ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાન અને ચીનને ગર્ભિત ધમકી આપી દીધી છે. ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ મામલે એક સભાને સંબોધતા અજીત ડોભાલે આ ધમકી આપી છે. દશેરાના અવસર પર અજીત ડોભાલ સંતોની એક સભામાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી તેમણે કહ્યું હતું કે આ ભારત હવે નવું ભારત છે જે ભારતમાં જ નહિ પણ વિદેશની ધરતી પર જઈને પણ લડી શકે છે. જ્યાં તેને ખતરો દેખાય ત્યાં લડી શકે છે.

અજીત ડોભાલજી ઉતરાખંડમાં ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમમાં સંબોધન કરતી વખતે આ ધમકી આપી છે. તેમને કહ્યું છે કે અમે કોઈ પર આક્રમણ કર્યું નથી, પરતું ખતરો દેખાય ત્યાં આક્રમણ કરે છે. આગળ તેમણે કહ્યું હતું કે અમે કોઈ પણ મુકાબલાનો સામનો કરવા માટે તૈયાર છીએ. અમે ત્યાં લડીશું જ્યાં તમારી ઈચ્છા છે.

અજીત ડોભાલે કહ્યું હતું કે અમે અમારા સ્વાર્થ માટે યુદ્ધ નથી કર્યું પરંતુ અમે યુદ્ધ તો કરીશું. અમારી જમીન પર પણ કરીશું અને બાહર પણ કરીશું. પરંતુ અમારા સ્વાર્થ માટે નહી પરંતુ પરામર્શ માટે યુદ્ધ કરીશું. માનવામાં આવી રહ્યું છે કે અજીત ડોભાલે આ નિવેદનથી પાકિસ્તાન અને ચીનને કડક સંદેશો આપી દીધો છે. આ યુદ્ધ માટેનો આગામી સંદેશો માનવામાં આવી રહ્યો છે. અજીત ડોભાલ દેશમાં અને વિદેશની ધરતી પર ખુબ કુશળતા પર ફરજ બજાવવામાં માહેર ગણાય છે.

આ પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે કોરિયન યુદ્ધની વર્ષ ગાંઠ પર રાષ્ટ્રવાદી સંદેશો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે ક્યારેય રાષ્ટ્રીય સંપ્રભુતા, સુરક્ષા અને વિકાસ હિતોને નુકશાન પહોચાડવાની કોઈને મંજુરી આપીશું નહિ. જીનપીંગે કહ્યું હતું કે અમે કોઈને અમારા દેશમાં ઘુસણખોરી અને અમારી પવિત્ર માતૃભૂમિના વિભાજનની મંજુરી આપીશું નહિ. ચીન કોઈ પણ સ્થિતિમાં પ્રતિકાર કરશે. આ ચીનનું નિવેદન ભારત,અમેરિકા અને તાઈવાન માટે હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ નિવેદનને લઈને હવે અજીત ડોભાલે પ્રતિક્રિયા આ સભાના નીવેદનમાં આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અજીત ડોભાલનું હાલનું નિવેદન ધમકી ભર્યા નીવેદન તરીકે ચીન અને પાકિસ્તાન માટે મહત્વનું હોવાનું અને યુદ્ધનો સંદેશો હોવાનું માનવામાં આવી રહ્યું છે.