ભારતને ચીની ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવા પર બ્રેક લગાવી છે. ભારત હવે સ્વદેશી આત્મનિર્ભર પ્રોજેક્ટ ઉપર ખાસ ભાર આપશે અને દરેક ઉપકરણોનું સ્વદેશી ઉત્પાદન કરશે જેથી દેશને પણ ફાયદો થાય. ભારત હાલ એક વર્ષમાં 71 હજાર કરોડના વિદેશી ઉપકરણો આયાત કરતો હતો. હાલ ભારત તમામ પ્રકારના ઉત્પાદનોનું નિર્માણ ભારતમાં જ થાય તે માટેના પ્રયાસ કરી રહ્યું છે, જેથી હવે ચીની ઉપકરણોની આયાત પર રોક લગાવી છે. ભારત વીજળીના અનેક ઉપકરણો ચીન પાસેથી નહિ ખરીદીને ચીનને મોટો ફટકો આપવા જઈ રહ્યું છે.

ડીજીસીઆઈના અંદાજ મુબજ ભારતે 21235 કરોડના ઉપકરણો ચીન પાસેથી આયાત કર્યા છે. જેથી હવે આ તમામ ઉપકરણોનું નિર્માણ ભારતમાં જ થાય અને સફળ પ્રયાસો થાય તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે, અનેક ઉપકરણોનું ઉપ્તાદન સફળ રીતે ભારતે કરી પણ લીધું છે. હવે ખુબ જ નહીવત માત્રામાં ચીન પાસેથી આવા ઉપકરણો મંગાવવા પડશે.
પ્રાપ્ત માહિતી મુજબ 2009માં 17289 કરોડ, 2010માં 22114 કરોડ, 2011માં 29062 કરોડ, 2012માં 22679 કરોડ, 2013માં 19658 કરોડ, 2014માં 19000 કરોડ, 2015માં 19757 કરોડ, 2017માં 19682 કરોડ રૂપિયાના ઉપકરણો ચીન પાસેથી ભારતે ખરીદ્યા છે.

આમ અનેક કરોડો રૂપિયાના ઉપકરણો ભારત ચીન પાસેથી ખરીદી રહ્યું હતું પરંતુ આ વર્ષે સરહદ મામલે ભારત અને ચીન વચ્ચે સંબંધો ખરાબ થયા છે, હાલમાં પણ લદાખ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, જુન માસમાં ભારતના 20 જવાનો આ સરહદ પર સહીદ થયા હતા સાથે ચીનના 45 જેટલા ચીની સૈનિકોના પણ મોત થયા હતા ત્યારથી ભારત અને ચીનના સંબંધો ખરાબ થયા છે. જેથી ભારતે અનેક એપ્લીકેશનો અને ચીની આયાત પર ઘટાડો કરીને રોક લગાવી છે.
દર વર્ષની માફક આ વર્ષે ફટાકડા પણ ચાઈનીજ વસ્તુનો બહિસ્કાર કરવામાં આવ્યો છે, આમપણ ભારતને સામાન આયાત કરવા માટેનો ખર્ચો વધી રહ્યો હતો તેથી ભારતે આયાત ઘટાડી છે અને સ્વદેશી ઉત્પાદનને પ્રાધાન્ય આપ્યું છે. દેશમાં ઉદ્યોગો સ્થાપીને અહી જ તેનું નિર્માણ કરવામાં આવશે અને સ્વદેશી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં આવશે.