આજે બિહાર વિધાનસભા સહીત દેશની 11 વિધાનસભાની મતગણતરીઓ ચાલી રહી છે, કોણ જીતશે તે બપોર સુધીમાં મોટાભાગે સ્પષ્ટ થઈ જશે. બિહારમાં મુખ્ય પક્ષ તરીકે RJD, JDU અને BJP આગળ ચાલી રહ્યા છે, જેમાં પણ મહાગઠબંધન થયેલું છે અને RJD તેનું નેતૃત્વ કરે છે સાથે JDU એ BJP ભળેલા છે. જોકે આ તમામ પક્ષો વચ્ચે સૌથી વધારે લોકોની ભીડ જામેલી છે. તેજસ્વી યાદવ શરૂઆતમાં ગણતરીમાં લીડથી આગળ હતા પરંતુ દિવસ જતા પાછળ ચાલી રહ્યા છે. છતાં તેમના બંગલા રાબડી આવાસ નજીક મોટા પ્રમાણમાં લોકો એકઠા થયેલા છે અને તેજસ્વી યાદવને સપોર્ટ કરી રહ્યા છે.

હાલના સમયે પરિણામ જોતા NDA અને મહાગઠબંધન વચ્ચે બરોબરની ટક્કર છે. તેજસ્વી યાદવના સમર્થકોને આશા છે કે તેમના જ પક્ષના નવયુવાન નેતા મુખ્યમંત્રી બને. તેજસ્વી યાદવના નિવાસસ્થાન આગળ હાલથી જ ઘણા લોકો એકત્રિત થઇ રહ્યા છે, આમ જોતા રાજ્યના અનેક જગ્યાએથી સમર્થકો તેમના નિવાસસ્થાને આવ્યા છે, તેમનો નિવાસસ્થાન રાબડી આવાસ બિહારની રાજધાની પટનામાં આવેલો છે.
આ તમામ લોકો વચ્ચે અમુક સમર્થકો એવી વસ્તુ લઈને આવ્યા કે તેના પર બધાં લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું છે. તે લોકો માછલી લઈને આવ્યા છે અને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે, તે લોકોમાં એવી અંધશ્રદ્ધા ફેલાયેલી છે કે મોટી સંખ્યામાં પોતાની ગાડીઓમાં મોટી માછલીઓ લઈને તેજ્સ્વીના નિવાસસ્થાન રાબડી આવાસે આવ્યા છે. આ લોકો લાલુ તેમના પિતાના લાલુ પ્રસાદ યાદવના સમર્થકો છે અને તેઓ માછલી દ્વારા એક રીતે ટોટકા કરવા લાગ્યા છે, તેઓ કહે છે કે માછલી વિષ્ણુનો અવતાર છે. અને બિહારમાં માછલીને શુભ માનવામાં આવે છે.

તેઓ 2015ની વિધાનસભા ચૂંટણીના પરિણામ દિવસે પણ માછલી લઈને આવ્યા હતા અને RJD સત્તામાં આવી હતી. આ લોકો સંપૂર્ણ પરિણામ આવ્યા બાદ લાલુ પ્રસાદના આ નિવાસસ્થાનમાં પ્રવેશ કરશે. આ સિવાય અમુક લોકો તેજસ્વી યાદવની જૂની પૂરાણી છબી લઈને પણ આવ્યા છે અને તેમના નિવાસસ્થાને સપોર્ટ કરી રહ્યા છે. અમુક લોકો તેવા સમર્થકો છે જે ક્રિકેટપ્રેમી છે અને તેઓ તેમને ક્રિકેટના ખેલાડી તેજસ્વી યાદવને તસ્વીર આપવા માંગે છે. તેજસ્વી યાદવ દિલ્હી કેપિટલના ખેલાડી પણ રહી ચુક્યા છે.