અમેરીકામાં ચૂંટણી માટેના પરિણામો મોટા ભાગે સ્પષ્ટ થઈ રહ્યા છે જેમાં ગણતરીનો આજે ત્રીજો દીવસ છે, જેમાં અંતિમ તબક્કાની મત ગણતરીઓ કરવામાં આવી રહી છે. એક પત્રકાર પરિષદને સંબોધ્યા બાદ ઓવલ ઓફીસ તરફ જતા ટ્રમ્પે ઘણી વખત કહ્યું હતું કે તેઓ હારશે તો પણ વ્હાઈટ હાઉસમાં જ રહેશે.

Biden and Trump Election in America
આ મામલા વચ્ચે અમેરિકા તરફ દરેક દુનિયાના દેશોની નજર છે જેમાં પરિણામની અસર આખી દુનિયા પર પડશે. અમેરિકામાં જીતેલા ઉમેદવાર 20 જાન્યુઆરીના રોજ સપથ લે છે જેને ઇનોગરેશન ડે કહેવાય છે. આ શપથના થોડા દિવસ પહેલા કોઇપણ ઉમેદવાર બે ટર્મ પૂરી કરી હોય તો વ્હાઈટ હાઉસ છોડી દે છે અને નવા ચુંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ આ સ્થાન પર નિવાસ કરે છે. અમેરિકામાં કોઇપણ વ્યક્તિ વધુમાં વધુ બે ટર્મ સુધી રાષ્ટ્રપ્રમુખના હોદ્દા પર રહી શકે છે અને ત્યારબાદ તે ઉમેદવારી કરી શકતા નથી. જયારે ત્યાં રાષ્ટ્રપતિને સીધા જ નાગરિકો દ્વારા ચૂંટવામાં આવે છે.

ન્યુયોર્ક પોસ્ટ સમાચાર માધ્યમ મળતી માહિતી મુજબ બિડેનને પૂછવામાં આવ્યું હતું કે જો ટ્રમ્પે હાર્યા બાદ વ્હાઈટ હાઉસ છોડવાનો ના પાડી દીધી તો? તેના જવાબમાં બિડેને કહ્યું હતું કે હા, ખરેખર આવું બની શકે છે. પરંતુ જો આવું થશે તો તે મીલીટરી બોલાવશે અને ત્યાંથી બળજબરી પૂર્વક બહાર કાઢવામાં આવશે. જો કે અત્યાર સુધીના અમેરિકાના ચૂંટણીના ઈતિહાસમાં ક્યારેય આવું થયું નથી, જો કે ત્યાના નિષ્ણાતો કહે છે કે આવું થશે તો કોર્ટ દ્વારા નિવેડો લાવવામાં આવે, જો ચૂંટણીના મામલામાં રાષ્ટ્રપ્રમુખ રહી ચુકેલા વ્યક્તિ ઉપર આ રીતે મિલીટરીનો ઉપયોગ કરવો યોગ્ય ન કહેવાય.

આ વખતે ટ્રમ્પના કેરેક્ટર અને નિવેદનો જોવામાં આવી રહ્યા છે, જેમાં આમ થવાની શક્યતાઓ ખુબ રહેલી છે. ટ્રમ્પ પણ ઘણી વખત કહી ચુક્યા છે કે સત્તા હસ્તાતરણ અને પાવર ટ્રાન્સફરની જરૂર નહિ પડે અને હું વ્હાઈટ હાઉસમાં જ રહેવાનો છું. જો કે આ મામલે ખુબ વિવાદ થયો છે અને ટ્રમ્પ ધમકીઓ આપી રહ્યા છે તેમ કહેવાય છે.