અમેરિકામાં બિડેનનો વિજય થયો છે આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણી તેઓ જીત્યા છે, તેઓ ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે જ્યારે રીપ્લીક્ન પાર્ટીના નેતા ટ્રમ્પની હાર થઈ છે, પરંતુ હાલ આવનારા શપથ વિધિના દિવસો સુધી તેઓ કાર્યભાર સંભાળશે. આમપણ તેઓ હાર માનવા તૈયાર નથી અને કાયદાકીય કાનૂની લડત આપવાની વાત કહે છે.

અમેરિકમાં શપથ વિધિ માટે સ્પેશીયલ દિવસ નક્કી થયેલો છે, જ્યારે પણ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થાય ત્યારે 20 જાન્યુઆરીના દિવસે શપથવિધિ યોજાય છે. જો કે ટ્રમ્પ બિડેન શપથ લે તે પહેલા ચીન સામે એક્શન મુડમાં છે. જો ટ્રમ્પ એવું કરશે તો બિડેનની મુશ્કેલીમાં વધારો થશે. આ પહેલા પણ કોરોનાને ટ્રમ્પ ચાઈનીઝ વાયરસ અનેક વખત કહી ચુક્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે ચીનના આ વાયરસને કારણે અમેરિકાને મોટાપાયે નુકશાન થયું છે.
બિડેન પણ વિઝાના મામલે અનેક નિર્ણયો લેવાના છે જેમાં ભારતીયોને ફાયદો થવાનો છે, મતલબ કે બિડેનની વિદેશ નીતિમાં બદલાવ લાવી શકે છે. પરંતુ આ વર્ષે ટ્રમ્પ આસાનીથી આ પદ છોડે તેમ નથી. ટ્રમ્પને ચિંતા પણ છે કે ટ્રમ્પે ચીન અને ઈરાન પ્રત્યે કડક વલણ રાખ્યું હતું જ્યારે બિડેન ચીન અને ઈરાન પ્રત્યે નરમ નીતિ રાખી શકે છે.

આ સાથે બિડેન સાઉદી અરેબિયા અને નોર્થ કોરિયા અને તુર્કી સામે પગલા લઇ શકે છે, જયારે ટ્રમ્પ દ્વારા આ લોકોએ ખુબ જ સારી રીતે સંબંધો હતા. ટ્રમ્પે સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું અને વર્ષો સુધી રહેલી દુશ્મનીને ખતમ કરી હતી. આમ ટ્રમ્પ અને બિડેન અને તેમની પાર્ટીના વિચારો અલગ છે.
આમપણ તાઈવાન મામલે ટ્રમ્પ ચીન સામે ચીડાયેલા છે. ચીન અને અમેરિકા વચ્ચે ટ્રમ્પ યુદ્ધ કરવી શકે છે, યુદ્ધ બાદ અમેરિકાના પ્રમુખ પદ પરથી ટ્રમ્પ વિદાય લેશે, પરંતુ આવનારા સમયના નવા પ્રમુખ માટે નવી મુશ્કેલીઓ ઉભી કરતા જાય છે. આમ કોઈ મામલો વચ્ચે નાખીને ચીન સામે ટ્રમ્પ યુધ્ધના મુડમાં આવી શકે છે. હાલમાં ટ્રમ્પને પોતાની સત્તાનો એક મહિનો બાકી છે. આ સિવાય ચીનની કોમ્યુનીસ્ટ સરકાર સાથે જોડાયેલા લોકો પર વિઝા પ્રતિબંધ અને બેઝીંગ ઓલીમ્પિંગ સામેલ નહિ થાય તે માટેના નિર્ણયો સામેલ થશે. આવા નિયમો ટ્રમ્પ લાગુ કરશે તો આવનારા નવા રાષ્ટ્રપ્રમુખ બિડેનની મુશ્કેલીમાં વધારો થશે.