ગુજરાતમાં સરકાર દ્વારા જાહેરનામું લાગુ કરવામાં આવ્યું છે. કોરોના સમયે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા નોટીશ બાદ પાંચ રાજ્યોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જ્યારે ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. પાંચ રાજ્યોમાં પ્રતિબંધ પછી ગુજરાતમાં ફટાકડા ફોડી શકાશે નહિ તેવી અફવાઓ પણ ફેલાઈ હતી પરંતુ અંતે સરકાર દ્વારા આ મામલે ચોખવટ કરવામાં આવી છે જેમાં સરકારે ખુબ જ અગત્યનો નિર્ણય લીધો છે. જેમાં સરકારે ગાંધીનગરથી ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે સરકાર દ્વારા સુચના આપવામાં આવી છે. જેમાં સરકારે પોતાના જાહેરનામાંમાં ફટાકડાને વિદેશથી આયાત કરવા પર અને સંગ્રહ પર તથા વેચાણ પર રોક લગાવવામાં આવી છે. કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશ આપવામાં આવ્યા છે. જરૂર પડે તો દિવાળી સમયે 144 લાગુ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
દિવાળી જ નહી, અન્ય તહેવારો તેમજ ક્રિસમસ અને નવા વર્ષના તહેવારો દરમિયાન ફટાકડા મામલે જરૂરી આદેશો બહાર પાડવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુક્યો છે. અને વિદેશ જેમકે ચાયનીઝ ફટાકડાના આયાત પર પ્રતિબંધ મુક્યો છે. જીલ્લા વહીવટી તંત્રને આ મુદ્દે સૂચનાઓ આપવામાં આવી છે. અને પ્રતિબંધો લાગુ કરવા જણાવાયું છે.

સરકારે ફટાકડાની ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહખોરી પર કાર્યવાહી કરવાની કડક સૂચનાઓ આપી છે. અત્યારે ફટાકડામાંથી નીકળતા ધુમાડા પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ખુબ મોટાપાયે હાની પહોચાડે છે. હાલમાં દુનિયાભરમાં કોરોના મહામારી ચાલી રહી છે અને કોરોનાના દર્દીઓ અને સાજા થયેલા લોકોને માટે પણ હાનીકારક છે. ફટાકડામાં રહેલા દારૂખાનામાં ઝેરી રસાયણો હોય છે જે દુનિયા પર ખતરો પેદા કરે છી. મોટા ભાગના લોકોને આ ધુમાડા બાદ શ્વાસ લેવામાં તકલીફો પડે છે.
કોરોનાના સંક્રમણ સમયે લોકોના સ્વાસ્થ્યને નુકશાન ના થાય તથા સ્વાસ્થ્ય ખતરો ના આવે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. નિષ્ણાતો પણ આ વર્ષે ફટાકડા ના ફોડાય તો લોકોના ફાયદામાં રહેશે તેંવું જણાવે છે. આમ અનેક મામલે ચર્ચા અને મીટીંગ બાદ સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર, વિદેશી ફટાકડાની આયાત, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે.