આજે નરેન્દ્ર મોદીના મહત્વના પ્રોજેક્ટ માટે સાબરમતી નદી પર સી પ્લેન આવી શકે છે. આ નરેન્દ્ર મોદી સાહેબનો મહત્વનો પ્રોજેક્ટ છે, જેમાં અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર ડેમ પાસે આવેલી સરદાર વલ્લભભાઈની પ્રીતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન ઉડાડવાનો કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે. તેને લઈને ટૂંક સમયમાં આ કાર્યક્રમ અંગેનો પ્રોજેક્ટનું સંપૂર્ણ કામકાજ પૂર્ણ થઇ ચુક્યું છે. હવે માત્ર તેનું ઉદ્ઘાટન બાકી છે. આ પ્રોજેક્ટમાં માલદીવથી સી પ્લેન આવી રહ્યું છે. તેનું હાલ ગોવામાં રોકાણ થઇ રહું છે. અને આજે તે અમદાવાદ આવી શકે છે.

આ ઐતિહાસિક પ્રોજેક્ટમાં 31 ઓક્ટોબર સરકાર પટેલની જન્મ જયંતી નિમિતે આ પ્રોજેક્ટનું નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. આજે તેનું અમદાવાદમાં આગમન થશે. આ સી પ્લેન માલદીવથી રવાના થયું હતું. ત્યાંથી કોચીના વેંન્ડુર આવી પહોંચ્યું હતું. ત્યારબાદ તે ગોવા આવી પહોંચ્યું છે અને હાલ તેના અમદાવાદમાં આગમન માટેની તૈયારીઓ થઇ રહી છે અને 31 ઓક્ટોબરે આ સી પ્લેનને ભરૂચ ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લઇ જવામાં આવશે. ત્યાં દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેનું ઉદ્દ્ઘાટન કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ ભારતનો સૌપ્રથમ પ્રોજેક્ટ છે કે જેમાં સી પ્લેન ઉડાડવામાં આવશે. હાલમાં આ પ્રોજેક્ટની બે દિવસ ટ્રાયલ કરવામાં આવશે. કેન્દ્રીય ઉડ્યન મંત્રાલયના સચિવ ઉષા પઢીએ જણાવ્યું હતું કે કોચીન અને ગોવા ખાતે ટ્રાન્ઝીસ્ટ પૂર્ણ કર્યા બાદ આ પ્લેન અમદાવાદ આવી રહ્યું છે. ભારતના સી પ્લેન ઓપરેશનમાં હવે આ પ્લેનથી નવા યુગનો પ્રારંભ થશે. હાલ માલદીવથી આવી રહેલા સી પ્લેનમાં 6 ક્રું મેમ્બર છે. સી પ્લેન કોચી પહોંચ્યું ત્યારે કોચી ડીફેન્સ દ્વારા પીઆરઓ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી. આ પ્લેનનું નામ સ્પાઈસ જેટ ટેકનીકનું ટ્વીન ઓટ્ટર 300 છે.

આ સી પ્લેનમાં શરૂઆતમાં 12 મુસાફરોને બેસાડવામાં આવશે અને દિવસના ચાર ચાર વખત આ પ્લેનથી અવરજવર કરવામાં આવશે. હાલમાં આ પ્લેન અમદાવાદ આવ્યા બાદ તેને અમદાવાદ એરપોર્ટના ગુજસેઈલમાં રાખવામાં આવશે. 28 તારીખથી તેને ટ્રાયલ માટે મોકલવામાં આવશે. હાલ આ પ્લેનમાં પાયલોટ વિદેશી 2 પાયલોટ રાખવામાં આવ્યા છે અને તેઓ 6 માસ સુધી ફરજ પર રહેશે.

આ પ્રોજેક્ટ માટે વોટર એરોડ્રામ, ફ્લોટિંગ જેટી સહિતની કામગીરીની તમામ કામગીરીને સોપાઈ છે. સતત અધિકારીઓની હાજરીમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ ઉણપ ના રહે તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.