જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના ત્રિરંગા વાળા નિવેદનથી હંગામો મચી ગયો છે. મહેબુબાના આ નિવેદનથી ભાજપ આક્રમક મુડમાં આવી ગયું છે. મહેબુબાના આ નિવેદનના વિરોધમાં બીજેપી સવારથી શ્રીનગરથી કુપવાડા સુધી ત્રિરંગા યાત્રા કાઢી રહી છે. જ્યાં કુપવાડામાં ભાજપના કાર્યકર્તાઓએ શ્રીનગરના પ્રખ્યાત લાલચોકમાં પહોચીને ત્રિરંગો ધ્વજ ફરકાવવાની કોશિશ કરી હતી.

પરંતુ તે સમયે ભાજપ કાર્યકર્તાઓને પોલીસે ધરપકડ કરી લીધી છે અને 4 ભાજપ કાર્યકર્તાઓને હિરાસતમાં લીધા છે. આ વિવાદનો મૂળ મામલો મહેબુબા મુફ્તીનું નિવેદન છે, જેમને થોડા દિવસો પહેલા એક નિવેદન આપ્યું હતું તેમાં તેણીએ કહ્યું હતું કે જ્યાં સુધી કાશ્મીરમાં ફરી વખત 370 નહિ આવે અને જમ્મુ કાશ્મીરનો જ ઝંડો ફરી વખત લાગુ નહિ કરવામાં આવે ત્યાં સુધી અને ભારતનો ધ્વજ નહિ ઉઠાવીશું અને નહિ ફરકાવીશું. જો ભારતનો જો જમ્મુ કશ્મીરનો ધ્વજ ફરીવખત લાગુ કરવામાં આવશે તો અમે ત્યારબાદ જ અમે બંને ઝંડા સાથે ફરકાવીશું. આ નિવેદનથી ખુબજ વિવાદ થઇ ગયો છે.

આ પહેલા ભાજપના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિધાર્થી પરિષદના કાર્યકર્તાઓએ રાષ્ટ્રધ્વજ પર વિવાદિત નિવેદનને લઈને મહેબુબા મુફ્તીના વિરુદ્ધ જમ્મુમાં આવેલા પીડીપી કાર્યાલય બહાર ખુબ પ્રદર્શન કર્યું હતું. આજે પ્રદર્શનનો બીજો દિવસ છે, જમ્મુના પીડીપી ઓફીસ આગળ થોડા યુવાનોએ ત્રિરંગો ફરકાવ્યો હતો, અને મહેબુબા વિરુદ્ધ નારેબાજી કરી હતી.

આ મામલાનું મૂળ જોતા કેદમાંથી મુક્ત થયા બાદ મહેબૂબાએ એલાન કર્યું હતું કે હું જમ્મુ કાશ્મીર સિવાય અન્ય કોઈ ધ્વજ નહિ ઉઠાવું. મહેબુબાએ કહ્યું હતું કે જયારે અમારો ઝંડો ફરીવખત આવશે ત્યારે જ અમે ભારતના ધ્વજને ઉઠાવીશું. પરંતુ જ્યાં સુધી અમારો ઝંડો જે ડાકુઓએ જપ્ત કરેલો રાખશે ત્યાં સુધી અમે દેશના ત્રિરંગાને હાથ નહિ લગાવીએ. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું હતું કે આ ઝંડો અમારી જમ્મુ કાશ્મીરની ઓળખ છે.

હાલમાં જમ્મુ કશ્મીરમાં પીડીપી, નેશનલ કોંગ્રેસ સહીત ઘણી પાર્ટીઓને કેન્દ્ર સરકાર વિરુદ્ધ કલમ 370 ફરી વખત લાગુ કરવા માટે માંગ કરી રહ્યા છે. આ માટે અનેક પાર્ટીઓ એકજૂથ થઇ છે. ભાજપ પાર્ટીએ મહેબુબા મુફ્તીના આ નિવેદનને દેશ દ્રોહી બતાવ્યું છે. ભાજપે કહ્યું છે કે દુનિયાની કોઈ તાકાત એ ઝંડાને ફરીથી નહિ ફરકાવી શકે અને 370 ફરી વખત નહિ લાવી શકે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ કહ્યું છે કે’ હું ઉપ રાજ્યપાલ મનોજ સિંહને વિનંતી કરું છું કે જે દેશ દ્રોહી નીવેધન કરવા બદલ મહેબુબાને સજા કરે અને તેને જેલ મોકલી આપવામાં આવે.