હાલમાં આવી રહેલા મોટા તહેવાર દિવાળી અને બેસતા વર્ષના માટે સરકારે કર્મચારીઓને ખુબ મોટી ભેટ આપી છે. હાલમાં સરકારી નોકરિયાતોને સરકારે બાકી રહેલું મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. ગુજરાતના નાયબ મુખ્યમત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમણે આ મોંધવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ પહેલા કોરોનાને કારણે રાજ્યની આવક અને અર્થવ્યવસ્થા પર અસર થતા નોકરીયાતોનું મોંઘવારી ભથ્થું અટકાવી દીધું હતું.

હાલમાં અનલોકના અનેક તબક્કા બાદ દરેક પ્રવૃતિઓ ચાલુ કરી દેવામાં આવી છે જેના પરિણામે રાજ્ય સરકારની આવકની હાલત સુધરી છે. નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકારે 6 મહિનાનું બાકી રહેતું મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય લીધો છે. પરંતુ હાલ માત્ર 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ સાથે જ સરકારે ક્લાસ 4 ના નોકરિયાતો માટે સાડા ત્રણ હજાર સુધીનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સરકારની જાહેરાત મુજબ દિવાળી પહેલા દરેક નોકરીયાતોના ખાતામાં જમા થઇ જશે. જેમાં ક્લાસ 4ના નોકરિયાતોને બોનસ આપવામાં આવશે. સરકાર દ્વારા આ માટે કુલ 464 કરોડની રકમ ચુકવવામાં આવશે. આ સાથે 4.50 લાખ પેન્શનરોને પણ લાભ આપવામાં આવશે. 30 હજાર જેટલા ક્લાસ-4 ના નોકરીયાતોને પણ લાભ મળશે. રાજ્યના નિવૃત 4 લાખ 50 હજાર 500 અધિકારીઓને લાભ આપવામાં આવશે.
નીતિન પટેલ દ્વારા જાહેરાત કરી કહેવાયું છે કે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્યના નોકરિયાત લોકોને લાભ આપવાની વાત પત્રકાર પરિષદ સંબોધીને નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ નોકરિયાતો અને અધિકારીઓને આ મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. જેમાં 01/09/2019 જેમાંથી 6 મહિનાનું રહેતા મોંઘવારી ભથ્થામાંથી હાલ ૩ મહિનામાં કરવામાં આવશે.

હાલમાં સરકારની તમામ ક્ષેત્રની પ્રવૃતિઓ શરૂ થઈ ગઈ છે. જેથી સરકારે આ બાબતે નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા કોરોના મહામારીના પરિણામે સરકાર દ્વારા અનેક ગરીબ લોકોને પણ સહાય આપવામાં આવી હતી અને સબસીડી તેમજ મહિલાઓ અને વિધવાઓ માટે સહાય બેંક દ્વારા સીધી જ ખાતામાં જમા કરવામાં આવી હતી, જેથી સરકારી ભંડોળ પણ ઓછું થયું હતું પરંતુ હાલ દરેક સેક્ટરો તરફથી સરકારી આવક ચાલુ થઈ છે. જેથી સરકાર હવે નોકરિયાત લોકોને આ ભેટ આપી રહી છે.