ભારતમાં વિભિન્ન પ્રકારના વાહનો ચલાવવા માટે અલગ-અલગ પ્રકારના ડ્રાઈવિંગ લાઇસન્સની જરૂર પડતી હોય છે. શું તમે જાણો છો કે જો તમારી પાસે ભારતનું ડ્રાઈવિંગ લાઇસન્સ હોય તો તમે આ દેશોમાં પણ ડ્રાઈવિંગ કરી શકો છો. તો ચાલો આપણે જાણીએ કે ક્યાં ક્યાં દેશોમાં આવું થાય છે. ભારતમાં ટુ વ્હીલ, ફોર વ્હીલર્સ અને કોમર્શિયલ વ્હીકલ વગેરે વાહનો ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઇસન્સની જરૂરિયાત રહે છે. કોઈ પણ વ્યક્તિ પાસે જો ડ્રાઈવિંગ લાઈસન્સ હોય તો તેને જે પ્રકારનું ડ્રાઈવિંગ લાઇસન્સ કાઢવેલ હોય તો તે વાહન આ દેશોમાં ચાલી શકે છે. જેની માહિતી આ પ્રમાણે આપવામાં આવેલ છે.

1. ઓસ્ટ્રેલીયા : ઓસ્ટ્રેલીયામાં પણ ભારતની જેમ જો તમારી પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ હોય તો વાહન ચલાવવા દેવામાં આવે છે. ત્યાં રસ્તાની ડાબી બાજુ પર વાહન ચલાવવામાં આવે છે. જો તમારી પાસે ભારતીય લાઇસન્સ અગ્રેજીમાં હોય તો તમે ક્વીન્સલેન્ડ, ન્યુ સાઉથ વેલ્સ, દક્ષિણ ઓસ્ટ્રેલીયા, ઉત્તર વિસ્તાર અને ઓસ્ટ્રેલિયાની રાજધાનીના વિસ્તારમાં તમે તમારી ગાડી ચલાવી શકો છે, અહિયાં ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગની પણ જરૂર પડે છે.
2. અમેરિકા : જયારે ભારતમાં વાહનો સડકની ડાબી બાજુ પર ચાલે છે, ત્યારે અમેરિકામાં સડકની જમણી બાજુ પર વાહન ચલાવવામાં આવે છે. જો તમારે પાસી ભારતનું ડ્રાઈવિંગ લાઇસન્સ અંગ્રેજીમાં હોય તો તમે એક વર્ષ માટે તમે અમેરિકામાં વાહન ચલાવી શકો છો. જો તમારી પાસે લાઇસન્સ અંગ્રેજીમાં ના હોય તો તમારે ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગની પરમીશની સાથે ફોર્મ 1-97ની નકલ રાખવી પડે છે.

3. ફ્રાંસ : આ દેશમાં તમે સડકની જમણી બાજુ પર તમારું વાહન ચલાવી શકો છો. જો તમારી પાસે ભારતીય ડ્રાઈવિંગ લાઇસન્સ હોય તો તમે અહિયાં એક વર્ષ માટે વાહન ચલાવવાનો આનંદ માણી શકો છો. લાઇસન્સની ફેન્ચની નકલ તમારી પાસે રાખવી પડે છે.
4. જર્મની : જર્મનીમાં પણ સડકની જમણી બાજુ પર વાહન ચલાવવામાં આવે છે. આ દેશમાં તમે 6 મહિના માટે તમારું વાહન ચલાવી શકો છો, જો તમારી પાસે ભારતનું ડ્રાઈવિંગ લાઇસન્સ હોત તો. આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાઇસન્સની જરૂર રહેતી નથી. જો તમારી પાસેલાઇસન્સ અંગ્રેજીમાં ના હોય તો તમને દુતવાસમાંથી ટ્રાન્સલેશન કરાવી શકો છો. તમારી સાથે જે વાહન જે તેના બધા ડોક્યુમેન્ટ તમારી સાથે હોવા જોઈએ.
5. મોરેશિયસ : જો તમારી પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ અગ્રેજીમાં અને ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગની પરવાનગી હોય તો તમે એક દિવસ માટે આ નાના દેશમાં ફરી શકો છો. અહિયાં રસ્તાની ડાબી બાજુ ડ્રાઈવિંગ કરવામાં આવે છે.
6 . નોર્વે : આ દેશને ‘ મિડનાઈટ સન ’ ની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આ દેશમાં સડકની જમણી બાજુમાં ડ્રાઈવિંગ કરવામાં આવે છે. જો તમારી પાસે ભારતની લાઇસન્સ અગ્રેજીમાં હોય તો માત્ર 3 માસ પુરતી તમને વાહન ચલાવવા દેવામાં આવે છે.

7. ન્યુઝીલેન્ડ : ભારતીય ડ્રાઈવર, ડ્રાઈવિંગ લાઇસન્સના આધારે ત્યારે જ અહિયાં ડ્રાઈવિંગ કરીશે, જયારે તેની ઉમર 21 વર્ષ અથવા તેના કરતા વધુ હોવી જોઈએ. સડકની ડાબી બાજુ વાહન ચલાવવામાં આવે છે. લાઇસન્સ અંગ્રેજીમાં હોવું જોઈએ અથવા ન્યુઝીલેન્ડ ટ્રાન્સપોર્ટ એજન્સી પાસેથી ટ્રાન્સલેશન કરાવેલું જોઈએ.
8. સ્વિઝરલેન્ડ : આ દેશમાં રસ્તાઓ બરફથી ઢંકાયેલા હોય છે. અહિયાં રસ્તાની જમણી બાજુ વાહન ચલાવવામાં આવે છે. અહિયાં તમે ભારતના ડ્રાઈવિંગથી એક વર્ષ માટે વાહન ચલાવી શકો છો. તમારું લાઇસન્સ અંગ્રેજીમાં હોવું જરૂરી છે.
9. દક્ષિણ આફ્રિકા : દક્ષિણ આફ્રિકામાં રસ્તાની ડાબી બાજુ વાહન ચલાવવામાં આવે છે. તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ અંગ્રેજીમાં જ હોવું જોઈએ. વળી, તમારી પાસે ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગની પરવાનગી હોવી જોઈએ. કારણ કે ત્યાના વાહનો કંપનીઓ ભાડે આપતી વખતે પણ ઇન્ટરનેશનલ પરવાનગી માંગે છે.
આમ, તમને એવું જાણવા મળ્યું હશે કે ભારતનું ડ્રાઈવિંગ લાઇસન્સ ફક્ત ભારતમાં નહી પણ વિદેશોમાં પણ ચાલે છે અને ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. તને તમારું વાહન દેશ અને દેશની બહાર પણ આનંદથી ચલાવી શકો છો.