ભારતની ખુબ જ નામાંકિત અવકાશ વિજ્ઞાન સંસ્થા ઈસરો આજે ખુબ મોટી જ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ઈસરોએ અવકાશ સંશોધનમાં ખૂબ જ મોટી સફળતાઓ મેળવી શક્યું છે અને દેશ દુનિયામાં પોતાનું આગવું નામ બનાવ્યું છે. આજે ઈસરો આવી જ એક નવી પરચમ લહેરાવવા જઈ રહ્યું છે. આજે બપોરના સમયે 3 વાગીને 2 મીનીટના સમયે પોતાના યાન PSLV-C49 દ્વારા 10 ગ્રહો લોન્ચ કરવા તરફ જઈ રહ્યું છે.

દેશનો 1 ઉપગ્રહ અને વિદેશી 9 એક કુલ 10 ઉપગ્રહો આજે ઈસરો લોન્ચ કરશે. તેમાં ભારતનો EOS-01 (અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ) લીથુઆનીયાના એક ટેકનોલોજી ડેમસ્ટ્રેટર, લલ્સમબર્ગના ચાર મેરીટાઈમ અને અમેરિકાના ચાર લેમુર મલ્ટી મિશન રીમોટ ઉપગ્રહો લોન્ચ કરવા તરફ પ્રયાણ કરે છે.
આ માટેની તમામ તૈયારીઓ ઈસરો દ્વારા પૂરી દેવામાં આવી છે અને તેમનું કામ સંપૂર્ણ પૂરું થઇ ગયું છે. આજે 3 વાગીને 2 મિનીટનો સમય આ લોન્ચિંગ માટે રાખવામાં આવ્યો છે. આ તમામ સેટેલાઈટ આ સમયે છોડવામાં આવશે. મુખ્યત્વે ભારતના ઉપગ્રહો હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી છોડવામાં આવશે.

દેશ માટે આ તમામ ઉપગ્રહો સાથે છોડવામાં આવી રહેલો ભારતીય ઉપગ્રહ ખુબ જ અગત્યનો છે કારણ કે આ સેટેલાઈટ મેપ અને નકશા આધારિત છે, જે દેશના સીમાડાઓ પર નજર રાખી શકે છે. આ સેટેલાઈટ દુશ્મન દેશની ઘુસણખોરી અને આતંકવાદીઓની સીમા પ્રવેશ પર નજર રાખી શકે છે. ઈસરો આ EOS-01 અર્થ ઓબ્ઝર્વેશન રીસેટ સેટેલાઈટની એડવાન્સ સીરીઝ છે. આમાં અપર્ચર રડાર લગાવવામાં આવ્યું છે. તે પૃથ્વી પર ગમે તે સમયે પૃથ્વી પર નજર રાખી શકે છે. મહત્વની બાબત તો એ છે કે પૃથ્વીનું વાદળો વચ્ચેથી પણ નીરીક્ષણ કરી શકે છે અને ચોખી તસ્વીરો લઇ શકે છે. આ દેશમાં પાક નિયંત્રણ અને જીવાતી નુકશાનથી આગોતરી સાવચેતી રાખી શકે છે.

આમ આજે મહત્વનો સેટેલાઈટ ઈસરો દ્વારા લોન્ચ કરશે, આગામી સમયમાં પણ અનેક મહત્વના સેટેલાઈટ તેમજ ચંદ્રયાન-3 અને મંગળયાન-2 લોન્ચ કરવાની યોજના પણ બનાવી રહ્યું છે, દેશની આ સંસ્થા ખુબ જ દેશ માટે મહત્વના કામો કરી રહી છે.