તમે ઘણીવાર ફિલ્મ જોવો છો, ત્યારે અદાલતનો સીન આવતો હોય છે. ત્યારે અદાલતમાં કોઈક વાર ગવાહી આપવા માટે જે વ્યક્તિને બોલાવવામાં આવે છે, તેને કટઘરમાં ઉભા રાખીને કોઈ પણ કિતાબ ઉપર હાથ રાખીને કસમ લેવાની હોય છે. તમેં શું આના વિશે જાણો છો કે આ પ્રથા ક્યારે શરૂ થઇ અને અત્યારે કેમ ચાલુ છે ? આવો સવાલ શું તમને કોઈ દિવસ થયો છે શું ખરું ? તો હવે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.

અદાલતમાં કસમ ખાવાનો ઈતિહાસ :
ભારતમાં જયારે મુગલો અને અન્ય શાસકોનું શાસન હતું ત્યારે ધાર્મિક કિતાબો પર હાથ રખાવીને શપથ લેવાની પ્રથા ત્યારે તે સમયમાં ખુબ જ પ્રમાણમાં પ્રચલિત હતી. જો કે આજ સુધી તે અદાલતની પ્રથા હતી. તે માટે કોઈ કાયદો ના હતો. પરતું બ્રિટીશ સરકારે તેને ભારતીય ઓથ અધિનિયમ, 1873માં પસાર કર્યો હતો અને તેનો અમલ તમામ અદાલતોમાં કરવામાં આવ્યો હતો.
અદાલતમાં શપથ લેવાની આ પ્રથા સ્વતંત્ર ભારતમાં 1957 સુધીમાં શાહી યુગની અદાલતો જેવી કે બોમ્બે હાઇકોર્ટમાં નોન હિંદુ અને નોન મુસ્લિમ માટે તેના પવિત્ર ધર્મના કિતાબો પર હાથ રખાવીને કસમ લેવાની પ્રથા ચાલુ હતી. અત્યારે હવે ધર્મનિરપેક્ષ બનાવી દેવામાં આવેલ છે. હિંદુ, મુસ્લિમ, સીખ, પારસી અને ઈસાઈ વગેરે માટે અલગ-અલગ કિતાબો અને શપથને બંદ કરવામાં આવેલ છે.
સર્વ માટે એક સમાન પ્રથા :
‘ હું ઈશ્વરના નામ પર શપથ લઉં છું. / ઈમાનદારીથી બોલું છું કે સત્ય, સંપૂણ સત્ય અને સત્ય સિવાય બીજી કાઈ પણ જાણતો નથી’ અહિયાં એ બતાવવું જરૂરી છે કે નવા કાયદા મુજબ, ઓથ એકટ 1969 માં જોગવાઈ છે કે જો 12 વર્ષથી નીચેની ઉમર હોય તો તેના પર શપથની વિધિ કરવમાં આવતી નથી. કારણ કે એવું માનવામાં આવે છે કે બાળક ભગવાનનું રૂપ હોય છે.

સાક્ષીને કસમ શા માટે લેવડાવે છે ? :
જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિને જો કસમ ના દેવાના આવે ત્યાં સુધી તે વ્યક્તિ સાચું બોલતો નથી. પરંતુ જો તેને જો કસમ આપવામાં આવે તો તે સત્ય બોલવા માટે મજબુર થાય છે. તેથી અદાલતમાં સાક્ષી જજની સામે કસમ ખાય છે – જે પણ કહીશ તે સત્ય સિવાય બીજું કાઈ પણ નહી બોલું. જે કાનુનમાં ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. અને જો ખોટું બોલતા પકડાય જાય તો તેને સજા પાક્કી થઇ શકે છે.
ઘણા મામલામાં શપથના બે પ્રકારની લેવામાં આવતી હોય છે : 1) શપથ બોલીને (On Oath). 2) શપથ લખીને (On Affidavit) જો કોઈ વ્યક્તિ શપથ ખાઈને ખોટું બોલતો હોય તો ઇન્ડિયન પૈનલ કોડના સેક્શન 193ની જોગવાઈ પ્રમાણે- આ કાનુન અપરાધ છે અને ખોટું બોલવા માટે 7 વર્ષની સજા દેવામાં આવે છે. આટલું જ નહી આ કલમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ ન્યાયિક કાર્યવાહીની કોઈ પણ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી કોઈ પણ ન્યાયિક કાર્યવાહી અથવા ખોટા પુરાવા આપનાર કોઈ પણ સાક્ષીને 7 વર્ષની જેલ અને દંડની સજા પણ થઇ શકે છે.

તમે નોધ્યું હશે કે જયારે પણ તમે કોર્ટમાં એફિડેવિટ કરાવો છો. (તમે સોગંદ લો છો કે હું જે લખી રહ્યો છું તે સાચું છે) વકીલ એજ નામ લખે છે જે તમે કહો છો. તે નામની ખરાઈ કરતો નથી કારણ કે તે જાણે છે કે જે એફિડેવિટ હશે તે લખશે. તેમાં જો ખોટું હશે તો તમે જવાબદાર રહેશો અને જેલમાં જશો.
ટુકમાં, એવું કહી શકાય છે કે જુના જમાનમાં લોકો ધાર્મિક અને મુલ્યવાન ગુણધર્મો ધરાવતા હતા. તેથી રાજાઓ અને અંગ્રેજો ભારતીય ધાર્મિક આસ્થાનો ઉપયોગ કરીને લોકો પાસે સત્ય બોલાવતા હતા. જેના કારણે સમાજમાં અપરાધ ઓછા થાય અને અપરાધીને કડક સજા લોકોની વચ્ચે કરવામાં આવી હતી. જે આ સજા જોઈને બીજા લોકો અપરાધ કરતા પેહેલા સો વાર વિચાર કરે.
ભારતીય કાનુનમાં ગીતા, કુરાન કે અન્ય બીજા ધાર્મિક કિતાબોનો કોઈ ઉલ્લેખ નથી. પરતું ફિલ્મોમાં પ્રાચીન સમયની પ્રથા દેખાડવામાં આવે છે. જેમાં સાક્ષીને ગીતા કે કુરાન પર હાથ રખાવીને કસમ આપવામાં આવતી હોય છે. આ વાત તમે ખુબ જ આસાનીથી સમજી શકો છે, જો લોકો ગીતા કે કુરાન પર હાથ રાખીને સાચું બોલતા હોય તો આજે ભારતની અદાલતોમાં 3.3 કરોડથી પણ વધારે કેસો પેન્ડીંગમાં ના હોત.
વર્તમાન સમયમાં ના તો ગીતા કે કુરાનના પવિત્ર કિતાબો રાખવામાં આવતી નથી અને કોઈનો હાથ કિતાબ પર રાખીને કસમ આપવામાં આવતી નથી. પરતું વર્તમાન સમયમાં અદાલતોની અંદર ભારતીય સંવિધાન નામનું એક માત્ર પવિત્ર પુસ્તક રાખવામાં આવે છે.