અત્યારના સમયમાં પશ્વિમ બંગાળનો પ્રવાસ કરી રહેલા અમિત શાહે એક ભૂલથી કોઈક બીજાની પ્રતિમા પર ફૂલ ચડાવવા પહોંચી જતા ખુબ ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી અમિત શાહ બંગાળના પ્રવાસ કરી રહ્યા છે, જેમાં પશ્વિમ બંગાળના બાંકુડા જિલ્લામાં બિરસા મુંડાની જે પ્રતિમા ઉપર ફૂલ ચડાવ્યા તેના માટે વિવાદ ઉભો થયો છે. બંગાળની રાજનૈતિક પાર્ટી ટીએમસીએ ટ્વીટ કરીને આ મામલે ચોખવટ કરતા જણાવાયું છે કે આ પ્રતિમા બિરસા મુંડાની નથી જે કોઈ બીજા નેતાની છે.

આ વિસ્તારમાં આદિવાસીની વસ્તી મોટા પ્રમાણમાં છે, અમિત શાહે પોતાની યાત્રાની શરૂઆત આ જિલ્લાથી જ કરી છે. ભાજપના કાર્યકરો અમિત શાહને એવી એક પ્રતિમા પાસે લઈ ગયા હતા કે તી કોઈ બીજા આદિવાસી નેતાની હતી. પાછળથી કોઈ દ્વારા જાણ કરવામાં આવી કે આ મૂર્તિ બીરસા મુંડાની નથી પરંતુ બીજા કોઈની છે. ત્યારે બિરસા મુંડાની તસ્વીર મંગાવવામાં આવી હતી અને આ પ્રતિમા પાસે મુકીને તેને ફૂલ ચડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મામલો વધી જતા અમિત શાહે આ ફોટો ટવીટર પર શેર કર્યો હતો.
ફોટો શેર કરીને અમિત શાહે કેપ્શનમાં લખ્યું હતું કે પશ્વિમ બંગાળમાં બાંકુરા જિલ્લામાં પ્રસિદ્ધ આદિવાસી નેતા બિરસા મુંડાજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. બિરસા મુંડાજીનું જીવન આદિવાસી બહેનો અને ભાઈઓના અધિકારો અને ઉત્થાન માટે ખુબ સંઘર્ષમય અને સંપૂર્ણ ફાયદા માટે સમર્પિત હતું. તેમનું જીવન શાહસ અને બલિદાન બધાને માટે પ્રોત્સાહિત હતું.

આ ટ્વીટ કર્યું એના થોડા સમય બાદ તૃણ મૂલ કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરવામાં આવી અને લખવામાં આવ્યું કે ફરી એક વખત બહારનો કોઈ કેન્દ્રીય ગૃહ મંત્રી બંગાળની સંસ્કૃતિથી એટલા અજાણ છે કે તેને ખોટી પ્રતિમાને માળા પહેરાવી અને ભગવાન બિરસા મુંડાની છબીને કોઈ બીજાના પગમાં રાખવામાં આવી. શુ આવા બહારના વ્યક્તિ બંગાળની સંસ્કૃતિનું રક્ષણ કરી શકશે. આદિવાસીના અનેક સંગઠનોએ તે ઘટનાને બિરસા મુંડાનું અપમાન ગણાવ્યું અને ઘટનાને વખોડી હતી. હાલમાં આવા સમાચારોને ભાજપ દ્વારા ખોટા ગણવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ આદિવાસીઓના સંગઠનો પણ અમિત શાહ વિરુદ્ધ થયા હતા.