થોડા વર્ષો પહેલા નરેન્દ્ર મોદીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા રો-રો ફેરી સર્વિસ શરૂ કરાવી હતી અને હવે મોદી પોતાના આગામી પ્રોજેક્ટ ઘોઘા- દહેજ બાદ ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ ફેરીનો પ્રારંભ કરાવશે. આ પ્રોજેક્ટ પ્રારંભ નરેન્દ્ર મોદી સ્વયમ કરાવશે.
હાલમાં ઘોઘા અને અને હજીરા વચ્ચેનું અંતર રોડ માર્ગે 370 કિલોમીટર જેટલુ અંતર થાય છે, જયારે આ ફેરીનો પ્રારંભ થતા આ અંતર ઘટીને 90 કિલોમીટર જેટલું થશે. દરીયાઈ માર્ગે આ અંતર ખુબ ઘટી જાય છે તેથી સમય અને ઇંધણનો પણ બચાવ થાય છે. હાલ આ સુવિધા ઘોઘાથી ભરૂચના દહેજ સુધી ઉપલબ્ધ હતી હવે તે સુરતના હજીરા સુધી લંબાવવામાં આવી છે.

હાલમાં 8 નવેમ્બર 2020ના રોજથી આ સેવાનો સુભારંભ થશે જેનું દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિડીયો કોન્ફરસના માધ્યમથી આ સુવીધાનો શુભારંભ કરવામાં આવશે. સાથે મોદી સાહેબ દ્વારા નવા રો-રો ટર્મિનલનું ઉદઘાટન પણ કરવામાં આવશે. હાલમાં સોરાષ્ટ્રના અનેક લોકો સુરતમાં વસવાટ અને રોજગારી મેળવી રહ્યા છે આવા લોકો હવે દિવાળી વેકેશન માટે આ સુવિધાનો લાભ મેળવીને પોતાના વતનમાં આવી શકશે.
રો-પેક્સથી ઘોઘા અને હજીરા વચ્ચેનું અંતર ઘટીને 90 કિલોમીટર જેટલું થઇ જશે. જયારે રોડ પર થતા ટ્રાફિકમાં પણ ઘટાડો અને એકસીડન્ટનું પ્રમાણ ઘટે છે, જ્યારે રોડ માર્ગને થતું નુકશાન અને પર્યાવરણને ધુમાડાથી થતું નુકશાન ઘટી શકશે.

સૌરાષ્ટ્રથી ટૂંકા ગાળામાં અને ઓછા સમયમાં સરળતાથી સુરત જેવા શહેરોમાં જઈ શકાશે. જેથી નોકરી અને તકોમાં વધારો થઈ શકશે. કામદારોની આપલે સરળતાથી થઇ શકશે., સામાજિક વ્યવહારો નજીકના બનશે. વસ્તુની હેરફેરના પ્રમાણમાં ખર્ચમાં ઘટાડો થશે. તેમજ પ્રવાસન વિભાગને વેગ મળશે.
અનેક લોકો ધંધાદારી માટે સુરત જતા હોય છે, તેઓ મોટાભાગના લોકો સૌરાષ્ટ્ર વિસ્તારના હોય છે, તેઓને સુરત જવા માટે લગભગ 12 થી 15 કલાક જેટલો સમય લાગે છે તેઓ આ સર્વિસથી માત્ર 4 કલાકમાં સુરત પહોંચી શકશે. આ સુવિધામાં લોકો પોતાના વાહન સાથે પણ જઈ શકે છે, સરકારી શીપીંગ મંત્રાલય દ્વારા જણાવ્યા મુજબ દિવસના ત્રણ રાઉન્ડ ટ્રીપ કરવામાં આવશે. તેના અંદાજ મુજબ વર્ષમાં 5 લાખ મુસાફરો, 80 હજાર વાહનો, 50 હજાર બાઈક અને 30 હજાર ટ્રકની અવરજવર આ રો-પેક્સ સર્વિસથી થવાની શક્યતા છે. જેથી સુરત અને સૌરાષ્ટ્ર બંનેને ધંધાકીય લાભ મળશે તેથી ગુજરાતને આર્થિક રીતે મજબુત બનવામાં ફાયદો થશે.

આ સુવિધાથી પ્રવાસન વિભાગમાં ગીરનાર, સાસણગીર, સોમનાથ, દ્વારકા અને શૈત્રુંજયને ખુબ મોટા પ્રમાણમાં ફાયદો થશે. આ સુવિધાથી મુંબઈ માલ સામાન હેરફેર અને મુંબઈ વચ્ચેના વ્યાપારી વ્યવહારો પણ સરળ બનશે. હાલમાં આ સુવિધા ચાલુ કરવા માટે ભાવનગરના ઘોઘા ખાતે પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, આ પહેલા નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેન સુવિધા પણ સાધુબેટ કેવડીયા અને સાબરમતી રીવરફ્રન્ટ વચ્ચે લોન્ચ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતને આ નવા પ્રોજેક્ટની સુવિધા આપવા જઈ રહ્યા છે.