વિશ્વ મહાસત્તા અમેરિકામાં પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ પાર્ટીના કે જે ઓબામાં જે પાર્ટીના હતા તે પાર્ટીમાંથી બિડેન સામસામે ચૂંટણી ઉમેદવાર છે, હાલમાં આ ચૂંટણીના મતદાનની મતગણતરી ચાલુ છે પરંતુ કોઈ કારણોસર હાલમાં આ ગણતરી પર રોક લગાવામાં આવી હતી પરંતુ કાનૂની રીતે ગણતરીઓ ચાલુ કરવા માટેની મંજૂરી મળી ગઈ છે

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મત ગણતરીમાં ગોટાળો થવાના આરોપ સાથે ગણતરીઓ અટકાવવામાં આવી હતી, આમ પણ આ ગણતરીમાં ટ્રમ્પ પાછળ રહી ગયા હતા, જેમાં બિડેન જીતની ખુબ નજીક બહુમતી સુધી પહોંચી ગયા છે, જ્યાં બહુમતી માટે 270 ઈલેક્ટોરલ વોટની જરૂર રહે છે જેમાં ટ્રમ્પ 214 વોટ મેળવી ચુક્યા છે અને બિડેન 264 ઈલેક્ટોરલ વોટ સાથે માત્ર 6 ઈલેક્ટોરલ વોટ દૂર છે, પરંતુ બાકી રહેલા આ 5 રાજ્યોમાં ટ્રમ્પની બહુમતી મળવાની આશા જીવંત છે. જે બિડેનની બાજી પલટી શકે છે અને ટ્રમ્પને આગળ લાવી શકે છે.

મોટાભાગના રાજ્યોમાં મતગણતરી અંતિમ તબક્કામાં છે, પરંતુ જે અમેરિકન રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે તે ચૂંટણી પરિણામ બદલી શકે છે, આ પાંચેય રાજ્યોમાં ટ્રમ્પ ખુબ આગળ છે જેમાં મતગણતરી પૂરી થાય ત્યારે ખુબ જ સરળતાથી ટ્રમ્પ બહુમતીના આંકડાને પાર કરી શકે તેવી શક્યતાઓ છે.
આ રાજ્યો છે જેમાં ટ્રમ્પ આગળ છે જે પાંચ રાજ્યોમાં હાલ ગણતરીઓ ચાલી રહી છે, આ બધાં રાજ્યોમાંથી પેન્સીલવેનિયામાં 20 ઈલેક્ટોરલ વોટ છે. નોર્થ કેરોલીનામાં 15 વોટ છે, જ્યોર્જીયામાં 16 વોટ છે, અલાસ્કામાં ૩ વોટ છે, નેવાડામાં 6 વોટ છે, પરંતુ નવાડામાં બિડેન આગળ છે. આમ 54 ઈલેક્ટોરલ વોટ ગણતરીમાં ટ્રમ્પ આગળ છે.

આમ આ રાજ્યોં ટ્રમ્પ જીતે તો તેમને 54 વોટ મળી શકે છે અને બહુમતી માટે તેમને 56 વોટની જરૂરત છે. બીજી બાજુ બિડેનને માત્ર 6 વોટની જરૂર છે. આવા સમયમાં થોડો ઘણો ફેરફાર થાય તો ટ્રમ્પ ખુબ નજીકની સરળતાથી જીતી શકે છે. અને બિડેનની બાજી જીત તરફ જઈ રહેલા બીડેનના ઘોડાને રોકી શકે છે.