અમેરિકાની ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં બાઈડનની જીત સ્પષ્ટ થઇ ગઈ છે અને આવનારા સમયમાં સપથ વિધિ બાદ તે અમેરિકાના પ્રમુખનો કાર્યભાર સંભાળી લેશે. પરંતુ આ સમગ્ર વાત બાદ એક વાત નવી આવી છે કે બાઈડન તેના આ વિજયની ઉજવણી આર્યલેન્ડમાં કરી ચુક્યા છે, આ સાથે સમગ્ર દુનિયાને આશ્વર્ય થયું હતું.
તેનું મુખ્ય કારણ જાણવા માટે લોકો ઉત્સૂક હતા. ત્યારે અમે જણાવી દઈએ કે તેમના પરદાદા આજથી 200 વર્ષ પહેલા આર્યલેન્ડથી અમેરિકા ગયા હતા, આ પહેલા તેઓ આર્યલેન્ડના બાસીનામાં રહેતા હતા. આર્યલેન્ડ ડબલીનથી 235 કિમી દૂર ઉત્તર-પશ્વિમમાં માયો કાઉન્ટીમાં અમેરિકન ધ્વજ સાથે ઉજવણી કરી હતી. આ શહેરમાં અનેક જગ્યાએ બિડેન અને હેરિસના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા અને દુકાનો ખોલવામાં આવી હતી પરંતુ કોરોનાના પરિણામે બધી દુકાનો ખુલી ન હતી.

આ વાત અંગેનો તેમના પિત્રાઈ ભાઈ અને પલંબર ઈજનેર જોય બ્લેવિટ દ્વારા વાત જાહેર કરીને ખુલાસો કરવામાં આવ્યો છે કે તેમના 10 હજાર વસ્તી ધરાવનાર ગામમાં લોકોએ બિડેન અમેરિકાના પ્રમુખ બનતા બનતા ખુશીથી જુમી ઉઠ્યા હતા અને તેમના ગામ સાથે લગાવ અને સંબંધ ધરાવતા વ્યક્તિ વડા બન્યા તેનો તેમને આનંદ છે. બરાક ઓબામાંએ બિડેન જયારે કોંગ્રેસને મેડલ ઓફ ઓનર તેમના પિતરાઈ બ્લેવિટને અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. હવે તેમના ભાઈ પ્રમુખ બનતા ફરી વખત તેમને વ્હાઈટ હાઉસ બોલાવશે તેવી આશા છે. 2016 માં ઉપ પ્રમુખના પદના અંતિમ વર્ષમાં તેમની બાલીનાની મુલાકાત લેવાની ઈચ્છા હતી.

બીડેનના પરદાદાના દાદા એડવર્ડ મેકક્રેની આયર્લેન્ડથી અમેરિકા ગયા હતા. તેઓ બ્રેક મેકર અને સિવિલ ઈજનેર હતા અને તેમને જ આયર્લેન્ડનો નકશો તૈયાર કર્યો હતો. બીડેનના 16 પેઢીમાંથી 10 આયર્લેન્ડમાં જનમ્યાનો ઈતિહાસ છે. તેમના પરદાદાના દાદા મેકક્રેની પણ 15 વર્ષ સુધી આયર્લેન્ડમાં રહ્યા હતા.
બિડેન અમેરિકાના પ્રમુખ બનીને હવે વંશીય સમસ્યાઓને દુર કરશે અને તેમની વ્હાઈટ હાઉસની પ્રતિષ્ટાને જાળવશે. આમ આયર્લેન્ડ સાથે જો બિડેનનો ઈતિહાસિક અને પેઢીઓ ભરનો નાતો છે. જેથી તેમના વિજયની ઉજવણી આયર્લેન્ડમાં થઇ હતી. જયારે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો નાતો તેમના મમ્મી ભારતીય હોવાથી ભારત સાથે છે તેમના મામા પણ આજે દિલ્હીમાં રહે છે, તેમનું નામ ગોપાલન બાલા ચંદ્ર છે, તેમના દ્વારા તેમના ભાણી પ્રમુખ બનતા તેમને ખુશી વ્યક્ત કરી હતી.