અમદાવાદ એરપોર્ટ સહીત સાત એરપોર્ટનું સરકાર દ્વારા ખાનગીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ખાનગીકરણ કરવાની કામગીરી છેલ્લા માર્ચ મહિનાથી ચાલી રહી હતી. જેમાં અનેક વિઘ્નો આવ્યા અને અંતે તેનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ માટેની અનેક અડચણોમાં ત્યાં ફરજ બજાવી રહેલી CISF જવાનોની મોટી સંખ્યાને લઈને હતી. હવે ઓફિસિયલ રીતે સંપૂર્ણ સંચાલન 10 નવેમ્બરથી સંપૂર્ણ રીતે અદાણી ગ્રુપના હસ્તક જતું રહે છે.

હાલમાં અદાણી ગ્રુપના કર્મચારીઓ સાર્જ સાંભળવાની ટ્રેનીંગ અને કામગીરી માટે એરપોર્ટ બિલ્ડીંગમાં ફરજ પણ બજાવવા લાગી ગયા છે. એરપોર્ટ અને સિક્યુરીટી સહિતના સ્ટાફને તાલીમ પણ આપી દેવામાં આવેલી છે. અને હાલમાં અમદાવાદ એરપોર્ટ પર અદાણી ગૃપના બેનર્સ પણ લાગી ગયા છે. જેમાં બેરીકેટસ, એન્ટ્રી ગેટ, એક્ઝીટ ગેટ વગેરે જગ્યાઓ પર અદાણી કંપનીના બેનરો લાગી ગયા છે.
હવે વહીવટ અદાણી ગૃપને આપીને સરકારે ખાનગીકરણ કરી દીધું છે. અદાણી ગૃપ 50 વર્ષ માટે અમદાવાદ ઇન્ટરનેશનલનો વહીવટ કરશે. આજે મધ્યરાત્રીથી સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલનું સંચાલન પોતાના હાથમાં લઇ લીધું છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ માહિતી મામલે જાહેરાત કરવામાં આવી છે અને હવે અદાણી ગૃપે પોતાના હસ્તક લેતા એરપોર્ટને શણગારવાની કામગીરી શરૂ કરી દીધી છે. આગામી સમયમાં સમારંભ પણ ગોઠવવામાં આવશે. અદાણી ગૃપ પાસે એરપોર્ટનો મેઈન્ટેનન્સ અને કોમ્યુનીકેશનનો ચાર્જ અદાણી ગ્રુપ પાસે છે. જ્યારે એર ટ્રાફિક કંટ્રોલ અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી પાસે રહેશે.

અદાણી ગૃપ જેટલા પણ પ્રાઈવેટ કોન્ટ્રકટ છે તે પોતાની પાસે લઇ લેશે. દરેક કોન્ટ્રકટ બીજી કંપનીને આપવો કે નહિ તે હવે અદાણી ગ્રુપના અધિકારીઓ નક્કી કરશે. અદાણી ગ્રુપનો સંપૂર્ણ સ્ટાફ 10 નવેમ્બરથી કામગીરી પર લાગી જશે. આવનારા સમયમાં કોઈ મુશ્કેલી ના સર્જાય તે માટે આગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે.
હવે એરપોર્ટ માટે અદાણી ગૃપ દ્વારા સુવિધા વધારવામાં આવશે. રનવેનું નવીનીકરણ કરવામાં આવશે. ટર્મિનલની બહાર મુસાફરોની સુવિધા વધારવામાં આવશે. પીકઅપ એન્ડડ્રોપની સુવિધા વધારવામાં આવશે તેમજ ત્રણ વર્ષ બાદ અદાણી ગૃપના કર્મચારીઓ સ્વતંત્ર રીતે કામ કરશે. હાલમાં 126 જેટલા ખાનગી સુરક્ષા કર્મીઓ પણ મુકવામાં આવ્યા છે. આમ હવે અદાણી ગૃપે લીધેલી વહીવટી સંચાલન માટેની દસ્તાવેજની તસ્વીરો પણ જાહેર કરવામાં આવી છે જેમાં 50 વર્ષ સુધી સંચાલન માટે હસ્તાક્ષર થયેલા છે.