અમુક બાળકોમાં નાનપણથી અનેક ખૂબીઓ હોય છે, આમપણ કહેવાય છે કે બાળકોએ ભગવાનની દેણ છે. પરંતુ અમુક બાળકોના ગુણ એવા હોય છે કે સમગ્ર દુનિયાનું ધ્યાન તેમના તરફ આકર્ષિત થાય અને રેકોર્ડ બની જાય. બાળકો મોટા ભાગે જ્ઞાનમાં માસ્ટર બની જતા હોય છે તો ક્યારેક રેકોર્ડ પણ બનાવી લેતા હોય છે. આવો જ એક નવીનતમ રેકોર્ડ અમદાવાદના બાળકે બનાવ્યો છે.

આ બાળકનું નામ છે અર્હમ ઓમ તલસાણીયા, તેમણે સૌથી નાની ઉમરમાં કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને પાયથન પ્રોગ્રામિંગ લેન્ગવેજની એક્ઝામ પાસ કરીને આ રેકોર્ડ બનાવ્યો છે. કમ્પુટર એન્જીયરિંગમાં આગળ વધવા આ લેંગ્વેજનું પ્રમાણ પત્ર જરૂરી છે ત્યારે માત્ર 6 વર્ષની ઉમરમાં આ પરીક્ષા પાસ કરી લીધી છે. 6 વર્ષમાં આમ જોઈએ તો બાળક પ્રાથમિકના પેલા ધોરણમાં હોય છે ત્યારે આ બાળકે કોમ્પ્યુટરની આ પરીક્ષા પાસ કરી દીધી છે,
અમદાવાદના થલતેજ વિસ્તારમાં ઉદ્રમ સ્કૂલમાં આ બાળકે 7 વર્ષના પાકિસ્તાની બાળકનો રેકોર્ડ તોડી નાખ્યો છે આ પરીક્ષા તેમણે 23 જાન્યુઆરી, 2020 ના રોજ પાસ કરી હતી. આ પરીક્ષામાં ઉમેદવારો 700 સુધી માર્ક મેળવી શકતા હોય છે ત્યારે આ બાળકે 900 માર્ક મેળવ્યા છે અને ‘માઈક્રોસોફ્ટ ટેકનોલોજીએસોસિયેટની પાયથોન પ્રોગ્રામિંગ લેન્ગવેજ’ પરીક્ષા પાસ કરીને સિદ્ધિ મેળવી છે. તેને સૌથી નાની વયનો પ્રોગ્રામર જાહેર કરાયો છે.

આ બાળકમાં કોમ્પ્યુટર પ્રત્યે લગાવ હોવાનું કારણ તેમના માતાપિતા બંને સોફ્ટવેર એન્જીનીયર છે, આ બાળકને અઢી વર્ષની ઉમરથી જ ગેજેટ્સમાં રસ હતો અને ગેમ કઈ રીતે બને તેમ જાણવાનો તેને રસ હતો. આ બાળક ત્રણ વર્ષની ઉમરથી એન્ડ્રોઈડ, વિન્ડોઝ જેવી અનેક સિસ્ટમો વાપરતો થઈ ગયો હતો અને હાલમાં તે ગેમનો શોખીન છે અને પોતાની ગેમ બનાવી રહ્યો છે. આ રેકોર્ડ તોડવા સહીત તેને અનેક એવોર્ડ પણ મેળવ્યા છે.
આમ આ બાળકે પાકિસ્તાની 7 વર્ષના બાળકનો રેકોર્ડ બનાવીને પોતાના માતપિતા સહીત સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે અને આવનારા સમયમાં આ બાળક પોતાની અવનવી ગેમ લોન્ચ કરશે. તે ગેમના ટુડી અને થ્રીડી વર્ઝન પર પણ કામ કરી રહ્યી છે. નાનકડા બાળક તરીકે આટલી હદે કોમ્પ્યુટર અને સોફ્ટવેર ક્ષેત્રે આગળ વધવું તે ગુજરાત માટે ગૌરવની વાત છે.