અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે જેમાં રીપ્લીક્ન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ છે જ્યારે ડેમોક્રેટીક પાર્ટીના જો બાઈડનની જીત થઈ છે, પરંતુ ભારત માટે ખાસ એવા મહિલા ઉપરાષ્ટ્રપતિ બની રહ્યા છે તે વ્યક્તિ કમલા હેરીસ છે. તેઓ ઉપરાષ્ટ્રપતિ બનીને એક સાથે 3 નવા રેકોર્ડ બનાવીને ઈતિહાસ બનાવ્યો છે.

પાર્ટીની જીત બાદ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરીસ બનશે તે નક્કી થઈ ગયું છે. ભારત માટે કમલા હેરીસનું નામ એટલા માટે ખુબ મહત્વનું છે કે તેઓ ભારતવંશી મહિલા છે. આ મહિલા પર ભારતને આશા છે કે તેઓ ભારત અને અમેરિકામાં વિજય પાર્ટી સાથે અને રાષ્ટ્રપતિ સાથે ભારતના સંબંધો મજબુત કરવાનું કામ કરશે. તેઓ ઉપરાષ્ટ્રપતિ બનતાની સાથે જ ત્રણ નવા ઈતિહાસ રચ્યા છે, તેમાં તેઓ પ્રથમ ભારતવંશી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ સાથે જ તેઓ આ ઉપરાષ્ટ્રપતિ પદ પર રહેનાર પ્રથમ દક્ષિણ એશીયાઈ વ્યક્તિ છે તથા તેઓ પ્રથમ અશ્વેત ઉપરાષ્ટ્રપતિ છે. આ વ્યક્તિ કમલા હેરીસને ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. સાથે મોદીએ ટવીટરના માધ્યમ દ્વારા લખ્યું છે કે મને પૂરો વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ અને સહયોગથી ભારત અને અમેરિકાના સંબંધોમાં મજબૂતાઈ આવશે.

કમલા હેરીસ ભારતીય છે કારણ કે તેમના માતા ભારતીય હતા. તેમનો જન્મ કેલીફોર્નીયામાં થયો છે. હાલ તેઓ 56 વર્ષના છે તેમનો જન્મ 1964માં થયેલો છે. તેમના માતા ભારતીય નામ શ્યામા ગોપાલન હતા. તેમના પિતા નામ ડોનાલ્ડ હેરીસ હતા. તેઓ બ્રેસ્ટ કેન્સરના નિષ્ણાત વૈજ્ઞાનિક હતા. તેમના માતા કેન્સરનો ઈલાજ કરાવવા ભારતથી અમેરિકા પહોંચ્યા હતા ત્યારે તે બંને વ્યક્તિની મુલાકાત થઈ હતી અને આ મુલાકાત લગ્ન સંબંધમાં પરિણમી હતી.

કમલા હેરીસે જણાવેલી માહિતી મુજબ 1972માં તેમના માતા પિતાના છૂટાછેડા થઇ ગયા હતા અને ત્યારબાદ તેમની અને તેમના બહેનની સંભાળ તેમની માતાએ રાખી. 1976 માં 12 વર્ષની ઉમરમાં તેઓ બહેન માયા અને પોતાની માતા સાથે ઓકલેન્ડ (કેલીફોર્નીયા)થી તેઓ મોન્ટ્રીયલ વસવાટ માટે ગયા હતા અને તેઓ માતા સાથે અનેક વખત ભારત આવ્યા છે. મોન્ટ્રીયલ ગયા બાદ તેઓએ શૈક્ષણિક કાર્યની નોકરી મેક્ગીલ યુનીવર્સીટીમાં કરી અને તેઓ હોસ્પિટલ જ્વેશ જનરલ હોસ્પીટલમાં સંસોધન કાર્ય પણ કરતા હતા.
તેઓએ જણાવ્યું કે તેઓ શરૂઆતમાં કડક સ્વભાવના હતા અને તેમની માતાની નજીકના હતા. 1986માં તેઓએ હાર્વર્ડ યુનીવર્સીટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને 1989માં કેલીફોર્નીયામાંથી કાયદાનો અભ્યાસ પૂરો કર્યો છે. 1998માં બ્રાઉન યુનીવર્સીટીમાંથી પણ ગ્રેજ્યુએશન કર્યું છે.