દક્ષિણ દીલ્હીના માલવિય નગરમાં આવેલા લોકપ્રિય ભોજનાલય ‘બાબા કા ઢાબા’ ના માલિક કાંતા પ્રસાદે ઈન્સ્ટાગ્રામ કન્ફ્લુંએન્સર અને યુટ્યુબર ગૌરવ વાસનના વિરુદ્ધ પૈસાની હેરાફેરી મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે રવિવારે આ વિશે માહિતી આપી હતી.

દિલ્હીના દક્ષિણ વિસ્તારમાં આવેલા માલવિય નગરમાં આવેલા લોક પ્રિય વાયરલ થયેલા ‘બાબા કા ધાબા’ ના માલિકે યુટ્યુબર ગૌરવ વાસન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં વાસન વિરુદ્ધ પૈસાની હેરાફેરી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. બાબા કા ઢાબા ના એક વિડીયો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો હતો કે રાતોરાત બાબાનો ઢાબો ફેમસ થઇ ગયો હતો. આ વિડીયોમાં લોક ડાઉનના પરિણામે બાબા ની હાલત આર્થિક રીતે ખરાબ થઇ હોવાની સ્થિતિ બતાવવામાં આવી હતી.

જેમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં બાબાએ ગૌરવ વાસનના વિડીયોમાં પોતાના સંઘર્ષની વાત બાબા દ્વારા જાહેર કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયુ છે કે તેનો વિડીયો સુટ કરવામાં આવ્યો અને અને તેને ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યો અને તેમાં તેને લોકોને રૂપિયા આપવાની વાત કરી હતી.

હવે ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ગૌરવ વાસને જાણી જોઇને માત્ર તેમના પરિવાર અને દોસ્તોના બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર દાનદાતાઓને શેર કર્યો હતો અને ફરિયાદ કરનાર ધાબાના માલિકને કોઇપણ જાણકારી આપ્યા વગર વિવિધ પ્રકારના નાણાકીય લેવડદેવડ અલગ અલગ માધ્યમો દ્વારા કરી છે.
આ મામલા વચ્ચે ગૌરવ વાસન દ્વારા પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેં કોઈ બેઈમાની નથી કરી અને તે પોતાની આ લેવડદેવડની સાબિતી માટે એક વિડીયો બનાવીને બેન્કના સ્ટેટમેન્ટ રજૂ કરશે.