અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડેનને ‘સ્લીપી જો’ તરીકે બોલાવે છે અને તેમણે કહ્યું હતું કે 77 વર્ષના વૃદ્ધના હાથમાં સત્તા સોંપવી અમેરિકા માટે ખતરનાક હશે. પરંતુ આજે અમેરિકા ચૂંટણીમાં જો બાઈડેને ટ્રમ્પને પછાડી લીધા છે. જો બાઈડેન, વ્હાઈટ હાઉસની રેસમાં માત્ર થોડા અંતર દુર છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે તે હજુ સુધી નક્કી નથી થયું. પરંતુ રાષ્ટ્રપતિ બનવું એ જો બાઈડનનું પચાસ વર્ષ પહેલાનું સપનું હતું. 20 નવેમ્બર 1942માં પેન્સિલવેનીયાના સ્ક્રેટનમાં જન્મ્યા છે જેમણે પોતાની આત્મકથા ‘પ્રોમિસેજ ટુ કીપ’ માં લખ્યું છે કે તેમને રાજનીતિનું શિક્ષણ પોતાના દાદાથી વારસામાં મળી છે.
29 વર્ષની ઉમરમાં 1972માં જો બાઈડેને યુએસ સીનેટમાં પોતાની જગ્યા બનાવી હતી. તે વખતે તેઓ સૌથી ઓછી ઉમરના સાંસદોમાં પાંચમાં ક્રમના સાંસદ હતા. પરંતુ તે સમયે તેની સાથે એક ભયાનક અકસ્માત પણ થયો હતો, જેમાં એજ સાલમાં તેમના પત્ની નીલિયા અને નવજન્મિત દીકરી નાઓમી સડક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. તેમના દીકરા બ્યુ અને હન્ટર પણ આ અકસ્માતમાં ઘાયલ થયા હતા.

તે વખતે એવો સમય હતો કે ત્યારે જો બાઈડેન પોતાની બધીજ મહત્વકાંક્ષાઓ ખોઈ ચુક્યા હતા. તેઓ તે એટલી બધી માનસિક રીતે નબળા પડી ગયા કે તેઓ આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા હતા. પરંતુ તેઓ બીજી વખત તટસ્થ થઈને મજબુત બન્યા. તે સમયે તેઓ દિવસમાં સેનેટર તરીકે રહેતા અને રાત્રે પોતાના બાળકોની સંભાળ રાખનાર પિતા.
આ પછી પણ તેમના પર મુશ્કેલી આવી પડી. વર્ષ 1988માં જેમને બે જીવલેણ હુમલા આવ્યા અને ચહેરા પરની માંસપેશીઓ પર લકવો લાગુ પડ્યો. વર્ષ 2015માં તેમના દીકરા બ્યુની કેન્સરના કારણે મૃત્યુ થઇ. જ્યારે તેમના દીકરા હન્ટરને ડ્રગથી છુટકારો મેળવવા ખુબ લાંબો સંઘર્ષ કરવો પડ્યો. હન્ટર યુએસ નેવીમાં ફરજ બજાવતા હતા પરંતુ કોકીનના ઉપયોગ કરતો હોવાની જાણ થતા તેમને નેવી માંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

તેમના દોસ્ત ટેડ કોફ્મેને એકવાર કહ્યું હતું કે મારી નજરમાં બાઈડેન સૌથી કમનસીબ વ્યક્તિ છે જેને હું જાણું છું પરંતુ તેઓ સૌથી ખુશકિસ્મત પણ છે. જયારે તેમના દીકરાની મૃત્યુ થઇ ત્યારે બાઈડેન અમેરિકના ઉપરાષ્ટ્રપતિના હોદ્દા પર પોતાના બીજા કાર્યાલયમાં હતા. પરંતુ વર્ષ 2015માં જેમણે આગળના વર્ષે થનારા રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું લઇ લીધું હતું. જયારે તેઓ પોતાના દીકરાના મૃત્યુથી દુખી હતા.
પરંતુ રાષ્ટ્રપતિ બનવું બાઈડેનનું જિંદગીભરનું સપનું હતું. બાઈડેને 1980માં કોશિશ કરી પરંતુ 1984માં સબમિટ ના કર્યું. 1988માં પણ કોશિશ કરી પણ પ્લેજરીજમ માટે વિવાદોમાં ઘેરાયા. પરંતુ જયારે 2008માં ઓબામાના કાર્યકાળમાં જેમને મોકો મળ્યો તો બધાં આશ્વર્ચચકિત થઇ ગયા. 2015 માં રાષ્ટ્રપતિની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું ત્યારે કોઈને આશા નહોતી કે 4 વર્ષ પછી તે ફરી વખત રાષ્ટ્રપતિની રેસમાં આવશે.