ચીનના દુતાવાસની વેબસાઈટ પર મળતી માહિતી મુજબ ભારતના નાગરીકોને હવે ચીન જવા માટે વિઝા મળી શકશે નહિ. ચીને ભારતના નાગરિકોને ચીન પ્રવાસ પર પ્રતિબંધ મુક્યો છે. કહેવામાં આવ્યું છે કે ચીને આ પગલું કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે લીધું છે, જેમાં ભારત ઉપરાંત બ્રિટન, બેલ્જિયમ અને ફિલીપાઈન્સના નાગરીકોને ચીનમાં પ્રવેશવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પ્રતિબંધિત દેશોનું કહેવું છે કે કોરોના વાયરસ ફેલાવનાર ચીન પોતે કોરોના ન ફેલાય તે માટે આવું પગલું ભરે તે યોગ્ય રીતે માન્યામાં ન આવે તેવી વાત છે, ચીનના દૂતાવાસની એક વેબસાઈટ પર જીનપીંગ દ્વારા જાહેર કરવામાં આવેલો આ આદેશ જાહેર કર્યો છે. જેમાં ભારત સહીત બ્રિટન, બેલ્જિયમ અને ફિલીપાઈન્સનો સમાવેશ થાય છે, જો કે આ ચારેય દેશો ચીન વિરોધી દેશો હોવાનું કહેવાય છે અને તેના પરિણામે ચીને પ્રતિબંધ મુક્યો હોવાની આશંકા છે, જેમાં આવનારા સમયમાં ચીન માટે ખુબ સંવેદનશીલ કાર્યવાહીમાં સંકળાયેલું પણ હોઈ શકે અને નાગરિકો દ્વારા ગુપ્ત રીતે કોઈ માહિતી જાહેર થઇ જવાની ભીતિ પણ ચીનને હોઈ શકે.

ચીનના સરકારી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ચીની દૂતાવાસ અને વાણીજ્ય દૂતાવાસ આ ચારેય દેશના નાગરિકોને ચીન પ્રવાસ પર મંજુરી આપશે નહિ અને કહ્યું છે કે ચીનમાં કોરોનાના કેસ વધશે તે માટે આ નિર્ણય લીધો છે. આ સિવાય ચીન દ્વારા અમેરિકા, ફ્રાંસ, જર્મની જેવા દેશોના નાગરિકોએ ચીન પ્રવાસ કરવા માટે અને ચીન જવા માટે વિશેષ પ્રમાણ પત્ર રજૂ કરવું પડેશે, અને ખાસ તબીબી ચેકઅપમાંથી પસાર થવું પડશે.
આ સાથે ખાસ જણાવાયું છે કે ચીનના અધિકારીઓને સ્વાસ્થ્ય સંબંધી કોઇપણ સંવેદનશીલ જણાશે તો તેમનો પ્રવેશ તાત્કાલિક અટકાવી દેવાશે. ચીને બ્રિટનના કાયમી રહેઠાણ ધરાવતા અને હાલ બ્રિટનમાં હોય તેવા નાગરિકોનો પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેમની પાસે વિઝા છે તેમને પણ હવે ચીન જવા પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે હવે આવા લોકોએ ચીન કઈ નવો નિર્ણય લે ત્યાં સુધી રાહ જોવી પડશે. આમ, હવે આ ચારેય દેશોના પ્રતિબંધના કારણે વેપાર પર પણ ખુબ મોટી અસર જોવા મળશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.