મંત્રી કુમાર કાનાણીનો પુત્ર થોડા સમય પહેલા પોલિસ ડયુટી બજાવી રહેલી લેડી કોન્સ્ટેબલ સુનીતા યાદવ સાથે વિવાદમાં આવ્યો હતો, તે વખતે તેમણે તેમના પિતાની કાર MLA ગુજરાત લખેલી કાર સાથે તેમના મિત્રોને પોલીસ કોન્સ્ટેબલે રોકતા દોડી આવ્યો હતો અને લેડી પોલીસ કોન્સ્ટેબલ સુનીતા યાદવે તેમને ખુબ ધમકાવ્યો હતો અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ સાથેની વાતચીત બાદ આ લેડી કોન્સ્ટેબલે રાજીનામું આપી દેતા રાજકારણ ખુબ ગરમ થયું હતું અને સોશિયલ મીડિયા પર ટીકા કરવામાં આવી હતી.

પરંતુ એ મામલો કાનૂની રીતે શાંત થયો હતો અને અંતે ફરી વખત કુમાર કાનાણીનો પુત્ર વિવાદમાં આવ્યો છે. જેમાં પવિત્ર નગરી નામની સોસાયટીમાં કુમાર કાનાણીના દીકરાનો ભાગ હોવાના કારણે તેમના ઘરે જઈને વિરોધ કર્યો હતો. મૂળ મામલો જોતા લોકોએ વીજ કનેક્શન કપાઈ જતા આરોગ્ય મંત્રીના ઘરે જઈને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
મળી રહેલા સમાચાર માધ્યમ મુજબ સુરતના કામરેજ નજીક આવેલા ખોલવાડા ગામમાં પવિત્ર નગરી નામની સોસાયટીના લોકો વિરોધ કરવા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના ઘરે પહોંચ્યા હતા. સોસાયટીના રહીશોનો દાવો છે કે બિલ્ડરો દ્વારા સોસાયટીના જનરલ મીટરનું બીલ ભરવામાં આવ્યું નથી તેના પરિણામે દરેક સોસાયટીના ઘરોનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે.

આ બિલ્ડરોના ગ્રુપમાં કુમાર કાનાણીનો પુત્ર પણ સામેલ છે તેના કારણે લોકો કુમાર કાનાણીના ઘરે પહોંચ્યા હતા, અને પોલીસને આ મામલાની જાણ થતા ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને પોલીસે મધ્યસ્થી કરાવી મામલો શાંત પાડવા અને સમાધાન કરવાનો રસ્તો અપનાવ્યો હતો.
જોકે આગળ રહીશો માટે પોલીસ અને કુમાર કાનાણીના પુત્ર અને લોકો વચ્ચે તમામ જરૂરી પગલા ભરવા અને કનેક્શન મામલે સહાયતા કરવાની બાહેંધરી આપવામાં આવી હતી અને અંતે લોકોએ વિરોધ પ્રદર્શન રોકી પોતાના નિવાસ્થાને પરત ફર્યા હતા.