હાલમાં ચાલી રહેલા કોરોના સંક્રમણને કારણે માર્ચ મહિનાથી ચાલુ પરીક્ષાએ શાળા કોલેજો બંધ કરવામાં આવી હતી અને પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી, ત્યારબાદના લોકડાઉન બાદ અનલોક-4 માં કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવા માટે મંજુરી આપી દીધી હતી પરંતું ગુજરાત સરકારે આ માટે કોરોનાના વધતા સંક્રમણના કારણે પરવાનગી આપી નહોતી. જ્યારે હાલમાં દિવાળી વેકેશન લાગુ કરવામાં આવ્યું છે અને દિવાળી વેકેશન બાદ શાળા અને કોલેજો ખોલવામાં આવશે. જેને લઈને સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે.

જેમાં યુનીવર્સીટી ગ્રાન્ટ્સ કમિશને યુનીવર્સીટી (UGC) અને કોલેજો માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા આ ગાઈડલાઈન્સને મંજુરી આપી દેવામાં આવી છે. ગાઈડલાઈન્સની શરતો અને સરકારી અધિકારીઓના નિર્દેશ અનુસાર સંસ્થાઓ માર્ગદર્શિકા અપનાવી શકે છે. આ અગાઉ કોલેજના આ યુનીવર્સીટી કમીશન એપ્રિલમાં અને ત્યારબાદ જુલાઈમાં માર્ગદર્શિકા અને પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યું હતું પરંતુ ત્યારબાદ લોક ડાઉન ચાલુ રહ્યું હતું જેના પગલે આ માર્ગદર્શિકામાં હાલ સુધારા સાથે જાહેર કરી છે.

આ માર્ગદર્શિકામાં કેલેન્ડર્સ, પ્રવેશ, ઓનલાઈન ટ્યુટરીંગ અને યુનીવર્સીટીઓ દ્વારા દત્તક લેવાની રાહત પૂરી પાડી છે. સ્કૂલો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રહેઠાણ પૂરું પાડતી હોસ્ટેલો માટે પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં યુજીસીએ નિયત સલામતીના ધોરણે સાથે છાત્રાલયો ખોલવાની મંજુરી આપી છે. પરંતુ એક રૂમમાં એક જ વિધાર્થીને રહેવાની મંજૂરી આપવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી કોરોના મામલે શંકાસ્પદ જણાશે તો તેવોને પ્રવેશ આપવામાં નહિ આવે. છાત્રાલયો અને હોસ્ટેલો પર ખાસ નજર રાખવા જણાવ્યું છે. જેમાં યુજીસીએ સલામતીના ધોરણે હોસ્ટેલો ખોલવાની મંજુરી આપી છે. આ માર્ગદર્શિકા મુજબ હોસ્ટેલના કેમ્પસમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને સભા કે સંમેલનો માટે એકઠા નહિ થઇ શકાય. પરંતુ ગૃહ વિભાગની ગાઈડલાઈન્સ રમત ગમતને મંજુરી આપવામાં આવી શકે છે.
જ્યારે કોલેજો ખોલવા માટે સલામતી અને આરોગ્ય પ્રોટોકોલ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યની કોલેજો અને યુનીવર્સીટીઓ વ્યવસ્થિત ખોલવામાં આવશે અને સરકાર સાથે વાતચીત અને સલામતી સાથે ખોલવામાં આવશે. કેન્દ્ર સરકારની સંસ્થાઓની અનુકુળતા અને આરોગ્ય બાબતે યોગ્ય જણાય તે રીતે ખોલવામાં આવશે, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની શૈક્ષણિક સંસ્થાઓ, યુનીવર્સીટીઓ, ખાનગી યુનીવર્સીટી અને કોલેજો સરકારના નિર્ણય મુજબ ખોલશે. યુનીવર્સીટી અને કોલેજો ખોલવા માટે પગથી ખોલી શકાય તેવી વ્યવસ્થા ગોઠવાશે. સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક અને અન્ય સલામતીના પગલા લેવા જરૂરી કરશે. દરેક કચેરી, પ્રયોગશાળા અને લાઈબ્રેરીમાં આ તમામ શરતો ફરજીયાતપણે પાળવામાં આવશે.

લેબના દરેક કાર્યોમાં વિજ્ઞાન પ્રત્યેના કાર્યોમાં અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સામેલ થઇ શકે છે, અંતિમ વર્ષના વિધાર્થીઓને શૈક્ષણિક અને પ્લેસમેન્ટ માટે સંસ્થાના વડાઓની મંજુરીથી દરેક કાર્યમાં હાજર રહી શકે છે. વિદ્યાર્થીઓની ભીડ ટાળવા સોશિયલ ડિસ્ટન્સ સાથે સંબંધિત વિભાગના વડાઓ સાથે મુલાકાત લઇ શકે છે. ઓનલાઈન અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવશે, અને સૈક્ષણિક સંસ્થાઓએ જરૂરી ઓનલાઈન મટીરીયલ્સ અને સુવિધા પૂરી પડવાની રહેશે. સંસ્થાઓએ આંતરરાષ્ટ્રીય વિધાર્થીઓ માટે ઓનલાઈન જરૂરી સુવિધા પૂરી પાડવી પડશે કે જેઓ પાસે હાલ વિઝા મળી શકે તેમ નથી. કોલેજો અને યુનીવર્સીટીના અભ્યાસ ક્રમમાં સામેલ થવા માટે જરૂરી તમામ પગલા અને કોવીડ-19 મામલે ગંભીર પણે સાવચેત રહેવું પડશે.