દિલ્હીના ભવિષ્ય જાણકાર ભવિષ્ય વેત્તા મનીજા આહુજાએ આગાહી કરી છે કે 2021ના ફેબ્રુઆરી- માર્ચ ની આસપાસ ભારતનું ચીન અથવા પાકિસ્તાન સાથે યુદ્ધ થઈ શકે છે. તેમણે આગાહી કરતા કહ્યું છે કે 2021ના ફેબ્રુઆરીની 12મી થી 27મી તારીખ સુધી ખુબ સંવેદનશીલ દિવસો ગણવામાં આવી રહ્યા છે. નવેમ્બરથી ચીન સાથેના સંબંધો ખરાબ થવા લાગશે અને તેની અસર 2021ના માર્ચ સુધીમાં દેખાઈ આવશે. જેમાં ભારત ચીન અને પકિસ્તાન સાથે યુદ્ધ થવાની શક્યતા છે.

આ યુદ્ધની આગાહીમાં મનીજા આહુજાએ કહ્યું છે કે તેમાં ભારતનો વિજય થશે અને ચીન અને પાકિસ્તાન બંનેની હાર થશે. જો કે ભારતને ખુબ નુકશાન થવાની શક્યતા છે સાથે આ યુધ્ધમાં ભારતને મહાસત્તા અમેરિકાનો સાથ મળી શકે છે.
આ અગાઉ પણ મનીજા આહુજાની અનેક આગાહીઓ સાચી પડી ચુકી છે, હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના સંકટ વિશેની પણ તેની આગાહી સાચી પડી રહી છે, આ ભવિષ્યની આગાહી કરવામાં મનીજા આહુજાનું નામ મોખરે છે, આ પહેલા બેજાન દારૂવાલાનું નામ પણ ભવિષ્યની આગાહી કરવામાં જાણીતું હતું તેમને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તેવી આગાહી કરી હતી. પરંતુ આ વર્ષે જ તેમનું નિધન થયું છે ત્યાર બાદ મનીજ આહુજાનું નામ મોખરે છે. અત્યારના કોરોના વાયરસ બાબતે તેમની આગાહીમાં કહ્યું હતું કે 2020થી ખંડ પ્રલય યુગ શરૂ થશે. જેમાં આગામી 10 વર્ષ આખી દુનિયામાં નકારાત્મક પરિણામો લાવશે. ખાસ કરીને 2026 સુધી કુદરતી આપત્તિઓ, યુદ્ધો અને સરહદી વિવાદો ખુબ કેન્દ્રમાં રહેશે.

આ ભવિષ્યવાણી કરતા મનીજા આહુજાએ કહ્યું છે કે આવનારો અને હાલનો સમય ચીન માટે ખુબ ખરાબ છે. આગામી 10 વર્ષ સુધી ચીનને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. અને અનેક મુશ્કેલીઓ આવી શકે છે. આગામી એક બીજી ભવિષ્ય વાણી પણ તેમને કરી છે કે ભારત પોતાનું કાશ્મીર પાછું મેળવશે. હાલમાં પીઓકે જે ભારતનો હિસ્સો છે જે પાકિસ્તાનના કબ્જા હેઠળ છે. જે ભારત આ ભાગ ભારત પરત મેળવી લેશે.

હાલમાં અમેરિકામાં ચૂંટણી આવી રહી છે જેમાં ટ્રમ્પનો વિજય થશે અને ટ્રમ્પ ભારત સાથે દોસ્તી નિભાવશે. હાલમાં કોરોના બાદ ભારત માટે ખુબ સારો સમય આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. દેશમાં ખુબ આગળ વિકાસના માર્ગે ગતિ કરી શકશે અને ભારત દુનિયામાં અનોખા રાષ્ટ્ર તરીકે ઉપસી આવશે તેવી આગાહીઓ કરવામાં આવી છે, હાલમાં અનેક આગાહીઓ મનીજા આહુજાની આગાહીની નોંધ લેવામાં આવી રહી છે કારણ કે ભારતના સંબંધો ચીન સાથે ખુબ ખરાબ થતા જાય છે.