હાલ ભારત અને ચીન વચ્ચે સરહદ મામલે ઘણા સમયથી પૂર્વ લદાખ વિસ્તારમાં તણાવ ચાલી રહ્યો છે. બંને દેશના સંરક્ષણ મંત્રીઓ અને વિદેશ સચિવોની રશિયામાં મીટીંગો પછી પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. બંને દેશ વચ્ચે જુન માસમાં થયેલા ઘર્ષણ બાદ આ મામલો વકરેલો છે, જોકે આ મામલે બંને દેશો વાતચીત દ્વારા ઉકેલ લાવવા સહમત થયા છે. કહેવાય છે કે આ મુદ્દાનો સાવ ઉકેલ ના આવે ત્યાં સુધી બંને દેશો પોતાનો સંયમ જાળવી રાખશે, બંને દેશો ફ્રન્ટ લાઈન એરિયામાં વધુમાં વધુ સંયમ જાળવશે.

India-China ready to resolve border dispute through talks
આ ઉકેલ માટે બંને દેશો વચ્ચે 6 નવેમ્બરના રોજ 8મી કોર કમાન્ડર સ્તરની વાતચીત થઇ હતી. આ મીટીંગમાં ચીને ભારત દ્વારા ચુશુલ વિસ્તારમાં થયેલી આ વાતચીતમાં પેન્ગોંગ વિસ્તારમાં રહેલા ભારતીય સૈનિકોને હટાવી લેવાની વાતચીત ચીન દ્વારા કરવામાં આવી છે. જ્યારે ભારતે ચીન સામે સમગ્ર વિસ્તારમાંથી સ્થિતિ યથાસ્થિત કરવાની વાત કહી છે.
સરકારી નિવેદન પ્રમાણે બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા વિવાદને ઉકેલવા માટે સહમત થયા છે. બંને દેશોએ નક્કી કર્યું છે કે તેઓ પોતાના ટોચના નેતાઓ દ્વારા નક્કી કરેલી ગાઈડલાઈન્સનું પાલન કરશે. આ સાથે જ LAC (Line of Actual Control) પર ફરજ બજાવી રહેલા જવાનોને કોઇપણ ગેરસમજણ વગર બંને દેશો વચ્ચે કોઈ ગેરસમજણ પેદા ના થાય તેનો ખ્યાલ રાખવામાં આવશે અને સમસ્યા ઉકેલાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

India-China ready to resolve border Dispute
સરહદ મામલે બંને દેશોએ વિવાદનો ઉકેલ લાવવાના તમામ પ્રયાસો અને કુટનીતિક વાતચીતના માર્ગો ખુલ્લા રાખવામાં આવશે. આ સમાધાન સાથે બીજી કોઇપણ સમસ્યા સમયે મુદ્દાઓને ઉકેલવા વાતચીત અને સંબંધો મજબુત કરાશે. હાલ બંને દેશના કમાન્ડરો વચ્ચે વાતચીતઓ દોર ચાલુ રાખવા માટે સ્વીકૃતિ બતાવવામાં આવી છે.
હાલમાં હવે ભારતના સૈન્ય અને સરકારી અધિકારીઓ અને રાજનેતાઓ ચીન સરહદ વચ્ચે થયેલા તણાવને દુર કરવા માટેના પ્રયાસનો દોર ચાલુ થઇ ગયો છે જોકે આગામી સમયમાં સંપૂર્ણ સમસ્યાનો ઉકેલ ણા આવે ત્યાં સુધી ભારત પોતાના જવાનો આ વિસ્તારમાં જ રાખશે. કારણ કે ચીન ગમે ત્યારે ઘુસણખોરી કરવા માટે ટેવાયેલું છે. અને આમ પણ 1962 પછીના ચીન સાથેના યુદ્ધ પછી ભારતના અને ચીનના સંબંધો સરહદ મામલે તણાવ ભરેલા રહ્યા છે.