અમેરિકાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ તરીકે કેમોક્રેટીક પાર્ટીનો વિજય થયો છે અને બાઈડન રાષ્ટ્રપતિ બન્યા છે. પરંતુ ટ્રમ્પ આ જીત માનવા તૈયાર નથી. ટ્રમ્પ કેમ્પેન ટીમે કહ્યું છે કે જો બાઈડન ખોટી રીતે પોતાને વિજેતા બતાવી રહ્યા છે. આ રેસ હજી પૂરી નથી થઈ અમે કાયદાકીય રીતે પ્રક્રિયા પૂરી કરીને જીતી બતાવીશું.
આ જીત સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં મોટાપાયે છેતરપીંડી થયાનો આરોપ લગાવ્યો છે અને જીત પોતાની જ હોવાનો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે નિરીક્ષકોને કાઉન્ટીન્ગ રૂમમાં પ્રવેશવાની મંજુરી આપવામાં આવી નથી, અને ટ્રમ્પે કહ્યું છે કે મને 7 કરોડ 10 લાખ કાયદેસર વોટ મળ્યા છે. આ ચૂંટણી ખરેખર તો મેં જ જીતી છે અને નિરીક્ષકોને કાઉન્ટીન્ગ રૂમમાં પ્રવેશમાં દેવામાં આવ્યા ન હતા. જોકે આવું ક્યારેય થયું નથી અને મોટી સંખ્યામાં મેલ ઈન બેલેટસને લોકો સુધી પહોચાડવામાં આવ્યું છે મારી માંગ નહોતી છતાં આવું કરવામાં આવ્યું છે.

ટ્રમ્પ દ્વારા વધુમાં ટ્વીટ દ્વારા લખવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિને મળેલા સૌથી વધારે મત મને મળ્યા છે. જે 7 કરોડ 10 લાખ જેટલા છે પરંતુ ગરબડને કારણે મોટો ગોટાળો થયો છે હવે તેઓ કાયદાકીય કોર્ટમાં લડવા જઈ રહ્યા છે. ટ્રમ્પની પાર્ટી રીપલીકનનો આરોપ છે કે મોટા ભાગના મેલ ઈન બેલેટસ રાત્રે 8 વાગ્યા પછી નિર્ધારિત સમય બાદ આવ્યા છે અને નિયમ પ્રમાણે આ પ્રક્રિયા ખોટી થઈ છે. હવે તેઓની ફેર ગણતરી કરવાની માંગ છે. તેણે કોર્ટમાં જણાવ્યું છે કે કોઈ બેલેટને ચૂંટણી પહેલા મોકલવામાં આવ્યા છે તો કોઈક બેલેટને ચૂંટણી બાદ મોકલવામાં આવ્યા છે.

તેમણે કહ્યું છે કે બાઈડને જબરદસ્તી અને ખોટી રીતે રાષ્ટ્રપતિનો દાવો કરવો ન જોઈએ આ વાતથી એ સાબિત થાય છે કે ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. તેમણે ત્રણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે નેવાડામાં પાછળ રહ્યા બાદ જ્યોર્જીયાના મિસિંગ મીલીટરી બેલેટસ ક્યાં છે? તેનું શું થયું? આ વિસ્તારમાં ટ્રમ્પ આગળ હતા અને બાઈડન આ વિસ્તારમાં આગળ નીકળી ગયા હતા. આ સાથે જ ચૂંટણીની રાતે આ તમામ રાજ્યોમાં લીડ હતી પરંતુ દીવસ વીત્યો તેમ તેમ લીડ ગાયબ થતી ગઈ. જેથી ટ્રમ્પ ગરબડ થઇ હોવાનો આરોપ લગાવે છે.