ગયા વર્ષે વાહનોને લગતા કાયદામાં સુધારો થયો હતો, જેમાં અનેક અગત્યના નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ સમયે હવે કેન્દ્ર સરકારે ડીસેમ્બર 2017 પહેલા ખરીદાયેલા તમામ ફોર વ્હીલ વાહનો માટે ફાસ્ટટેગ ફરજીયાત કરી દીધું છે. આ માટે હવે 1 જાન્યુઆરીથી ફાસ્ટટેગ ફરજીયાત રહેશે.

સરકારે M અને N કેટેગરીના જુના વાહનો 1 જાન્યુઆરી 2021 થી અમલવારી ફરજીયાત બનાવી દેશે. આ નિયમ માટેનો સુધારો ફોર્મ 51 માં સુધારો કરીને બનાવવામાં આવ્યો છે. સરકારે આ સંદર્ભમાં સુધારો કરીને નોટીફીકેશન બહાર પાડ્યું છે. જે વીમાના સર્ટીફીકેટમાં સુધારો કર્યો છે. સરકારે આ માટે મોટર વ્હીકલ ફોર વ્હીલ કાયદા CMVR, 1989માં સુધારો કરીને ફાસ્ટેગ ફરજીયાત કર્યું છે.

ફાસ્ટટેગ લેવા માટે SBI, ICICI, AXIS જેવી દેશની મોટાભાગની સરકારી બેન્કોમાંથી અને ખાનગી બેન્કોમાંથી લઈ શકાય છે. ફાસ્ટેગ એમેઝોન અને પેટીએમથી પણ ખરીદી શકાય છે.મોટા પેટ્રોલ પંપથી પણ ફાસ્ટેગ ઉપલબ્ધ બને છે.તેમજ NHAI દ્વારા ફાસ્ટેગની ફ્રી સુવિધા તમામ ટોલ પ્લાઝા મળી શકે છે.

ફાસ્ટેગએ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટેકનોલોજી છે. જેથી રેડિયો આવૃત્તિ ઓળખ થાય છે.આ એક રીચાર્જ કરવામાં આવતું પ્રીપેડ છે જે વાહનની વિન્ડશિલ્ડ પર અંદરની બાજુ રાખવું પડશે. જ્યારે વાહન ટોલનાકા નજીક આવે છે ત્યારે સેન્સર વાહનની વિન્ડશિલ્ડના ફાસ્ટેગને ટ્રેક કરે છે.ત્યાર બાદ ટોલ નાકા પર જરૂરી રકમ ફાસ્ટેગ ખાતામાંથી આપોઆપ કપાઈ જાય છે. જેથી વાહન રોક્યા વગર ફી ફ્રી શકાય છે. જ્યારે તમારું ફાસ્ટેગ ખાતું ખુલે ત્યારથી જ કામ કરવાનું શરૂ થઇ જાય છે અને જયારે ખાતામાં રકમ ખૂટે ત્યારે રીચાર્જ કરવું પડશે.
નવા વાહનો માટે પહેલાથી જ ફાસ્ટેગ લાગુ કરી દેવામાં આવ્યા છે જેમાં વાહન વેચાણ કરનાર કંપનીઓ અને તેના ડીલર્સને આ વાહન વેચાણ વખતે આ જવાબદારી સોંપવામાં આવી છે. 2019થી રાષ્ટ્રીય પરમીટ વાહનો માટે ફાસ્ટેગ ફરજીયાત બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.