મેસેન્જર એપ્લીકેશન વોટ્સએપ દ્વારા ડીસઅપિયર મેસેજ નામનું એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જે ફીચર દ્વારા મેસેજ આપોઆપ દૂર થઇ જાય છે. જો તમારા મોબાઈલમાં રહેલા મેસેજ સ્ટેટ્સની જેમ 24 કલાકમાં ગાયબ થઈ જાય છે તેમ મેસેજ 7 દિવસમાં ગાયબ થઇ જશે.

WhatsApp launches Disappearing Message feature
પ્રખ્યાતી પામેલી મેસેન્જર એપ WhatsApp દ્વારા સત્તાવાર નિવેદનમાં જાહેરાત કરી દીધી છે કે તે આ નવું ફીચર લોન્ચ કરી રહ્યા છે. આ મહિનાના અંતમાં દરેક લોકોના મોબાઈલમાં આ ફીચર આવી જશે. દુનિયાના મોટાભાગના લોકો આજે વોટ્સેપ વાપરી રહ્યા છે. આ તમામ લોકો અપડેટ દ્વારા આ નવું ફીચર લાગુ કરી શકશે, આમ પણ અમુક સમયે વોટ્સએપ ફરજીયાત અપડેટ કરવાનું રહે છે. આ ફીચરના મધ્યથી યુઝરને હવે મેસેજ ડીલીટ કરવાની જરૂર નહિ પડે. 7 દિવસ બાદ મેસેજ આપોઆપ ગાયબ થઇ જશે. જોકે આ ફીચર ટેલીગ્રામ, સિગ્નલ અને સ્નૈપચેટ જેવી એપમાં પહેલા પણ આવું ફીચર જોવા મળ્યું છે.

વોટ્સએપ કંપનીએ જાહેરાત કરીને આ ફીચરનું શરૂઆતી પરીક્ષણ શરૂ કરી દીધું છે. જે આ મહિનાના અંત સુધીમાં દરેકના મોબાઈલમાં આવી જશે. આ સુવિધા એન્ડ્રોઇડ, આઇઓએસ, લિનક્સ આધારિત KaiOS, વોટ્સેપ વેબ અને ડેસ્કટોપ વર્જન પર ઉપલબ્ધ થઈ જશે.
વોટ્સએપ પરની આ સુવિધા ટેલીગ્રામથી ખુબ જ અલગ હશે. ટેલીગ્રામના યુઝર સેટિંગ દ્વારા નક્કી કરી શકે છે કે મેસેજ કેટલા દિવસમાં દુર કરવા જયારે વોટ્સએપમાં આ મેસેજ 7 દિવસમાં આપોઆપ ડીલીટ થઇ જશે. જ્યારે સ્નેપચેટમાં મેસેજ જોયા બાદ તરત જ ગાયબ થઇ જાય છે, જયારે વોટ્સેપનું કહેવું છે કે 7 દિવસ રાખવાનું કારણ કે જેથી યુઝરની વાતચીત પણ પૂરી થઇ શકે છે જેથી યુઝરને સંતોષ થાય.

આ સુવિધાને દરેક વિન્ડો, જેમકે પર્સનલ વાતચીત કે ગ્રુપ મેસેજ દરેક માટે લાગુ કરી શકો છો, આ માટે યુઝરે ચેટના નામ પર ક્લિક કરવું પડશે,જ્યાં ઓપ્શન દેખાશે. આ સુવિધા ફીચર લાગુ કરતા યુઝરના દરેક નવા મેસેજ 7 દિવસમાં ડીલીટ થઈ જશે.