હાલમાં ડીજીટલ યુગમાં દરેક લોકો ડીજીટલ કેશલેસ રૂપિયાની લેવડદેવડ પર વળ્યા છે, જેમાં બેન્કિંગ તાત્કાલિક અને ઝડપી થાય છે, જેથી સમયનો બચાવ થાય છે અને સાથે રૂપિયા સાચવવા સહેલા રહે છે, હાલમાં યુપિઆઈ તેમજ ગુગલ પે, ફોન પે, પેટીએમ, ભીમ એપ વગેરે દ્વારા લોકો ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરે છે અને મેળવે છે.
આ દરેક સુવિધા તરફ્ લોકોની રુચીને જોતા મેસેન્જર એપ WhatsApp પર આ સુવિધા લોન્ચ કરવા જઈ રહ્યું છે, આજથી વોટ્સએપ દ્વારા કેશલેશ રૂપિયાની લેવડદેવડ થઈ શકશે. મતલબ કે તમે હવે ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા પેમેન્ટ કરી શકશો. ભારત સરકારના રાષ્ટ્રીય નેશનલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ વોટ્સએપને UPI દ્વરા પેમેન્ટ કરવાની સીસ્ટમ લોન્ચ કરવાની પરવાનગી આપી છે.

ઘણા સમયથી વોટ્સએપ દ્વારા આ મામલે વાટાઘાટ ચાલી રહી હતી જેમાં લોકોની યુઝરની પ્રાઈવસી મામલે આ વાતચીત અટકી હતી જોકે અંતે વોટ્સએપ દ્વારા ખાતરીબંધ પેમેન્ટની બાહેંધરી આપતા આ સુવિધાની મંજુરી આપી છે. ભારત સરકારના નાણકીય લેવડદેવડ મંત્રાલય દ્વારા હાલમાં મંજુરી આપવામાં આવી છે, પેમેન્ટ મંત્રાલય દ્વારા પ્રેસ જાહેરાત કરીને આ માહિતી આપવામાં આવી છે જેથી હવે વોટ્સએપ દ્વારા રૂપિયા બાબતની તમામ લેવડદેવડ થઇ શકશે. જેમાં તેમને વોટ્સએપ ગો લાઈવને મંજુરી આપવામાં આવી છે.
હાલમાં વોટ્સએપ પેમેન્ટ મોડેલને લાઈવ કરવાની મંજુરી તબક્કાવાર આપવામાં આવી છે, તેને અલગ અલગ ફેઝમા લાઈવ કરવામાં આવશે. શરૂઆતમાં 2 કરોડ વોટ્સએપ ગ્રાહકો માટે મંજુરી આપવામાં આવી છે. અને ધીમે ધીમે તેમાં વધારો કરવામાં આવશે.

દેશની તમામ પ્રાદેશિક ભાષાઓમાં આ સુવિધા લોન્ચ કરવામાં આવશે. પહેલાના અપડેટેડ વર્જનમાં પેમેન્ટ ઓપ્શન આવતું હતું પરંતુ પેમેન્ટ કરી શકાતું નહોતું પરંતુ હવેથી આ પેમેન્ટ થઇ શકશે, આ સુવિધાના લાભ માટે વોટ્સએપ યુઝર પાસે એટીએમ હોવું જરૂરી છે. જેથી UPI કરી શકાય. આ સુવિધા માટે તમારી બેંક પસંદ કરી તમામ માહિતી ભરી આ સુવિધા ચાલુ કરી શકો છો.
આ સુવિધામાં ડેટાની તમામ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે, વોટ્સએપ ICICI Bank, HDFC Bank, Axis Bank, SBI અને Jio Payment Bank સાથે આ સુવિધા માટે કરાર કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ વોટ્સએપ નથી વાપરતો તો પણ UPI સપોર્ટ કરતી કોઇપણ એપ્લીકેશનમાં પૈસા મોકલી શકાય છે અને બીજી એપથી મેળવી પણ શકાય છે.

ગ્રાહકોએ પેમેન્ટ માટે એટીએમ માફક પીન રાખવો પડશે જે પૈસાની લેવડદેવડ વખતે દાખલ કરવાથી પેમેન્ટ થઇ શકશે. હાલમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ વર્ઝન માટે આ સુવિધા લોન્ચ કરવામાં આવી છે અને ટુક સમયમાં દરેક પ્લેટફોર્મ પર આ સુવિધા મળશે. હાલમાં અનેક 45 થી વધુ UPI સેવાઓ છે અને 140 વધારે એપમાં આ પેમેન્ટ સુવિધા આપી રહી છે. જયારે વોટ્સએપની લોકપ્રિયતાને જોતા દરેક પેમેન્ટ સર્વિસ પર મોટાપાયે અસર જોવા મળશે. હાલમાં ભારતની વસ્તીના 35 ટકા લોકો વોટ્સેપ વાપરી રહ્યા છે. જેથી આ સુવિધાથી વોટ્સેપને ખુબ ફાયદો થશે.