ભાજપ સરકાર દ્વારા બિહારની ચૂંટણીમાં એક નિવેદન પર હોબાળો થઇ ગયો છે કે જેમાં સરકાર દ્વારા ચૂંટણી ઢંઢેરામાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ચૂંટણી જીત્યાબાદ રાજ્યના તમામ લોકોને કોરોનાની રસી ફ્રીમાં આપવામાં આવશે. આ બાબતે ચૂંટણીવાળા રાજ્યમાં ફ્રીમાં વેક્સીન આપવામાં આવશે તો બીજા રાજ્યો સાથે ભેદભાવ સરકાર કરી રહી હોવાના આક્ષેપો વિપક્ષો દ્વારા કરવામાં આવતા અંતે વેક્સીન મામલે સરકારે ચોખવટ કરી હતી. જેમાં આ મામલે કેન્દ્રિય મંત્રી પ્રતાપ સારંગીએ દાવો કર્યો કે દેશના તમામ લોકોને ફ્રીમાં વેક્સીન આપવામાં આવશે.

સારંગીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે સરકાર વેક્સીન પર 500 રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. તેમને એક ચૂંટણી બાદ આ મામલે દાવો કર્યો છે, જેમાં ઓડીશાના બાલાસોરમાં ૩ નવેમ્બરે ચૂંટણી છે. ત્યાં તેઓ મીટીંગમાં ગયા હતા ત્યાં તેમને આ નિવેદન આપ્યું છે. ઓડીશાના ફૂડ સપ્લાઈ એન્ડ કન્ઝ્યુમર વેલ્ફેર મંત્રી આરપી સ્વૈનના સવાલના જવાબમાં દેશભરમાં કોરોના વેક્સીન ફ્રીમાં આપવાની વાત કહી હતી.
અત્યાર સુધીમાં તમિલનાડું, મધ્યપ્રદેશ, અસમ, પુન્ડુંચેરીની રાજ્ય સરકારોએ પોતાના નાગરિકોને મફતમાં રસીની જાહેરાત કરી છે, તો દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે પણ મફતમાં રસી આપવાની અપીલ કરી છે. હાલમાં સરકારે કોવીડ 19 અંગેની નીતિઓ અંગે કામ કરવાનું શરુ કરી દીધું છે. હાલમાં અત્યાર સુધીમાં કોવીડ 19 માટેના બજેટનો 50 હજાર કરોડ રૂપિયાના બજેટનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

ભારત દેશમાં ત્રણ કંપનીઓ કોરોનાની રસી બનાવી રહી છે. ભારતમાં આ રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલને મંજુરી મળી ગઈ છે. આ રસીની બિહારની ચુંટણી મામલે નિવેદન બાદ શિવસેનાએ પણ ભાજપ કોરોના મામલે પણ રાજનીતિનો લાભ લઈ રહી હોવાનો આરોપ મુક્યો છે, શિવસેનાએ કહ્યું કે શું બિહારમાં ફ્રીમાં રસી આપવામાં આવશે તો શું બીજા રાજ્યો બહારથી આવ્યા છે. આ માટે કેન્દ્રીય મંત્રીએ મફતમાં સમગ્ર દેશમાં રસી આપવાની જાહેરાત કરી ચુક્યા છે, જોકે સતાવાર કેન્દ્ર સરકારથી આ જાહેરાત થઇ નથી પરંતુ જો દેશના હિતમાં નિર્ણય હશે તો સમગ્ર દેશમાં ફ્રીમાં રસી સરકારે આપવી પડશે અને કોરોના મહામારી ખુબ મોટી મહામારી છે એટલા માટે સરકારે આ મામલે પગલા લેવા તેની જવાબદારી બને છે.

હાલમાં કોરોનાના રોજના 80 હજાર જેટલા કેસો આવી રહ્યા છે અને આવનારા સમયમાં કેસો વધવાની સંભાવના WHO કરી ચુક્યું છે અને અનેક સંસોધન રીચર્સ કરનાર સંસ્થાઓએ પણ સંવેદનશીલ કેસો વધવાની સંભાવના વ્યક્ત કરી છે એટલે આવનારા સમયમાં સરકારે વહેલી તકે રસીનું નિર્માણ હાથ ધરવું જોઈએ. પરંતુ હાલમાં સરકાર કોરોના સંકટનો પણ રાજનીતિક લાભ ઉઠાવી રહી હોવાના આરોપો વિપક્ષો લગાવી રહ્યા છે કે કારણ કે બીજા અનેક રાજ્યોમાં ચૂંટણી નથી તો શું ત્યાં રસી ફ્રીમાં કેમ નહિ આપે, પરંતુ અનેક રાજ્યો પણ ફ્રીમાં રસી આપવાની જાહેરાત કરી ચુક્યા છે.