બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે આજે પરિણામ જાહેર થવાનું છે. આજે મતગણતરી ચાલી રહી છે અને તેમાં તેજસ્વી યાદવની પાર્ટી સાથે મહાગઠબંધન લીડથી આગળ ચાલી રહ્યું છે. આરજેડીના ઘણા ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. આ સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ પદનું પરિણામ પણ સ્પષ્ટ થઈ ગયું છે અને જો બાઈડન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સમયે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં તેજસ્વી યાદવની સરખામણી બાઈડન સાથે કરી દીધી છે.

આ સાથે જ શિવેસના નરેન્દ્ર મોદી અને તેના સાથી પક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર ઉપર નિશાન ટાકયું છે. આજે બિહાર વિધાન સભાની 243 બેઠકો માટે પરિણામ જાહેર જાહેર થઈ રહ્યું છે. આ પરિણામ માટે શિવસેના પણ આનંદિત છે. માટે જ શિવસેનાએ સામનામાં તેજસ્વી અને બાઈડન કહ્યું છે. આ ટાઈટલ સાથે શિવસેનાએ સામનામાં લેખ લખ્યો છે. શિવસેનાનું કહેવું છે કે અમેરિકામાં પણ સત્તા પરિવર્તન થયું છે તેમ બિહારમાં પણ હવે સત્તા પરિવર્તન થવાનું છે.

તેમનું કહેવું છે કે હવે નીતીશ કુમાર અને નરેન્દ્ર મોદીનો બિહારમાં સમય પૂરો થઇ ગયો છે. હવે આવનારા સમયમાં RJD નેતૃત્વવાળું ગઠબંધન આગળ તરી આવશે, ચૂંટણીના અંતિમ દિવસે જાહેર થયેલા પોલમાં પણ મહાગઠબંધન જીતી રહ્યું હોવાના એંધાણ મળી ગયા છે. તેના પરિણામે શિવસેનાએ પોતાના લેખમાં તેજસ્વી યાદવની સરખામણી બાઈડન સાથે કરી દીધી છે. શિવસેનાએ કહ્યું છે નીતીશ કુમાર ની સરકાર જુઠું બોલવામાં માહેર છે, આ પહેલા પણ શિવસેનાના સંજય રાઉતે નીતીશની આ છેલ્લી ચૂંટણી છે તેના જવાબમાં મીડિયાને કહ્યું હતું કે છેલ્લી ચૂંટણી હોય તો જનતા તેને વિદાય આપી દેશે.
આ સિવાય શિવસેનાએ ચૂંટણી પ્રચાર દરમિયાન તેજસ્વી યાદવની સભામાં અનેક લોકો ઉમટી પડતા હતા જયારે નીતીશ અને મોદીની સભામાં મામૂલી લોકો જ હાજરી આપી રહ્યા હતા. માંડમાંડ કરીને લોકોને પરાણે ભેગા કરવામાં આવી રહ્યા હતા. લોકોએ ચૂંટણી પોતાના હાથમાં લઈને મોદી અને નીતીશને આ સમયે વિદાય આપી રહ્યા છે તેવી વાત કહી હતી.