ગયા વર્ષે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા હતા જેના પરિણામે ખેડૂતોને ખુબ મોટો ફાયદો થયો હતો અને શહેરી લોકો ભાવ વધારે હોવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. ડુંગળીના ભાવ વધી જાય તો ખેડૂતો માટે ખુબ ફાયદાકારક છે, આમ પણ ગયા વર્ષે ડુંગળીનું ઉત્પાદન કરતા રાજ્યોમાં પૂરના પરિણામે પાક ધોવાઇ ગયો હતો અને જેના પરિણામે જે પ્રદેશમાં ડુંગળીનો પાક ઉજર્યો હતો તે પ્રદેશના લોકોને ખુબ ફાયદો થયો હતો.

જ્યારે ગયા વર્ષે પુષ્કળ ભાવ મળતા આ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું છે. જ્યારે ગયા વર્ષે સરકારે વિદેશમાંથી ડુંગળીની આયાત પણ નહોતી કરી જેના લીધે ભાવ આસમાને પહોંચી ગયા હતા, પરંતુ આ વર્ષે સરકારે આગોતરી તમામ તૈયારીઓ કરી લીધી છે જેથી ડુંગળીના ભાવ સામાન્ય રહી શકે.
તહેવારોમાં ડુંગળીના ભાવ વધતા જણાતા સરકારી સંસ્થા NAFAD દ્વારા વિદેશથી 15000 ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડુંગળીને આયાત કરીને પોર્ટ પરથી સીધી જ શહેરોમાં વિતરણ કરવામાં આવશે. દરેક રાજ્ય સરકારો સાથે ડુંગળીની જરૂરીયાત પ્રમાણ માટે ચર્ચાઓ થઇ ચુકી છે. આ સમયે ડુંગળીના કદ અને ગુણવત્તા પર ભાર મુકાઈ રહ્યો છે, ભારતીય લોકોને અનુકુળ આવે તે ભાવના પ્રમાણમાં અને પસંદગી પ્રમાણે ડુંગળી મંગાવવામાં આવશે.

ભારતીય લોકો મોટા ભાગે મધ્યમ કદની ડુંગળીના શોખીન રહ્યા છે. વિદેશી ડુંગળી 80mm કદની હોય છે જે ગયા વર્ષે ભાવ વધતા સરકારે વિદેશી નિકાસ કરતા દેશો પાસેથી ડુંગળી આયાત કરી હતી જેમાં તુર્કી અને ઈજીપ્તનો સમાવેશ થાય છે.
હાલમાં ગ્રાહકોને પસંદગી પ્રમાણેની ડુંગળી માટે ભાર અપાઈ રહ્યો છે. જ્યારે ભારતના અમુક રાજ્યોમાં આ સીઝનની ડુંગળીની આવક પણ શરૂ થઇ ગઈ છે જેથી હવે ગ્રાહકોને કોઈ ભાવ બાબતે મુશ્કેલી ઓછી થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે હવે બજારમાં ડુંગળીના ભાવ સામાન્ય થઇ જશે. જોકે આ સ્થિતિ વિશે સમીક્ષા કરતા ખેડૂતો માટે હવે કોઈ મોટો ફાયદો થઈ શકશે નહિ, અને આ પરિણામે આ વર્ષે ભાવ સામાન્ય રહેશે. આ વર્ષે સરકાર દ્વારા ખેડૂતો માટે નવા કાયદાઓ પણ ઘડવામાં આવ્યા અને રાષ્ટ્રપતિની મંજુરી પણ મળી ગઈ છે.