દર વર્ષે લોકો કોરોડો રૂપિયાનો ખર્ચો કરીને ફટાકડા ફોડતા હોય છે અને અંતે પર્યાવરણ માટે ખતરારૂપ પ્રદુષણમાં વધારો કરતા હોય છે, ફટાકડામાં રહેલો દારુગોળો ખુબ ઝેરી હોય છે અને મનુષ્ય અને સજીવો માટે ખુબ નુકશાન કર્તા હોય છે. લોકો ફટાકડા દ્વારા હવામાનને પ્રદુષિત કરી મુકે છે.

પર્યાવરણને ધ્યાનમાં રાખીને લોકોએ પ્રદુષણ પોતાના મોજ શોખ અને આનંદ ખાતર હવાને દુષિત ણા કરે તે માટે NGT દ્વારા 18 રાજ્યોને નોટીસ આપવામાં આવી છે. પ્રદુષણ પર અંકુશ રાખવા અને હાલમાં ચાલી રહેલી મહામારીના સંક્રમણને ધ્યાને રાખીને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવાની માંગ સાથે અરજીઓના સંદર્ભમાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એ 18 રાજ્યો પાસે નોટીસ આપીને જવાબ માંગ્યો છે. NGT પ્રમુખ ન્યાયમૂર્તિ આદર્શકુમાર ગોયલે જણાવ્યું છે કે તેમણે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશને અગાઉ નોટીશ આપી ચુક્યા છે.
હાલમાં રાજસ્થાન અને ઓડીશા સરકારે ફટાકડા ફોડવા અને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, ચડીગઢ, છતીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ- કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેંડ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ અને પશ્વિમ બંગાળ આ તમામ રાજ્યો પાસેથી નોટીશ મોકલીને ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ બાબતે જવાબ માંગ્યો છે.

જેમાં નોટીશ દ્વારા જણાવ્યું છે કે ફટાકડા દ્વારા પ્રદુષણ ફેલાય છે અને લોકોના આરોગ્ય અને પર્યાવરણ માટે ખતરારૂપ છે તો પ્રતિબંધ મુકવામાં આવે. ટ્રીબ્યુનલ NGT આદેશ કરતા જણાવે છે કે જે રાજ્યોમાં પ્રદુષણ ખતરારૂપ છે તેવા રાજ્યો રાજસ્થાન અને ઓડીશાની માફક નોટિફિકેશન જાહેર કરીને પ્રતિબંધ મુકે.
દિવાળીની ઋતુમાં ખાસ કરીને મોટા ભાગના લોકોને આરોગ્યને લગતી નાની મોટી બીમારી લાગે છે. ત્યારે આં તહેવારોની ઉજવણી માટે લોકો દ્વારા મોટાપાયે ફટાકડા ફોડવામાં આવે છે અને તેમાંથી નીકળતા દારૂગોળાના ધુમાડો ઝેરી રસાયણો વાળા હોય છે અને તેથી સજીવો અને બાળકો અને વૃધ્ધોને શ્વાસ લેવામાં તકલીફો પડતી હોય છે.
NGTએ આ અગાઉ ફટાકડાના વેચાણ અને ફોડવા બાબતે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય, પ્રદુષણ બોર્ડ વગેરે સમિતિઓ પાસેથી જબાવ માંગી ચુક્યું છે, આ સિવાય દિલ્હી પોલીસ કમિશ્નર અને સરકાર તેમજ ઉતરપ્રદેશ પાસેથી આ નોટીસ આપીને જવાબ માંગ્યો હતો. આમ આ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ તમામ રાજ્યો હવે પોતાના અભિપ્રાયો આપીને પોતાની ફટાકડાના વેચાણ અને ફોડવા બાબતે નિર્ણયો જાહેર કરશે.