હાલમાં બિહાર વિધાનસભા ચૂંટણીનું મતદાન સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ ચુક્યું છે, અને એક્ઝીટ પોલ માટે અલગ અલગ એનાલીસીસ કરતી એજેન્સીઓએ પોતાના પોલ રજૂ કર્યા છે. આ એક્ઝીટ પોલ મોટે ભાગે સાચા તરફનો અંદાજ લગાવતાં હોય છે, જોકે કેટલા સાચા તે તો આવનાર સમય 10 નવેમ્બરના રોજનું પરિણામ બતાવશે. કોરોના સમયની આ પહેલી ચૂંટણી છે અને સંપૂર્ણ રીતે કાળજીપૂર્વક યોજાઈ છે.

એજેન્સીઓએ જાહેર કરેલા પોલ મુજબ 243 બેઠકો માટે મતદાન યોજાયું હતું જેમાં આજે ત્રીજો અંતે અંતિમ દિવસ તબક્કો હતો. પ્રથમ 71 બેઠકો માટે 28 ઓક્ટોબર, ૩ નવેમ્બરે બીજા તબક્કામાં 94 બેઠકો માટે અને આજે 78 બેઠકોનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. આમ કુલ 243 બેઠકો માટે બિહાર વિધાન સભાના પોલ આ મુજબ એનાલીસીસ થયું છે. જેમાં Times Now- CVoter મુજબ JDUને 102થી 118 અને RJDને 104થી 120 સીટો મળી શકે તેમ છે જયારે અન્ય પક્ષને 27થી 50 સીટો મળી શકે છે.
Republic Jan Ki Baat દ્વારા પોલમાં JDUને 118થી 138 બેઠકો અને RJDને 91થી 117 બેઠકો જ્યારે અન્ય પક્ષને 8થી 14 બેઠકો મળી શકે છે. INDIA TVના પોલ મુજબ JDUને 125 બેઠકો અને RJDને 85 બેઠકો જ્યારે અન્ય પક્ષને 6 બેઠકો મળવાની શક્યતાઓ છે. ABP-Cvoterના પોલ મુજબ JDUને 104થી 128 બેઠકો અને RJDને 108-131 બેઠકો જ્યારે અન્ય પક્ષને 4-8 બેઠકો મળવાની શક્યતાઓ બતાવવામાં આવી છે.

ભાસ્કરના એક્ઝીટ પોલ મુજબ NDAને 120-127 બેઠકો અને મહાગઠબંધન સાથે RJDને 71થી 81 બેઠકો મળી શકે છે અને LJPને 12થી 23 બેઠકો જ્યારે અન્ય પક્ષને 19થી 27 બેઠકો મળવાનું અનુમાન છે. INDIA TVના એક્ઝીટ પોલ મુજબ NDAને 116 બેઠકો, RJDને 120 બેઠકો જયારે LJPને 1 બેઠક સાથે અન્ય પક્ષોને 6 બેઠકો મળવાની શક્યતાઓ છે.
TV9 BHARATVARSHNA એક્ઝીટ પોલ મુજબ મહાગઠબંધનને 115થી 125 બેઠકો અને NDAને 110-120 તેમજ લોક જનતા પાર્ટી 3થી 5 બેઠકો મળી શકે છે જયારે અન્ય પક્ષને 10 થી 15 બેઠકો મળી શકે છે. આ તમામ પોલના તારણો બતાવ્યા છે અને કોઇપણ પક્ષને બહુમતી માટે 122 બેઠકોની જરૂર પડે છે.