કોંગ્રેસના નેતા અને કાર્યકારી અધ્યક્ષ તેમજ સ્ટાર પ્રચારક અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલને હાઇકોર્ટે હવે ગુજરાત હાઈકોર્ટે મર્યાદિત સમય માટે રાજ્ય બહાર જવાની પરમીશન આપી છે. અત્યાર સુધી હાર્દિક ઘણી વખત બીજા રાજ્યોમાં પ્રચાર કરવા જવા માટે હાઈકોર્ટ સમક્ષ ઘણી વખત અરજી કરી ચુક્યો છે, પરંતુ હાલમાં અનેક સંજોગો અને દરેક રાજ્યોમાં સ્થિતિ સામાન્ય હોવાથી પરમીશન આપવામાં આવી છે.

હાર્દિક પટેલ ભડકાઉ ભાષણ અને ખુબ જ લોકોને તેના ભાષણ દ્વારા લોકો ઉશ્કેરાઈ શકે અને વાતાવરણ અવ્યવસ્થિત થઈ જાય છે. હાઇકોર્ટે હાર્દિક પટેલને 11 નવેમ્બરથી 2 ડીસેમ્બર સુધી ગુજરાત બહાર જવાની પરમીશન આપી છે. આ પહેલા હાલ બિહારમાં ચૂંટણીઓ ચાલી રહી છે તેના પ્રચાર માટે જવા હાર્દિક પટેલ દ્વારા બિહારમાં પ્રચાર અર્થે જવા માટે પરવાનગી માંગવામાં આવી હતી, પરંતુ ત્યારે હાર્દિક પટેલને મંજુરી આપવામાં આવી ન હતી, પરંતુ હાલ હાર્દિક પટેલને માટે ખુબ મહત્વના સમાચાર આવ્યા છે જેમાં હાઇકોર્ટે હાર્દિકને 11 નવેમ્બર થી 2 ડીસેમ્બર સુધી ગુજરાત બહાર જવાની મંજૂરી આપવામાં આવી છે.

હાર્દિક પટેલના GMDC ગ્રાઉન્ડ ખાતે થયેલા સંમેલનમાં હાર્દિક પટેલના ભડકાઉ ભાષણ બાદ આંદોલન કારીઓએ ગુજરાતમાં તોડફોડ કરી હતી અને બસો સળગાવી અને મોટાપાયે નુકશાન કર્યું હતું તેમજ 10 જેટલા પાટીદાર લોકોના મોત થયા હતા. જેથી હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ દાખલ થયેલો છે. આ બાદ પટેલને શાંતિ ભંગ થવાના મામલે ગુજરાત સરકારે ગુજરાત બહાર જવા પર હાર્દિકનો વિરોધ કર્યો હતો, આ સિવાય હાર્દિક પટેલ કોર્ટનું માન જાળવતો નથી તેમજ સુનાવણી દરમિયાન ગેરહાજર રહેવાનો આરોપ મુક્યો હતો.

Congress campaigner Hardik Patel has now been allowed by the High Court to leave the state
હાર્દિક પટેલને એ પહેલા મહેસાણા જિલ્લામાં જવા પર પણ પ્રતિબંધ હતો, આમ હાર્દિક પટેલ સામાન્ય વ્યક્તિમાંથી નેતા બન્યા બાદ ખુબ મોટા નેતા તરીકે નામ ઉભરી આવ્યું અને તેના પર રાજદ્રોહ સહીત અનેક કેસો દાખલ થયા છે. આ પછી કોર્ટ દ્વારા હાર્દિક પર પ્રતિબંધો મુકવામાં આવ્યા છે. તે સમયે હાર્દિકની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે જમીન પર છે. તેથી ગુજરાત બહારના રાજ્યોમાં જવા પર હાર્દિક પટેલને પ્રતિબંધ કરવામાં આવ્યો છે જોકે હાલ હાઈકોર્ટે હાર્દિક પટેલને રાહત આપી છે. અને 11 નવેમ્બરથી 2 ડીસેમ્બર સુધી કુલ 21 દિવસ દીવસ માટે રાહત આપી છે.