય રહેલ છે. જે આ પ્રમાણે છે.
સર હેનરી લોરેન્સ ઉત્તર-પશ્વિમ વિસ્તારના ગર્વનરના એજન્ટ હતા અને લાહોરમાં રહેતા હતા. જેણે ક્રોપ ઓફ ગાઈડસ ફોર્સની રચના ડીસેમ્બર 1846માં કરવામાં આવી હતી. જે વખતે ભારતની રેજીમેન્ટ હતી. જે ઉત્તર-પશ્વિમ સીમા પર સેવા કરવા માટે બનાવવામાં આવી હતી. ત્યારે તે સમયમાં સર હૈરી લમ્સડેને કમાન્ડર અને વિલિયમ હડસનને સેંકડ ઓફ કમાન્ડર બનાવ્યા હતા, અને ક્રોપ ઓફ ગાઈડસ ફોર્સને વધારવાની જવાબદારી આપવામાં આવી હતી. શરૂઆતમાં આ ફોર્સના જવાનો લોકલ ડ્રેસમાં ડયુટી કરતા હતા. પરતું 1847 માં સર હૈરી લમ્સડેનની કોશિષના કારણે બધાને ખાખીની વર્દી પહેરવામાં આવી હતી. ત્યાર પછી આર્મીના રેજીમેન્ટ અને પોલીસને ખાખી વર્દીને અપનાવી હતી. જે આજે પણ ભારતમાં પહેરવામાં આવે છે.

પોલીસ વર્દીનો ઈતિહાસ :
BPRD (Bureau of Police Research and Development) મૈન્યુઅલ ના અનુસારથી પહેલી પોલીસ જે લંડન મેટ્રોપોલિટન પોલીસ હતી. જેણે 1829 માં ડાર્ક બ્લ્યુ રંગનો યુનિફોર્મ બનાવ્યો હતો, જે પેરામિલીટ્રી સ્ટાઈલમાં યુનિફોર્મ હતો. બ્લ્યુ રંગ આ કારણથી રાખવામાં આવ્યો હતો કે તે વખતે બ્રીટીશની આર્મી લાલ અને સફેદ રંગનો યુનિફોર્મ પહેરતી હતી. આનાથી અલગ દેખાવા માટે બ્લ્યુ રંગની પસંદગી કરવામાં આવી હતી. લંડન પોલીસના યુનિફોર્મને જોઈએ ને અમેરિકા અને અન્ય દેશોએ પોલીસના યુનિફોર્મ અપનાવવાનું ચાલુ કર્યું હતું.